Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jay D Dixit

Inspirational Tragedy Classics

1.9  

Jay D Dixit

Inspirational Tragedy Classics

નીમું ઉર્ફે...

નીમું ઉર્ફે...

5 mins
14.9K


સવારથી વાતાવરણ ઘણું તંગ હતું ઘરમાં એ દિવસે. આખી રાત દરરોજ વીતતી એનાથીયે વધારે ભારે ગઈ હતી, કઈક થવાના અણસાર આખી રાત આવ્યા કર્યા અને નવાઈની વાત એ હતી કે બધાને સવારે શું થવાનું છે એની ખબર હોવા છતાં બધા આખી રાત માથે ભાર લઇ ફરતા હતા. પરિણામની જાણ હોવા છતાં પરિણામ ન આવે ત્યાં સુધીની અકળામણ સહુએ આખી રાત વેઠી હતી.

નીમું પણ આખી રાત સૂતી નહોતી, નીમું, મારી સૌથી મોટી બહેન. એ બાદ બીજી બે બહેન હતી, જોકે એમના પણ લગ્ન થઇ ચુક્યા હતા. એ બધા એમના ઘરે જ રહેતાં. હું અને નીમું બે જ જણ આખો દિવસ રમ્યાં કરતાં, એ સમયે હું આઠેક વર્ષનો હોઈશ, અને નીમું મારાથી ખાસ્સી મોટી. નીમું તો મારી સાથે રમવા જ ઘરે આવી છે એવું મને લાગતું, એ મને સારું સારું બનાવીને ખવડાવતી, ભણાવતી, રમાડતી અને મારી સાથે જ સૂઈ પણ જતી. નીમું ઘણી વખત એના ઘરે એટલે કે સાસરે જતી અને પછી બે જ દિવસમાં પાછી આવી જતી, અને એકવાર તો એવું થયું કે એ આવી તે આવી પછી પાછી ગઈ જ નહિ. બસ ત્યારથી હું અને નીમું સાથે જ રહેતા.

એ આખી રાત હું નીમું સાથે જ સૂઈ ગયેલો હતો, નીમું ખબર નહિ કેમ પણ આખી રાત જાગતી રહી? મારા માથા પર હાથ ફેરવતી જ રહી, સતત. હું જાગતો હતો ત્યાં સુધી તો સતત જ. અમે રાત્રે હંમેશા પલાખા બોલતા બોલતા સૂતાં હતાં અને એ રાતે હું ઓગણીસના પલાખા બોલતા બોલતાં સૂઈ ગયેલો, એ મને બરાબર યાદ છે.

આમ તો અમે સાથે રહેતા એ સહુને ગમતું પણ એ જ્યારથી એના સાસરેથી પાછી આવતી થઇ ગઈ ત્યારથી ખબર નહિ કેમ પણ બધાં અમને જોઈ મોઢું મચકોડી દેતાં. હું ઘણો મોટો થયો ત્યારે મને સાચી હકીકત સમજાઈ.

ઘણી વખત પપ્પાએ પણ મને રોક્યો હતો નીમું સાથે રમતા કે એની પાસે સુવાની જીદ કરતા. પણ નીમું મારી જેમ જ રહેતી એટલે હું પણ એને જ પસંદ કરતો. કેટલીક વખત તો પપ્પાનો હાથ પણ ઉપાડી જતો હતો મારા પર, અને પછી હું જેટલી જીદ કરતો એનાથીય વધુ જીદ નીમું કરતી. એ મને છોડવા જરાય તૈયાર નહોતી. અંતે થોડી ઘાંટાઘાટ અને થોડી કચકચ થઈને બધું શાંત થઇ જતું. દિવસે દિવસે નીમુંનું મારા પ્રત્યેનું આકર્ષણ વધતું જતું હતું અને ઘરના સભ્યોને નીમું પરત્વે અપાકર્ષણ વધતું જતું હતું. અને નીમું ગઈ એ પહેલાંના થોડા મહિનાઓથી જાણે પપ્પા પણ શાંત થઇ ગયા હતા, જાણે થાકી ગયા હોય. એમણે મને ટોકવાનું કે ખિજાવાનું કે નીમુંને રોકાવાનું બધું જ સદંતર બંદ કરી દીધું હતું. પછી તો પપ્પા સામેથી નીમું સાથે રહેવાનું કહેતા. આ વાતનું કારણ મને નીમું ગઈ પછી જ સમજાયું.

