Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Leena Vachhrajani

Classics Inspirational

4  

Leena Vachhrajani

Classics Inspirational

રનર અપ

રનર અપ

2 mins
218


ઈન્ટરકોલેજના સ્પોર્ટ્સ ડેની જબરદસ્ત તૈયારી ચાલી રહી હતી. પ્રોફેસર પુરાણી પોતાના કુશળ ખેલાડીઓને દરેક સ્પોર્ટ માટે આખરી તૈયારી કરાવવામાં મશગુલ હતા. સો મીટરની દોડ માટે ફાઈનલ સિલેક્શન માટે એકદમ રોમાંચિત હતા. “વાસુ, કપૂર, તરુણ, હંસલ અને દેવ આટલા દોડવીરો આપણી કોલેજ તરફથી રિપ્રેઝન્ટ કરશે.” 

અને.. સામે ઉભેલા પંદર રનર્સમાંથી પસંદગી પામેલા પાંચ નામ સિવાય દરેક દોડવીરનાં મોં પડી ગયાં.પુરાણી ફાઈનલિસ્ટનાં નામ પેપર પર લખીને ઓફિસ તરફ ચાલતા થયા. “સર! સર!”

પુરાણીએ પાછળ ફરીને જોયું.“હું વર્ચસ સર.”

“હા બોલ.”

“સર, હમણાં પપ્પાની જોબ છૂટી ગઈ છે એટલે મેં પાર્ટટાઈમ જોબ શરુ કરી છે. તો એમાં રનિંગ પ્રેકટીસ છુટી જાય છે. બાકી તમને તો ખબર છે કે મારું રનિંગ કેટલું પાવરફૂલ છે!”

“હા વર્ચસ, પણ દોસ્ત એમાં એવું છે કે કોલેજની પ્રતિષ્ઠા દાવ પર લાગે એવું હું ન કરી શકું ને ! તારી પરિસ્થિતિને કારણે તું દોડી ન શકે એમાં કોલેજની ઈમેજ બગાડાય તો નહીં !” અને એટલું બોલતા બોલતા પુરાણી અચાનક છાતી પર હાથ દબાવીને બેસી પડ્યા. 

“ઓહોહોહો! હેલ્પ હેલ્પ..”

અને વર્ચસ હજી ચાર ડગલાં જ આગળ ગયો હતો ને પાછળથી પુરાણી સરનો પીડામય ઉંહકારો સાંભળીને એણે પાછળ જોયું.

“અરે અરે સર શું થાય છે ?”

અને હજી તો પુરાણી જવાબ આપે એ પહેલાં વર્ચસે બે હાથમાં સરને ઉંચકીને દોડવા માંડ્યું. 

કોલેજના ગેટ નજીક પહોંચ્યો ત્યાં બે ચાર વિદ્યાર્થી દેખાયા. બૂમ પાડી પાડીને એકસો આઠને કોઈ બોલાવો એમ સમજાવ્યું. દસ મિનિટમાં એમ્બ્યુલન્સ આવી ગઈ. પુરાણી સરને એટેક આવ્યો એ વાત કોલેજમાં ફેલાઈ ગઈ અને હોસ્પિટલમાં સ્ટુડન્ટ્સનો ધસારો થયો.  બે કલાકે પુરાણી જરા હોશમાં આવ્યા. ડોક્ટરે એમને કહ્યું,“બહુ સમયસર તમને લાવવામાં આવ્યા પ્રોફેસર. નહીંતર અમારા હાથમાં કશું ન રહેત.”

અને બહાર ઉભેલા ટોળાને પુરાણી હવે જોખમની બહાર છે એમ જાણીને રાહત થઈ. પંદર દિવસે પુરાણી સર ફરી કોલેજ આવ્યા. હજી એમણે કામ શરુ નહોતું કર્યું. માત્ર તેઓ દેખરેખ રાખીને કામ કરાવતા હતા. 

વર્ચસને પ્રિન્સિપાલની કેબિનમાં બોલાવવામાં આવ્યો. વર્ચસ મનમાં વિચારોના વમળમાં ઘેરાઈને ઓફિસમાં આવ્યો. 

“આવ વર્ચસ, તેં તો બહુ મોટું કામ કરી દેખાડ્યું.”

“સર, એ મારી ફરજ હતી. ચાલો હું વિનર નહીં, રનર અપ તો છું.”

હવે પુરાણી બોલ્યા,“વર્ચસ, તારે કોઈ સ્પર્ધાની જરુર જ ક્યાં છે ? મારી જિંદગી અને મોતની રેસમાં તેં જિંદગીને તારે ખભે બેસાડીને મને જિતાડ્યો છે. પ્રિન્સિપાલ સરને મેં તારી આર્થિક પરિસ્થિતિ વિશે જાણ કરી છે. એમણે તારી સ્કોલરશિપ મંજૂર કરી છે. હવે તું જોબ ઘર માટે કર. તારા ભણતરની જવાબદારી કોલેજ લેશે.”

વર્ચસને એ સો મીટરની દોડ પૂરી કરી લીધાની અનુભૂતી થઈ આવી.


Rate this content
Log in

Similar gujarati story from Classics