Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Crime Romance Tragedy

4  

#DSK #DSK

Crime Romance Tragedy

યે રિશ્તા તેરા મેરા-13

યે રિશ્તા તેરા મેરા-13

4 mins
14.7K


આજે બીજો દિવસ મહેકે ન્યુઝમાં સાંભળ્યું ડીના જમાઇ એ દવા પી લીધી. ડીની જબરદસ્તી, ડીને ગિરફ્તાર કરવામાં આવ્યો. એકબાજુ ત્રણ વ્યક્તિ પરેશાન છે.

અંશ; આ ન્યુઝ ચેનલ પણ...

મહેક; સાંભળી રહી, યશને સીટી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો.

ન્યુઝ ચેનલ સાંભળો યશના માતા-પિતાનુ નિવેદન

માતા; રડતા-રડતા મારા દીકરાને...લગ્ન....ન’તા...કરવા

પિતા; ડી એ જબરદ્સ્તી કરી

માતા; ડી એ અમારા પાસે માફી માંગી

પિતા; અમે તેને માફ પણ કર્યુ

માતા; તમામ ખર્ચ ડી કરશે

પિતા; મારા દીકરાને ડી અવશ્ય બચાવી લેશે

માતા; ડી એ હવે અમને આ જબરદસ્તી બાંધેલા સંબંધમાથી આઝાદ પણ કર્યા

છે તો સાંભળ્યું મિત્રો ન્યુ ગોલ્ડેન સીટીમા ડી નો હાહાકાર.આ બધું ન્યુઝ ચેનલવાળા એ રીતે પેશ કરી રહ્યા જાણે બહારવટિયાનું સામ્રાજ્ય ચાલતું હોય.

મહેક; આગળ શું કરીશું? અંશના મોબાઇલમાં કોલ આવે છે.

ડોકટર અંશ; હલ્લો

ડોકટર મીશન; ડોકટર અંશ,આપ ઝડપથી હોસ્પિટલ આવો.

ડોકટર અંશ મહેકને કશું જ કહ્યા વગર ભાગવા લાગે છે. [મહેક જોડે ઘેર હોય છે] મહેક બધું જ સમજી જાય છે એ પણ અંશની પાછળ ઓટૉમાં હોસ્પિટલ પહોચે છે.

ડોકટર અંશ ગોળીની જેમ હોસ્પિટલમાં દાખલ થયાને છૂ સીધા જ આઈ.સી.યુ.માં ડોકટર મીશન

અંશ આવતા જ બોલ્યો

ડોકટર મીશન; ડોકટર અંશ, બંને મેહનત કરી રહ્યા. એકબાજુ યશના હદયનો કાર્ડીયોગ્રામ કોમ્યુટર પર દેખાય છે તો બીજી બાજુ હદયને અંશ પુશ કરી રહ્યો છે, ત્રીજી બાજુ ડોકટર મીશન ઓકિસજન આપી રહ્યા છે.

આ બાજુ પ્રિયા, મમ્મા-પાપા, ફઇ, મામા-મામી બધાં દુઃખી છે.દયાબેન રડી રહ્યા છે. ડીની વિનંતીને ધ્યાનમાં રાખી બે પોલિસવાળા હોસ્પિટલમાં જ ડીનું ધ્યાન રાખીને ઉભા છે. આ મામલો એટલો બધો ચગી ગયો કે ન્યુ / ઓલ્ડ ગોલ્ડેન સીટી

હચમચી ગયા. એટલામાં જ અંશ બહાર આવ્યોને બોલ્યો યશ સેફ છે. ચિંતા કરવાની જરુર નથી.

હકીકત કંઇક અલગ છે, એકબાજુ ન્યૂઝ ચેનલ ન્યુ અપડેટ આપવા બેતાબ છે ડોકટર અંશનું નિવેદન યશ સેફ ! ચેનલે સમાચાર ઉકરડામાં કચરો ફગાવે તેમ ફગાવવા લાગ્યા.

પ્રિયા ખૂબ જ મૂંઝવણમાં છે કે આખરે કોણ ? જે યશના ઘરમાં રહીને પણ યશને મારવા ચાહે છે. યશના એક પણ સંબંધીને પ્રિયા જાણતી નથી. તે કડી મેળવવા ચાહે છે કે યશને તેણે દવા પી લેવાની વાત કરેલી પણ આ વાતનુ< સાક્ષી કોણ હતું ? યશના ફેમીલીમાંથી એ વિચારવા મથી રહી. પૂરી બાતમી તો યશ જ બતાવી શકે આખરે કેમ આમ બન્યું ?

હવે પ્રિયા આ બધાથી કંટાળી ગઇ. જન્મથી માંડીને આજ દિન સુધી પ્રિયા તેના નસીબ સાથે લડી રહી. હવે, તેણે જાણે પોતાની જાતને તૈયાર કરી હોય તેમ ઉભી થઇને 

પ્રિયા; ઇલામાસી મારે તમારા ઘેર જવું છે ચલો

ઇલાબેન; પણ... (મહેક સમજી ગઈ)

મહેક; પ્રિયા... હું આવું છું

પ્રિયા; હમમમ

ઇલાબેન; ઘેર મહેમાન તેમજ બા છે જ તમે જઇ આવો.

મહેક; જી બંને ફોરવ્હીલમા રસ્તામા વાતો કરતા હોય છે.

મહેક; પ્રિયા કોઇ જલ્દબાજી નહીં.

પ્રિયા; હું બધાની જ ઇંક્વાઇરી કરીશ

મહેક; બિલકુલ નહીં

પ્રિયા; હું યશનો જીવ લેવાની કોશીશ કરાનારનો જીવ...

મહેક; પ્રિયા, આટલી જલ્દબાજી ખતરનાક છે. કોઇ ફરીવાર તારી આ હરકતથી હુમલો કરી શકે છે.

પ્રિયા; તો શું હાથ જોડીને બેસી રેહવું ને ત્યાં યશ...

મહેક; પ્રિયાનો હાથ પકડી અંશ છે, તું ચિંતા ન કર.

પ્રિયા; હમ્મમ તે મારો એટલો સાથ આપ્યો છે મહેક કે...

મહેક; બસ, એક દોસ્ત બીજા

દોસ્તની હેલ્પ કરે તો આભાર વ્યક્ત ન કરવાનો હોય.

પ્રિયા; મહેક! શું કરીશું ત્યાં જઇને?

મહેક; પ્રિયા બસ એ લોકોની જેમ સંબંધી બનીને તપાસ

પ્રિયા; તેના સવાલના જવાબ

મહેક; જેવો સવાલ તેવો જવાબ "સાચા લોકો જોડે ઈશ્વર હોય છે.ઇશ્વર સત્ય છે.એ જ સહારો બનશે. એ જ આધાર. એ જ દિલાસો."

પ્રિયા; હમમમ.

આ બાજુ ડીની કડક પૂછતાછ કરી રહી... ડી સાચું જ બોલે છે

પોલિસ; સાચું બતાવ તે યશને કેમ મજબૂર કર્યો ?

ડી; સર, મે તેને બે વાર જ ધમકી આપી યાદ આવે છે... પોલીસને વાત કરે છે.

ડી;યશ, હું મારી દીકરીના મેરેજ તારી સાથે કરવા ઇચ્છું છું, મે તારા વિશે જાણ્યું'તું મને પંસંદ છો.

યશ; પણ સર હું આ માટે તૈયાર નથી ખુશ નથી ને મારી હા પણ નથી.

ડી;યશ, મેં તારી ઇચ્છા નથી પૂછી. મે નિર્ણય કર્યો એ જ કહ્યું.

યશ; હું નહી કરું એટલે નહીં જ.

ડી યશના ઘેર હોય છે તેના માણસો સાથેને યશના માતા-પિતાને માત્ર ધમકાવે છે. યશ હા પાડે છે.

બીજીવાર હું લગનની તારીખ આપવા ગયો ત્યારે કહ્યુ યાદ રાખજે યશ... તારા માતા-પિતાને સલામત રાખવા માટે. 

બસ પછી, કોઇ વાત યશ જોડે કરી નથી.

પોલિસ; તો છેક અત્યારે કેમ યશે દવા પીવી પડી?

ડી; મને ખબર નથી. તેને જ પૂછો. મેં મારો હતો એટલો જ ગુનાહ સ્વીકાર્યો.

મહેક; પ્રિયા યશના ઘેર પહોચે છે.એક-બે વ્યક્તિ ઓળખી જાય છે. પ્રિયાની તસ્વીર યશ સાથે છે એટલે.

મહેક; હું મહેકને આ પ્રિયા. યશ સેફ છે હવે, ચિંતા કરવાની જરૂર નથી

યશના બા; હે ઇશ્વર તારો આભાર

પ્રિયા; મારા પિતાના કારણે જે થયું તેને માટે માફી માંગું છું.

બા; પણ દીકરા, મને લાગે છે આમાં તારા પિતાનો દોષ નથી.

પ્રિયા; કેમ?

બા; તારા પાપા એ શરુઆતમાં યશ જોડે વાત કરી પછી કોઇ વાત કરી નથી. ધમકાવ્યો પણ નથી. મને લાગે તારા

પિતાના દુશ્મનની કમી નથી, એમાંથી જ કોઇ છે. તે રડવા લાગ્યા મહેકને પ્રિયા એ શાંત પાડ્યા. યશના ઘેર ન્યુઝ શરુ છે

મિત્રો, તમે ડીનું બયાન સાંભળ્યું જો ડી સાચું બોલે છે તો આ કાવતરું ડીના દુશ્મનનું છે. જે ડીને બદનામ કરવા માંગે છે. પ્રિયાને વિચાર આવ્યો આ ડોકટરશીએને ન્યુઝ ચેનલવાળા એ નવી દિશા આપી છે. 

આ વાતને આ તરફ વિચારવું જોઇએ. બધા જ આ તરફ વિચારવા લાગ્યાને એક રીતે સાચુ પણ.

ઉર્મીફઇ; મારો ભાઇ, જવાબદાર નથી તો દુશ્મન જ આવું કરી શકે.

સીમામામી; પણ તમારો ભાઇ નીચ કામ કરે તો પરિણામ પણ નીચ જ આવે.

ઉર્મીફઇ; સર [પોલિસ] તમે આ ગુડ્ડાને શોધો જેણે મારી દીકરીના હદયમાં જિંદગીમાં ઝેર રેડ્યું. 

સીમામામી; હા, હવે એ જ જોવાનું બાકી છે.

દયાબેન; બસ, સર તમે ગમે તેમ કરો. મારો યશ હાલતો-ચાલતો થઇ જવો જોઇએ.

સીમામામી; બેન,થઇ જાય તો ય એ છોકરો મેરેજ તો નથી જ કરવાનો?

ઉર્મીફઇ; હા,ભાભી... મને પ્રિયાનો વિચાર આવે તેનું શું થશે?

દયાબેન; તમે ચિંતા ન કરો મારી પ્રિયા હવે, સિંહ જોડે બાથ ભીડે એવી થઇ ગઇ છે.

ઇલાબેન;બસ,યશ સાજો તાજો થઇ જાય.

પ્રવિણભાઇ; હા...બસ હે ઇશ્વર ! આ બાજુ મહેક અને પ્રિયાના હાથમા માત્રને માત્ર એક જ સીસીટીવી ફૂટેજ દરવાજા આગળનું હાથ લાગે છે. તેને જોઇને તે વિચારતી થઇ જાય છે.આખરે આ ઘરની વ્યક્તિ કોણ એ જણાવવા મહેક અંશને કોલ કરે છે.

 

[વધુ આવતા અંકે]


Rate this content
Log in

Similar gujarati story from Crime