નીમું કઈ ગાંડી નહોતી, એને બધું જ સમજાતું હતું, એ એની ઉંમર જેટલી જ મોટી હતી માનસિક રીતે પણ, તો પણ એ દિવસે મમ્મીએ એને તૈયાર કરી, એ ફરી ફરીને મને જોવા આવતી હતી. અને મમ્મી એને સમજાવી ને પાછી લઇ જતી હતી. આશરે દસ વાગ્યા ત્યાં રાઉજી ડોક્ટર ઘરે આવ્યા, સાથે મોટી ગાડી પણ આવી અને એ ગાડીમાંથી બે ચાર માણસો પણ ઉતર્યા, દેખાવે એ બધા હોસ્પિટલના જ લાગતા હતા. નીમુંને ગાડીમાં બેસાડી અને પપ્પા-મમ્મી પણ સાથે બેઠા. નીમુંએ મારા નામની બુમ મારી, હું ગયો એની પાસે, એ મને વળગી પડી, એની સાથે બેસવા માટે મને કહ્યું પણ પપ્પા-મમ્મી એ એની માંગણી નકારી કાઢી. જોકે મને પણ એની સાથે જવાની ખૂબ ઈચ્છા હતી પણ મમ્મીએ કહ્યું કે માંદી છે, હોસ્પિટલ જાય છે, થોડા દિવસ પછી પાછી આવી જશે, હું તો સમજી ગયો. પણ નીમું...

નીમુંના લગ્ન થયા પછી બે વખત પ્રેગ્નન્ટ થઇ હતી, પણ બંને વખત એની માતૃત્વની સંપૂર્ણતા એનાથી સહેજ છેટી રહી ગઈ. એ વાતની એના માનસપટલ પર સખત અસર થઇ હતી. એ બાદ એ વારંવાર અમારા ઘરે આવી જતી, ત્યારે બધાંને એમ હતું કે એ સખત આઘાત અનુભવે છે એટકે કદાચ આમ કરતી હશે. પણ એ દરમ્યાન એનું મારા પ્રત્યેનું વર્તન બદલાવા લાગ્યું, અને મને એ પહેલેથી ગમતી એટલે મેં કઈ ધ્યાન ન આપ્યું. હું આમેય આટલું સમજાય એટલી ઉંમરનો નહિ. પણ એ મને એનો પોતીકો ગણવા લાગી, પોતીકો તો હતો જ પણ... એક દિવસ હું સ્કુલેથી મોડો શું આવ્યો, ‘ને એ બેબાકળી થઇ ગઈ અને બોલી ઉઠી, “મારો નાનકો ક્યાં છે?”

નાનકો, મારું હુલામણું નામ જે નીમુંએ આ દુર્ઘટનાઓ પછી રાખ્યું હતું. “મારો દીકરો ક્યાં છે?”

આ એ સવાલો હતા જેમણે પપ્પા-મમ્મીના કાન ઊંચા કરી દીધા. એનો એ રઘવાટ પપ્પાને કંઈક અંદેશો આપી ગયો, શહેરના જાણીતા સાઈકિઆઇટીસ્ટ ડો.રાઉજીએ એને પકડી પાડી, એ મને એનો દીકરો સમજતી હતી. અને એટલે મારાથી દૂર જવા જરાયે તૈયાર નહોતી. એની સારવાર માટે દવાઓ ચાલતી રહી, કાઉન્સેલિંગ ચાલતા રહ્યા, પણ એની અધૂરી રહેલી માતૃત્વની વેદના એ મારા થકી ઠારતી રહી. અને હું કંઈ સમજી ન શક્યો ક્યારેય. સમજી પણ શકતે તોય શું કરી લેતે એ નથી ખબર. આ દરમ્યાન મને પપ્પાએ નીમુંથી દૂર કરવા ઘણું કર્યું પણ..., ઘણો સમય થઇ ગયો પણ એમાં સુધારો થવાની જગ્યાએ પરિસ્થિતિ વધુ ખરાબ થતી ગઈ. એનું મારા પ્રત્યેનું ગાંડપણ વધતું ગયું. અંતે ડોકટરે એને મારાથી ખૂબ દૂર કરવા જણાવ્યું અને દિવસ નક્કી થયો તે એ દિવસ.

નીમું જોર જોરથી મને બુમો મારતી રહી, ત્રણ જણે છોડાવ્યો ત્યારે મને છોડ્યો એણે. અને હું ચાલ્યો ગયો ઘરમાં તો એ ખૂબ રડી, બધાને મારા માટે આજીજી કરતી રહી, પણ એને સહુ ભેગા મળી ગાડીમાં નાખીને લઇ ગયા.

બરાબર છ મહીને હું મળવા ગયો એને, આ દરમ્યાન મેં સાભળ્યું હતું કે એની રીવર્સ ઈમેજીનેશનની ટ્રીટમેન્ટ ચાલે છે, એ એક હોસ્પિટલ હતી પણ પગલખાનું લાગે એવી, ડોક્ટરની ઓફિસમાં બાજુના ઓરડામાં નીમુંને બે આન્ટી લઇ આવ્યા, એણે મને મારા નામથી બોલાવ્યો, “શીવુ, કેમ છે?” એ નાનકા પરથી શીવુ પર આવી ગઈ હતી, પણ હું એને જોઇને દંગ થઇ ગયો, એને પેટના ભાગે ઓશીકું બાંધ્યું હતું અને ઉપર પેલા હોસ્પીટલના કપડાંનો ચોગો. એ પ્રેગ્નન્ટ હોય એવું ચાલતી હતી અને..

આજે હું ખુશ છું, મારી નીમું ઘરે આવવાની છે, બરાબર દસ વર્ષ અને આઠ મહીના પછી...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational