Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jyotindra Mehta

Action Crime Thriller

3  

Jyotindra Mehta

Action Crime Thriller

પ્રતિસૃષ્ટિ-અ સ્પેસ સ્ટોરી - ૨૪

પ્રતિસૃષ્ટિ-અ સ્પેસ સ્ટોરી - ૨૪

5 mins
500


(પાછલા ભાગમાં જોયું કે સિવાનનું સ્પેસ વેહિકલ વર્મહોલમાં દાખલ થઇ જાય છે અને બધા પ્રતિબ્ર્હમાંડમાં પહોંચી જાય છે ધરતી પર ઇયા સાયમંડને મારવાની ઇન્સ્ટ્રક્શન આપે છે પણ તે પોતે મરી જાય છે હવે આગળ)


મિસાનીએ તે ડિવાઇસમાંનો મેસેજ વાંચ્યો અને સન્ન રહી ગયો. તેમાં લખ્યું હતું કે પ્રોટોકોલ અનુસાર કોઈ પણ રોબોટ સાયમંડને મારી ન શકે અને જે કોઈ આવી ઇન્સ્ટ્રક્શન આપશે તેને રોબોટ ખતમ કરી દેશે. મિસાનીએ ડોકું ધુણાવ્યું અને કહ્યું 'અલ્લાહ એની રૂહ ને જન્નત બક્ષે. પછી તે ડિવાઇસ સ્વીચ ઑફ કર્યું, પોતાનો સામાન સમેટયો અને અડધા કલાકમાં ત્યાંથી પલાયન થઇ ગયો.


આ તરફ સાયમંડ હેરાન પરેશાન હતો કે કેવી રીતે રોબોટ્સ ફરી એક્ટિવેટ થઇ ગયા. સિકંદરે નક્કી કોઈ બીજો રસ્તો શોધી કાઢ્યો હશે. પછી તે સંભાવનાઓ પર વિચાર કરવા લાગ્યો. ઇયા, મિસાની કે યુલર. ના યુલર ન હોઈ શકે તે તો તે જલ્દીથી મેઈન સર્વર તરફ ગયો અને ત્યાં પોતાનું ડિવાઇસ અટેચ કરીને રિવર્સ ટ્રેકિંગ સિસ્ટમ અપલોડ કરવા લાગ્યો, જેથી બીજા કોઈ ડિવાઇસમાંથી રોબોટ્સને કોઈ ઇન્સ્ટ્રક્શન આપે તો તે ટ્રેક થઇ જાય. અને તેનું રિઝલ્ટ તેને થોડાજ સમયમાં મળી ગયું. પણ જયારે તેના ચિહ્નિત સ્થળે તેમને ફક્ત ઈયાની લાશ મળી પણ લાશ પાસે કોઈ ડિવાઇસ ન મળ્યું.


શ્રેયસ જયારે મુખ્ય સ્પેસ વેહિકલમાં પહોંચ્યો અને પોતે જે મીની વહિકલમાંથી નીકળ્યો ત્યારે ત્યાં હાજર રહેલ દરેક વ્યક્તિના ચેહરા પર આશ્ચર્ય હતું અને દરેક જણ તેને એમ જોઈ રહ્યા હતા જાણે તે આઠમી અજાયબી હોય. શ્રેયસે રેહમન તરફ જોયું અને પૂછ્યું શું થયું ? રેહમનના મોઢામાંથી શબ્દ નીકળી રહ્યા નહોતા. તે ફક્ત એટલું બોલ્યો 'આ અશક્ય છે ? ત્યારે ઇયં નજીક આવ્યો અને કહ્યું આ તરફ આવો એમ કહીને કે સ્ક્રીન તરફ લઇ ગયો અને તેનો કેમેરા ઓન કર્યો એટલે તેમાં શ્રેયસને પોતાનો ચેહરો દેખાવા લાગ્યો હવે હેબતાવાનો વારો શ્રેયસ નો હતો. તેના ગળા અને ચેહરા પરની કરચલીઓ દૂર થઇ ગઈ હતી, તેના વાળની સફેદી દૂર થઇ ગઈ હતી, તે ફરીયુવાન થઇ ગયો હતો. તેના મગજમાં વિચારોનું વાવાઝોડું વહેવા લાગ્યું. હિમાલયની યાત્રા દરમ્યાન ગુરુજીએ કહેલો કિસ્સો તેને યાદ આવ્યો. યયાતિએ જયારે બ્રહ્મા પાસે પોતાની યુવાની પાછી મેળવવા માટે શું કરવું જોઈએ એવું પૂછ્યું ત્યારે બ્રહ્માએ કહ્યું હતું કે એવી સૃષ્ટિમાં જાઓ જ્યાં સમય ઉંધી દિશામાં વહેતો હોય. એટલે હું ત્યાં જઈ આવ્યો જેનો ઉલ્લેખ બ્રહ્માએ કર્યો હતો, પ્રતિસૃષ્ટિ. ધીમે ધીમે બધા સામાન્ય થઇ ગયા એટલે બધાએ તેના માટે ખુશી વ્યક્ત કરી. ઇયાને કહ્યું સારું થયું તમે ગયા ત્યાં હું ન ગયો નહિ તો નહિ તો તમારી સામે એક બેબી રમતો હોત. તંગ વાતાવરણ વચ્ચે પણ બધા હસી પડ્યા.


સિવાને કહ્યું 'અહીં ખબર નહિ કેટલા રહસ્યો પડ્યા છે. એક નું પરિણામ સારું આવ્યું એટલે જરૂરી નથી કે અહીં બધું સારુંજ થશે. આપણે અત્યારે અવકાશમાં છીએ એટલે સલામત છીએ પણ શક્ય છે કે આગળ સલામત ન રહીયે. આપણે અહીંથી પાછા જઇયે.' શ્રેયસે તેના ખભા પર હાથ મુક્યો અને કહ્યું 'આપણે થોડો સમય અહીજ રોકાવું પડશે અને ત્યાં સુધીમાં કેલી રોબોટ બનાવવાનું કામ કરી લેશે.' રેહમને કહ્યું પણ અન્ટિન્યુટ્રીનો લઈને પૃથ્વી પર પાછા વળવાનું હતું. શ્રેયસે કહ્યું 'યુદ્ધ રણભૂમિમાં લડાય ઘરમાં નહિ.' રેહમને કહ્યું 'હું સમજ્યો નહિ.' શ્રેયસે થોડી માહિતી પ્રતિપદાર્થ વિષે આપી હતી કે આપણી સૃષ્ટિમાં પણ પહેલા પ્રતિપદાર્થનું અસ્તિત્વ હતું પણ પદાર્થ અને પ્રતિપદાર્થે એક બીજાને નષ્ટ કર્યા અને ઉર્જાનું નિર્માણ થયું અને વિચારો કે પૃથ્વી પર જો ન્યુટ્રીનો અને અન્ટિન્યુટ્રીનો ની ટક્કર થયો તો કેટલી ઉર્જાનું નિર્માણ થાય. એમ તો પૃથ્વી નહિ પણ આખી સૂર્યમાળા પણ નષ્ટ થઇ જાય. તેથી આપણે પ્રતિબ્ર્હમાંડ નેજ રણભૂમિ બનાવીશું.' રેહમને પૂછ્યું 'શું સિકંદર અહીં આવશે ?' શ્રેયસે કહ્યું 'તે અહીં જરૂર આવશે. મેં તે માટે તખ્તો ગોઠવી રાખ્યો છે. આપણી સાથે સિકંદરનો એક જાસૂસ પ્રવાસ કરી રહ્યો હતો.' શ્રેયસની આ વાત સાંભળતાજ બધા એક બીજાના ચેહરા તરફ જોવા લાગ્યા. શ્રેયસે કહ્યું 'ચિંતા ન કરશો તે તમારામાંથી કોઈ નહિ પણ એક રોબોટ હતો. જેણે આપણા પૂર્ણ પ્લાંનિંગ વિશેની વાતો રેકોર્ડ કરી હતી અને જયારે તેને મોકો મળ્યો ત્યારે પ્રોડિસ પરના સાધન દ્વારા સિકંદરને મોકલી દીધી તેમાં તેણે પ્રોડિસ સુધી આવવાનો રૂટ પણ મોકલ્યો હતો. તે આગળ કોઈ જાસૂસી ન કરે તે માટે મેં તેની એક ચિપ બદલી દીધી હતી અને તેથી પ્રોડિસ પરના મુખ્ય કોમ્પ્યુટરમાં તેજ રૂટ મૂકી દીધો અને આપણું એન્દ્રી જુદા રૂટથી મોકલ્યું. તેથી સિકંદર અને પ્રોડિસો નક્કી એક બીજાને ટકરાશે અથવા તેમની વચ્ચે સમજૂતી થશે. ઉપરાંત અહીં સુધીના રૂટ ની જાણકારી પણ તેના સુધી પહોંચી જાય તેવી વ્યવસ્થા મેં કરી છે. તેથી તે અહીં આવશે અને તેનો સામનો આપણે અહીં કરીશું. કેલી, તારી પાસે બહુજ ઓછો સમય છે તારા ઝડપ બતાવવી પડશે. 


શ્રેયસે સિવાન સામે જોઈને પૂછ્યું આપણા વેહિકલની જેટલી ઝડપ છે તેટલી જ પ્રોડિસોની મેક્સિમમ લિમિટ છે ? સિવાને કહ્યું ના તેમણે મને જે ટેક્નોલોજી મને આપી તે તેના માટે આઉટડેટેડ હતી અને તેમના યાનોની ગતિ પ્રકાશકરતા ૧૫ ગણી વધુ છે. શ્રેયસ મનોમન ગણતરી કરવા લાગ્યો અને કહ્યું 'આપણી પાસે ખરેખર બહુ ઓછો સમય છે તે યાન એક મહિના જેટલા સમયમાં અહીં આવી શકે છે.' રેહમને પૂછ્યું 'તમે આટલું ખાતરી પૂર્વક કઈ રીતે કહી શકો છો.' શ્રેયસે કહ્યું 'મેં મારુ સમગ્ર જીવન આ ટાઈપ ના પ્લાનિંગ માં વિતાવ્યું છે ઉપરાંત મારી છઠ્ઠી ઇન્દ્રિય પણ સંકેત આપે છે તેનો સામનો અહીજ થશે.'


કેલી પોતાનો રોબોટ તૈયાર કરી રહી હતી જયારે બાકીની ટીમ તેને મદદ કરી રહી હતી. જયારે શ્રેયસ તેના ડિવાઇસમાં ગેમ રમી રહ્યો હતો. ૨૦ પૃથ્વીદિવસના અંતે પણ તેને સફળતા મળી નહોતી. ક્યાંક કંઈક તો ખૂટી રહ્યું હતું. સરોજે તેની સમસ્યા દૂર કરી દીધી અને ૨૫માં દિવસને અંતે તેનો સૌથી આધુનિક એન્ટિન્યુટ્રીનો રોબોટ તૈયાર હતો. કેલીએ મજાકમાં પૂછ્યું 'આનું નામ શું રાખીશું ?' ત્યારે ગેમમાં માથું ખોસીને બેસેલા શ્રેયસે માથું ઊંચું કરીને કહ્યું 'આનું નામ પોરસ રાખીશું. પોરસ સાથેના યુદ્ધ પછી સિકંદરે પોતાનું જગત જીતવાનું અભિયાન પડતું મૂક્યું અને પાછો વળી ગયો હતો.' કેલીએ પોરસને વેહિકલની બહાર જવા સૂચના આપી એટલે તે વહિકલના દીવાલોની આર પર નીકળી ગયો પછી કેલીએ તેને કાલાબાજીઓ ખવડાવી અને પછી અંદર આવવા કહ્યું. શ્રેયસે કહ્યું 'આપણને સિકંદરનો જવાબ તો મળી ગયો છે પણ શું પોરસમાં માર્શલ આર્ટ કે વિભિન્ન હથિયાર ચલાવવાનો પ્રોગ્રામ છે.' કેલીએ કહ્યું 'બેસિક ટ્રેઇનિંગ તો છે.' શ્રેયસે કહ્યું 'સિકંદર પૂર્ણત્વને પામેલો રોબોટ છે તેની સાથે યુદ્ધ કરવા માટેનો પ્રોગ્રામ સૌથી એડવાન્સ હોવો જોઈએ.' કેલીએ કહ્યું પૃથ્વી પર મારી પાસે બધી ફેસિલિટી છે પણ અહીં ! શ્રેયસે પૂછ્યું શું પોરસ કોઈ વ્યક્તિ સાથે એકાકાર થઇ શકે ?' કેલીએ કહ્યું 'હા ચોક્કસ પણ વાતનો મર્મ સમજ્યા પછી તેની આંખો પહોળી થઇ ગઈ.   

             

શું સિકંદર ત્યાં આવશે  ? શું પોરસ તેને હરાવી શકશે ? જાણવા માટે વાંચતા રહો, 'પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ

સ્ટોરી.'           


Rate this content
Log in

Similar gujarati story from Action