Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

1.7  

Pravina Avinash

Others

આજે તું મને લેવા આવજે

આજે તું મને લેવા આવજે

4 mins
7.4K


ગીતા વિચારોમાં ગુંથાયેલી હતી. વરંડામાં નખાવેલ હિંચકા પર બેસી જ્યારે બંને જણા ચા પીતા હોય મધુર વાયુ જુલ્ફાં સાથે ગેલ કરી રહ્યો હોય. ત્યારે શિરિષ હંમેશા કહે ‘ગીતે એવું નથી લાગતું કે આ લક્ષ્મી નારાયણ ઝૂલી રહ્યાં છે.’

આજે બરાબર બે વર્ષ થયાં હતાં શિરિષ આ ફાની દુનિયા છોડીને અચાનક ચાલી ગયો.લગ્નને ૨૫ વર્ષ માર્ચમાં થવાનાં હતા અને જાન્યુઆરીની ૨૦મીએ ગમખ્વાર બનાવ બની ગયો. હવા ભલે થોડી ઠંડી હતી પણ ગીતા પસીનાથી નાહી ઊઠી હતી.

સુંદર બે બાળકો તેમાં સલોની તો અમેરિકામાં એમ.બી.એ. કરી રહી હતી. જશ આ વર્ષે ૧૨મીમાં આવ્યો હતો. ધોમ ધખતો વ્યાપાર અને થાણા તેમજ ઉલ્હાસનગરમાં ફેકટરી. ગીતા દિવસ દરમ્યાનની ભાગ દોડથી થાકતી ત્યારે રાતના ચાનો કપ હાથમાં લઈ હિંચકા પર આવીને બેસતી. થાકતો ઉતરવાનો હોય ત્યારે ઉતરે પણ શિરિષની યાદોમાં ખોવાઈ જતી.

૨૫ વર્ષ પહેલાં જ્યારે શિરિષની સાથે મંગળફેરા ફરી ત્યારે અમે બંને જણા મોટાં ભાઈ ભાભીની સાથે રહેતાં. હેં, શિરિષ સારું છે તારા ભાઈ ભાભી સારાં છે. તારે જે પણ નવું સાહસ કરવું હોય તે કરજે. હું તારી સાથે છું. શિરિષે બાંહોમાં જકડી તેના પ્રેમના આવેગમાં મને ગુંગળાવી નાખતો. બસ તારો સાથ છે પછી મને શું ચિંતા. દુધમાં સાકર ભળે તેમ શિરિષના કુટુંબમાં સમાઈ ગઈ. શિરિષ સૂરતમાં મિકેનિકલ એન્જિનિઅરિંગનું ભણીને આવ્યો હતો. નાનપણથી ગાડીઓનો શોખીન. અરે એક દિવસ તારા માટે ઉપરથી ખુલ્લી મર્સેડિઝ લાવીશ.

આઠથી પાંચની નોકરી કરે અને સાંજ પડે ભાઈના ગેરેજમાં નવા નવા અખતરાં કરે. એમ.એસ.સી. થયેલી હતી તેથી પ્રયોગોમાં બહુ રસ બતાવતી. સંપૂર્ણ સહકાર હતો તેથી પ્રયોગો કરવામાં શિરિષને પ્રોત્સાહન મળતું.

દોઢ વર્ષ થઈ ગયું અને જ્યારે સારા દિવસો રહ્યાં ત્યારે અમારી ખુશીનો પાર ન રહ્યો.અમે બંને ખુશીના સાગરમાં ડૂબી ગયા. સાથે રહેતાં હતાં તેથી પૈસા બચ્યા હતા.

શિરિષના મમ્મીએ પણ રાજી થઈને બંનેને જુદા રહેવાં માટે સંમતિ આપી. ભાઈ ભાભીના બે બાળકો અને આવનાર નવું આંગતુક, ઘરમાં સંકડાશ પડશે તે હકીકત ધ્યાનમાં લઈને ભાટિયા હોસ્પિટલની સામેના મકાનમાં જગ્યા લીધી.

પહેલી સુવાવડ તો પિયરમાં જ હોય એ નાતે મમ્માને ત્યાં ચાર મહિના ગઈ. સલોની શુભ પગલાંની પુરવાર થઈ. શિરિષ ‘ગાડીનાં ફિલ્ટર’ બનાવવાનાં પ્રયોગોમાં સફળ રહ્યો.

