Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

લોટરી લાગી

લોટરી લાગી

2 mins
7.2K


લોટરી લાગી, એ શબ્દો કેટલા રોમાંચક છે. પછી ભલેને સો રૂપિયાની લાગે કે લાખ રૂપિયાની. સત્ય ઘટનાને આધારિત આ વાત વાંચવાનું ચૂકશો નહીં.

ગંગા, મારી સહેલીને ત્યાં છેલ્લા ૪૫ વર્ષથી કામ કરે છે. હવે તો તેને “નોકરાણી” કહેવી તે અપમાન જનક શબ્દ લાગે છે. ઘરની પ્રતિભા જાળવનાર ગંગા, આખા ઘરને ચલાવનાર ગંગા, રસોડાની રાણી ગંગા, બાળકોની દેખરેખ પણ ગંગા નિત્ય કરે. અરે વખત આવે ઘરનાને ખખડાવે પણ ખરી.

વર્ષો થયા અમેરિકા આવ્યે. એ ગંગાને છેલ્લે હું દસેક વર્ષ પછી મળી હતી. આ વખતે ભારત ગઈ ત્યારે મને ફરી મળવાનો મોકો મળ્યો. પુરાણા દિવસોની યાદ તાજી થઈ. જ્યારે હું મારા બે બાલકો વખતે ગર્ભવતી હતી ત્યારે હંમેશ કહે, "હેં નીના બહેન અહીં રોજ જમવા આવતા હો તો તમને રોજ ગરમ ગરમ રોટલી જમાડું." આજે જ્યારે યાદ આવે છે ત્યારે આંખના ખૂણાં તગતગી ઊઠે છે. નિર્મળ પ્યાર હવે તો જાણે સ્વપનું થઈ ગયું.

આ વખતે ગંગા મળી. ખૂબ ખુશ હતી. મારી સહેલીતો દસ વર્ષ થવા આવ્યા “કેન્સર” તેને ભરખી ગયો. પણ ગંગા હજુ તેના પરિવારની દેખરેખ રાખે છે. નામ તેવા ગુણ. એ જ નિષ્ઠાપૂર્વક રસોઈ પાણીનું કામકાજ સંભાળે છે. ઘરમા શું છે ને શું લાવવાનું છે તે બધી વાતની ગંગાને ખબર. અરે તેના હાથ નીચે બે માણસો પણ કામ કરે છે. એવી આ ગંગા મને પાછી મળી.

નીના બહેન, હરખ જતાવતી આવી અને મને ખુશીના સમાચાર દેવા અધુરી કહે મને “લોટરી લાગી”. હું તો ખુશખુશાલ થઈ ગઈ.

હવે વાત એમ હતી કે તે વર્ષો થયા ઝૂંપડપટ્ટીમાં રહેતી હતી. મુંબઈમાં ત્યાં ટાવર બનાવવાનું સરકારે નક્કી કર્યું. રાજા, વાજા અને વાંદરા સરખા. બધા ત્યાંના રહેવાસીઓ ને કહે કે જગ્યા ખાલી કરો. બીચારી ગરીબ પ્રજા ક્યાં જાય. જેના નામના ઝૂંપડા હતા તે

બધાને પૈસા આપવાનું નક્કી થયું. ગંગાએ આખી જિંદગી નહોતું ભાડું ભર્યું કે કોઈ પણ વાર પાણી અને વીજળીના પૈસા ભર્યા. માત્ર તેના નામ પર એ સરનામાનું રેશન કાર્ડ હતું.

ભલું થજો રેશન કાર્ડનું કે જેને લીધે આખી જિંદગી સસ્તી ખાંડ, ચોખા અને ઘઉં તે લાવતી. આ રેશન કાર્ડે તો તેને સાબિતી પૂરી પાડી કે 'ગંગા' આ સરનામા પર છેલ્લા ૩૦ વર્ષથી રહે છે.

પછી તો તેના શેઠે તેને પીઠબળ પુરું પાડ્યું. તેની સાથે બધી સભામા ગયા અને મકાન બાંધવાવાળા પાસેથી પૂરા “૨૫ લાખ” રૂપિયા મેળવ્યા. ગંગા જેણે આખી જિંદગી એક જ શેઠની નોકરી કરી હતી. અરે એ કુટુંબની જે એક મોભાદાર સદસ્ય બની ગઈ હતી. તેને આજે પોતાનું કહી શકાય તેવું સુંદર ઘર છે.

તેના શેઠે તેને આખું ઘર વસાવી આપ્યું. તેના મુખ પરની સંતોષની લકીર જોઈ મારું મન પણ પ્રફુલ્લિત થઈ ઊઠ્યું અને ‘ગંગાને લોટરી’ લાગી તેનો આનંદ સર્વત્ર હવામાં ઘુમરાઈ રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational