Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

આજનો દિવસ

આજનો દિવસ

3 mins
7.7K


આજે સવારથી ડાબી આંખ ફરકતી હતી. લાગ્યું આજે કાંઈ સારું બનશે યા મનપસંદ પરોણો આંગણે આવશે. ખૂબ જ આનંદમાં સ્વીટી નવી ફિલ્મનું ગાયન ગણગણી રહી હતી.

સોનુ તો સવારે વહેલો નીકળી જાય. ડૉક્ટર સોનુની બોલબાલા હતી. સ્વીટી પણ ખૂબ પૈસા પાત્ર માતા પિતાની દીકરી હતી. પોતે નાની અને મોટી બહેન લંડનમાં રહેતી.

સત્ય હજુ છ મહિનાનો હતો તેથી પોતે આખો દિવસ તેમાં વ્યસ્ત રહેતી. ઘરમાં નોકર, આયા, ડ્રાઈવર બધા જ  હતા. છતાં એમ લાગે કે સમય ઓછો પડે છે. કામકાજમાં વ્યવિસ્થતા હોવાને કારણે ઘરમાં સુઘડતા જણાતી. આમ બધી રીતે પ્રેમાળ સ્વીટીની એક જ ખરાબ આદત. હું, મારો સ્ત્ય અને મારો પતિ. બસ દુનિયા આવી ગઈ. હા, ભાઈબંધ દોસ્તારો બેસુમાર. ખબર છે ને એક તો ડોક્ટરને બીજો પૈસો !

જો દેશમાંથી સોનુના સંબંધી આવ્યા હોય તો માંદગીનું મસ્ત બહાનું કાઢે. આવનાર સમજીને જલ્દીથી વિદાય થાય. તેને એમ થાય કે સોનું ડોક્ટર છે તો શું ધર્મશાળા ખોલી છે?

સોનુ નાનો હતો ત્યારથી ડૉક્ટર થવું હતું. માતા અને પિતાએ ખૂબ મહેનત કરી દીકરો ભણાવ્યો. કેન્સર સ્પેશ્યાલિસ્ટ  થયો. માતા તો દીકરાને પ્રગતિ સાધતો જુએ એ પહેલાં વિદાય થઈ ગઈ. પિતા ગામનાં ઘરમાં રહેવા ચાલ્યા ગયા. ત્યાં રસોઈ વાળી બાઈ રાખી હતી. બાર મહિને એકાદવાર દીકરાના પરિવારને મળી આવતા.

બારણાની ઘંટી વાગી, સ્વીટીએ બારણું ખોલ્યું સામે મનોજભાઈ ઊભા હતા. મુખ પર બનાવટી હાસ્ય લાવીને, ‘અરે પપ્પા તમે ક્યાંથી?’ સ્વીટીને ખબર હતી પપ્પા કાયમ ઓચિંતા જ આવતા. આજ રાતની બે ટિકિટ હતી. નવું પિક્ચર લાગ્યું હતું. સોનું હવે કોઈ હિસાબે નહીં આવે. કઈ રીતે સ્વીટી પપ્પાના આગમન માટે ઉમળકો દાખવે?

બપોરનો સમય હતો એટલે નોકરને પપ્પા માટે ચા મૂકવાનું કહી, ‘સત્ય રડે છે...’ તેવું બહાનું કાઢી પોતાના રૂમમાં જતી રહી! મનોજભાઈ બધું સમજતા પણ કદી મોઢામાંથી હરફ ન ઉચ્ચારતા. પાંચ વાગે સોનું આવ્યો. સ્વીટીની આંખો સત્યને સુવડાવતા મિંચાઈ ગઈ હતી.

સોનુ તો પપ્પાને જોઈ ખુશ ખુશ થઈ ગયો. ‘અરે, સ્વીટી ક્યાં પપ્પા?’ બેટા સ્ત્ય રડતો હતો એટલે તેના રૂમમા છે. સોનુ રૂમમા ગયો. સ્વીટી આરામથી સૂતી હતી.

કશું બોલ્યા વગર પપ્પા પાસે આવીને આખા દિવસની વાત કરવા બેસી ગયો.

સોનુ, ‘પપ્પા, આજે એક કિસ્સો એવો હતો કે તમે સાંભળશો તો માની નહી શકો.’

મનોજભાઈ, ‘એવું તો શું હતું, બેટા.’

સોનુ, ‘પપ્પા એક ૪૫ વર્ષના જુવાન ભાઈ તેના ૧૫ વર્ષના દીકરાને કેન્સર હતું તેથી લઈને આવ્યા હતા. કહે કે ભલે મારી બધી મિલકત ખલાસ થઈ જાય મારા કનૈયા કુંવરને બચાવો, ડોક્ટર સાહેબ.’

ત્યાં સ્વીટી, સત્યને લઈને આવી. સત્ય સોનુને ભળાવી રસોડામાં ગઈ. સોનુએ તરત જ સત્ય મનોજભાઈના ખોળામાં આપી, સેલ ફોનમાં દાદા સાથે ફોટો પાડ્યો. સ્વીટી, ‘અરે, સોનુ પપ્પાએ હાથ નથી ધોયા, ટ્રેનના કપડાં નથી બદલ્યા જરા તો વિચાર કર !’

સોનું, ‘મારા દીકરાને કાંઈ નહી થાય, આ એ જ ખોળો છે જેને પલાળીને, રમીને હું આજે આટલો મોટો તારો વર તૈયાર થયો છું.’

સ્વીટી, ખસિયાણી પડી ગઈ પણ તીખી આંખોથી સોનુને ડરાવી રહી.

સોનુ, સ્વીટીને બેસુમાર પ્યાર કરતો. પિતાનું માન સનમાન જળવાય તેનું ભાન રાખતો.

સ્વીટીનાં માતા પિતાને આદર  આપવામાં પાછીપાની ન કરનાર, પિતાનું ગૌરવ વધારતો.

પિતા સાથે ન રહેતા તેનું તેને હૈયે બેસુમાર દુઃખ હતું. કિંતુ તેમની સગવડો સાચવતો. તેમના હૈયાંની વાતો પ્રેમથી સાંભળતો.

સ્વીટી કયા મોઢે સિનેમાની વાત કાઢે? પાંચ દિવસમાં તો પપ્પા પાછા જતા રહેશે. સોનુ આ દિવસો તેમનો સંગ માણતો. પપ્પા આવતા ત્યારે નાનો સોનુ બની જતો. રાત પડે તેમના પગ દબાવતો. માથે વહાલ ભર્યો હાથ ફેરવતો. તેમના રૂમમાં જાતે પાણીનો જગ ભરીને મૂકી આવતો. સ્વીટીને આ બધી સમજ પડતી નહીં ! તેને થતું આખો દિવસ સોનુ, મહેનત કરે છે. પપ્પાને માથે કશી જવાબદારી નથી ! સ્વીટીને પણ ઝાઝું મહત્વ ન દેતાં સત્યને દાદા સાથે રમવા આપતો. એ ધન્ય દ્રશ્ય જોઈ સોનું  હરખાતો.

ડાબી આંખ કોની ફરકી અને આનંદ કોને પ્રાપ્ત થયો એ તો વાચક મિત્રો નક્કી કરે !


Rate this content
Log in