રહેવાની જગ્યા નવી લીધી હતી તેથી ફેક્ટરી લેવાના પૈસા ન હતા. જો કે જગ્યા લેવાના પૈસા શિરિષની મમ્મીએ આપ્યા હતાં.

ઘર નવું વસાવો એટલે ‘સળીથી સૂતરી’ સુધીની બધી વસ્તુઓ જોઈએ. વળી ચાર મહિના પિયર હતી એટલે પાછાં પૈસા બચ્યા. થાણા જવું પડ્યું, વાંધો નહી પણ સસ્તાં ભાડાંની જગ્યા સરસ મળી ગઈ. ફેક્ટરીનાં ‘શેડ’ બાંધેલા હતા. લાઈટ અને પાણીનું જોડાણ પણ હતું.

નાની ૧૨ ફૂટની ઓરડી બાંધેલી હતી જેને ઓફિસ બનાવી શકાય. જ્યારે સલોનીને લઈને આવી એટલે પતિદેવને હાશ થઈ. જ્યારે ફેક્ટરીથી ઘરે આવે ત્યારે મારું અને લાડલી સલોનીનું હસ્તું મુખ જોતાં તેનો દિવસ ભરનો થાક ઉતરી જતો.

સલોની મોટી થતી ગઈ અને શિરિષ પોતાની પ્રગતિ સાધતો ગયો. ખુશી ચારેકોર પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહી હતી. જ્યારે હું, શિરિષને પહેલી વાર મળી તે દિવસ અચાનક યાદ આવી ગયો. શિરિષ કરતો હતો નોકરી પણ ‘બિઝનેસ કાર્ડ’ છપાવી રાખ્યા હતા.

જેમાં ‘ડાયરેક્ટર’ તરીકે તેનું નામ હતું. બસ એ જોઈને આ જ મારા માટે છે .એમ મનમાં નક્કી કરી લીધું. પછીતો બેથી ત્રણ મુલાકાત થઈ અને છ મહિનામાં અમે  પરણ્યાં.

મિટિંગો માટે તેને બહાર ગામ જવાનું થતું. મારાથી બાળકોને હિસાબે દર વખતે ન જવાતું. જ્યારે પણ શિરિષ પાછો આવવાનો હોય ત્યારે ગંગારામને મોકલતી. ગંગારામ તેને ત્યાં લગભગ ૨૦ વર્ષથી નોકરી કરતો હતો.

બાળકો મોટાં થયા. ગીતા મહિલા મંડળોમાં અને ક્લબોમાં ખૂબ વ્યસ્ત રહેતી. અપંગ બાળકોની શાળામાં અઠવાડિયે એકવાર જઈને નાસ્તાપાણી, નોટબુક, ચંપલ જે જરૂરિયાતની વસ્તુઓ હોય તે જાતે પહોંચાડતી.

દસ દિવસથી શિરિષ ગયો હતો દિલ્હી. ત્યાં અમેરિકાની કંપની સાથે વાટાઘાટો ચાલતી હતી. ખબર નહીં કેમ આજે શિરિષ થાકી પણ ગયો હતો. મિટીંગ પૂરી થવાને અડધો કલાક હતો. ફોન કરીને જણાવ્યું કે, બસ હવે આ છેલ્લા તબક્કામાં વાતો ચાલે છે. અડધા કલાકમાં એરપોર્ટ જવા નીકળીશ, ટેક્સી આવી ગઈ છે. હાય, ગીતા ડાર્લિંગ આજે તું મને લેવા એરપોર્ટ આવજે. દસ દિવસ થઈ ગયા. તારી અને બાળકોની યાદ આવે છે.

ગીતાએ પણ રમૂજમાં જવાબ આપ્યો, ‘જેવો હુકમ મારા આક્કા.’ ગીતા તૈયાર થવા ગઈ હજુ આવવાને તો બીજા ચાર કલાક હતા. મુંબઈના ટ્રાફિકમાં જવાનું એટલે લોઢાના ચણા ચાવવાનાં. બાથરૂમમાં નહાવા ગઈ. સરસ મજાનો શેમ્પુ કાઢ્યો અને ફોનની ઘંટડી વાગી. દિલ્હીથી શિરિષના પી.એ.નો ફોન હતો ભાભીજી સાહેબકો એટેક આયા...


Rate this content
Log in