Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
બીમારી ફેલાવતા બે ભાઈ
બીમારી ફેલાવતા બે ભાઈ
★★★★★

© Dr.Vrajlal Sapovadia

Children Stories Inspirational

3 Minutes   300    23


Content Ranking

સુકેતુ નિશાળે ગયો ત્યારે તો સાજો નરવો હતો પણ ભણીને ઘરે પાછો આવ્યો ત્યારે ઉપરાછાપરી છીંક ખાતો ખાતે અને નાક તો જાણે પાણીની નદી. આંખો ને નાક લાલચોળ ને અવાજ ઘોઘરો થઇ ગયો હતો. સીધા લઇ ગયા ડૉક્ટર પાસે. ડૉક્ટર કહે વાયરલ ઇન્ફેકશન લાગે છે, બહુ ખરાબ સીઝન છે. દવાખાને દર્દીઓની લાઈન લાગી હતી. ડૉક્ટર કોઈને વાયરસ તો કોઈને બેકટેરિયાનો ચેપ છે તેમ કહી દવા આપતા હતા.


સુકેતુને આ બેક્ટરિયા અને વાયરસ શું છે તે જાણવાની જિજ્ઞાસા થઇ. બિચારો કેટલો ભોળો થઇ પૂછે કે મારા મેડમના કોમ્પ્યુટરને પણ વાયરસ છે તેવો જ વાયરસ મને છે?


મેં કહ્યું ના ભાઈ ના, કોમ્પ્યુટરનો વાયરસ તો vital information resources under siege નું ટૂંકું રૂપ છે અને તેમાં કઈ જીવ નથી હોતો, એતો નિર્જીવ હોય છે. કોમ્પ્યુટર વાયરસ તો એક પ્રોગ્રામ છે જયારે તને લાગેલો વાયરસ તો ખરેખર એક જીવ છે.


બેક્ટેરિયા જેને માટે ગુજરાતીમાં કોઈ સામાન્ય વપરાશનો શબ્દ નથી પણ દંડાણું કે શલાકાણુ કહે છે જયારે વાયરસને વિષાણુ કહે છે. બેકટેરિયા સાઈઝમાં મોટો અને વાયરસ એનાથી નાનો હોય છે, જોકે બંને નારી આંખે જોઈ ના શકાય એટલા નાના હોય છે. બંનેને માઇક્રોસકોપથી જ જોઈ શકાય.


બંને રોગ ફેલાવે છે અને સગા ભાઈ છે પણ નાનો ભાઈ અળવીતરો છે. વાયરસ કોઈ કામકાજ કરતો નથી એટલે એને હરામનું ખાવાની ટેવ પડી ગઈ છે અને તે પરોપજીવી છે. વાયરસ શરીરના કોષમાં જ જીવી શકે છે જયારે બેક્ટેરિયા શરીરમાં કે વાતાવરણમાં પણ રહી શકે છે. બધા વાયરસથી કોઈ ને કોઈ રોગ થાય જ એટલે એનાથી બહુ ચેતવું પડે. વાયરસ પાછો એન્ટિબાયોટિક્સથી ડરતો નથી. એન્ટિબાયોટિક્સની વાયરસ ઉપર કોઈ અસર ના થાય. વાયરસ શરીરમાં ખુબ ઝડપથી ફેલાય જાય. વાયરસ પોતાની પ્રજોત્પતિ કરવા તમારા શરીરના કોષનો જ ઉપયોગ કરે છે.


બેક્ટેરિયા અને વાયરસ ખુબ જ નાના હોય છે, જે નરી આંખે જોઇ ન શકાય, બંને રોગના સમાન લક્ષણો પેદા કરી શકે છે અને ઘણીવાર તે સરખી રીતે ફેલાય છે, પરંતુ ત્યાં જ બંનેની સમાનતાઓનો અંત આવે છે. વાયરસ નાના છે અને તેમા કોષો નથી. બેક્ટેરિયા એક કોષી છે. ઘણા બેક્ટેરિયા ખુબ ગરમી કે ઠંડીમાં પણ જીવી શકે છે અને એસિડમાં પણ જીવી શકે છે. 


બધા બેક્ટેરિયા રોગ નથી ફેલાવતા, ફક્ત 1% બેક્ટેરિયા જ રોગ ફેલાવે. ઘણા બધા બેક્ટેરિયા તો શરીરમાં જરૂરી છે જે આપણને ખોરાક પચવામાં મદદ કરે છે. બેક્ટેરિયા સ્વતંત્ર રીતે જીવી શકે છે અને એન્ટિબાયોટિક્સથી ડરે છે એટલે ડોક્ટર બેક્ટેરિયાથી લાગેલા ચેપ માં યોગ્ય એન્ટિબાયોટિક્સ આપે તો રોગ મટી જાય. ટી.બી. જેવા જીવલેણ રોગ બેકટેરિયાથી થાય છે. શરદી અને ઝાડા જેવી બીમારી વાયરસ અને બેક્ટેરિયા બંનેથી થાય એટલે યોગ્ય નિદાન જરૂરી છે. વાયરસ ખુબ ઝડપથી ફેલાય જાય તેમ એનો નાશ પણ ઝડપથી થાય. ડૉક્ટર વાયરસ કાબુમાં લેવા કરતા તેનાથી થતો દુખાવો મટાડવાંની દવા આપે જયારે બેક્ટેરિયા મારવાની દવા આપે. જો શરદી બે અઠવાડિયાથી વધુ ચાલે તો બેક્ટેરિયા સમજવા.


સુકેતુએ પૂછ્યું, બધી શરદી ચેપી હોય? મેં કહ્યું, ના ભાઈ... અલેર્જીથી થતી શરદી ચેપી ના હોય. સુકેતુ કહે તો તો ત્રણ પ્રકારની શરદી થઇ? મેં કહ્યું એનાથી પણ વધારે, શરદી તો બાહ્યલક્ષણ છે. અનેક પ્રકારના બેક્ટેરિયા ને વાયરસથી શરદી થાય, અને દરેકથી જુદી જુદી શરદી થાય એટલે તો દરેક શરદીમાં નાકની લિન્ટ, ગળફાનો રંગ અને ચીકાશ જુદા હોય છે. 

 

નિશાળમાં, બસમાં, ટ્રેનમાં, સિનેમા થિએટરમાં અને બીજી જાહેર જગ્યા ચેપ લાગવા માટે બહુ જોખમી છે. ખાંસી અને છીંક આવવી, ચેપગ્રસ્ત લોકો સાથે સંપર્ક, ખોરાક, પાણી, પાલતુ પ્રાણી, પશુધન અથવા ચાંચડ અને બગાઇ જેવા જંતુઓ જેવી ચીજો દ્વારા ફેલાય છે. બંને ચેપી છે તેથી શરીર; ખાસ કરીને હાથ પગ સાબુથી ધોઈ બરોબર સાફ રાખવા, આવા દર્દીથી દૂર રહેવું, સાફ અને કોરા કપડાં પહેરવા જેથી ચેપની શક્યતા ઘટી જાય. એન્ટિબાયોટિક્સથી બેક્ટેરિયા કાબૂમાં આવે છે પણ બહુ એન્ટિબાયોટિક્સ લેવાથી શરીરમાં રેઝિસ્ટન્સ આવી જાય છે માટે જરૂર વગર કે વધારાના એન્ટિબાયોટિક્સ લેવા જોખમી છે. સ્વચ્છતા અને સાવચેતી રાખવી એ બંનેથી બચવાનો સારો ઉપાય છે.

bacteria viruses allergy

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..