Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vijay Shah

Others

3  

Vijay Shah

Others

ચીસો

ચીસો

5 mins
13.9K


ફોન ઉપર ગાંધી સાહેબ ભારે હૃદયે કહેતા હતા કે ‘ભગવાન કરે ને મારી દશા પેલા લલિતભાઈ જેવી ના થાય.’

‘શું થયું જરા માંડીને વાત તો કરો.'’

‘કેટલી માનસિક વિડંબના થાય, જ્યારે ડોક્ટર તમને યમરાજા થવાનું કહે?’

‘હેં? મોણ નાખ્યાં વિના કહો કે થયું શું?’ ગાંધી સાહેબે ખોંખારો ખાઈને શરૂ કર્યું.

‘મયૂરીબેનની તબિયત બગડી એટલે લલિતભાઈ અને તેમનો દીકરો મૃગાંગ તેમને ઇમર્જન્સીમાં હ્યુસ્ટનની સાઉથ વેસ્ટ મેમોરિયલ હોસ્પિટલ લઈ ગયા. આમ તો તેમણે ભાન ગુમાવી દીધું હતું. તાબડતોબ તેમના બધા ટેસ્ટ લેવાયા અને ખબર પડી કે તેઓની સુગર ખૂબ વધેલી હતી અને ‘કોમા’માં જતા રહ્યા હતા. તેમનું કોલેસ્ટેરોલ અને આલ્બ્યુમીન પણ ઘણું ઊંચું હતું.

લલિતભાઈ નાસીપાસ થયા હતા. તેમાં કોમાનું નામ સાંભળ્યું એટલે એકદમ હક્કાબક્કા થઈ ગયા. મૃગાંગ વાતો બધી સમજતો હતો અને તેથી ડૉક્ટરને પૂછતો હતો, તરત સારવાર મળી ગઈ છે તે તબક્કામાં મમ્મી બચી જશે ને?

ડોક્ટર નિરાશામાં માથું હલાવતા બોલ્યા, જોએ શરીર કેટલો ટેકો આપે, તેના ઉપર બધો જ મદાર. બ્રેઈન ડેડ છે. મયૂરીબહેનની આંખો ખુલ્લી હતી પણ હલન ચલન બીલકુલ ન હતું. ડોક્ટર જે કહેતા હતા તે બધુ તેમને સંભળાતું હતું.

ડૉક્ટર કહે,‘કોમામાં જવું તે શરીરની સંરક્ષણ પ્રક્રિયા છે અને જવલ્લે જ કોઈ પાછું વળે છે.’

મૃગાંગ કહે,‘એવું ના કહો, ડૉક્ટર સાહેબ.’

‘જુઓ ચમત્કાર થાય છે. પણ હજારે એકાદ બે દર્દીઓમાં, ખાસ કરીને જેમનું મનોબળ મક્કમ હોય તેમનામાં.’

‘મયૂરી તો સખત મનોબળ વાળી છે. તે જરૂર પાછી આવશે જ.’ લલિતભાઈએ આશાવાદ રજૂ કર્યો.

ડૉ.રોબ જોનાથન ગયા. નર્સને દવાના ડોઝ લખી આપ્યા. સ્ટરાઇલ વૉટર સાથે ઇન્સ્યુલિન અને અન્ય દવા જતી હતી.

લલિતભાઈ હોસ્પિટલે રોકાયા અને મૃગાંગ ઘરે ગયો. લલિતભાઈએ ઇમર્જન્સીનું બીલ ક્રેડીટ કાર્ડથી ચૂકવ્યું. હજી દવાઓ તો મૃગાંગ લઈને આવવાનો હતો.

મયૂરીબહેન સ્થિર આંખે છતને જોઈ રહ્યાં હતાં. તેમનું મન લલિતને ઝંખતું હતું. લલિત તેમના સ્થૂળ હાથને મૃદુતાથી પંપાળતો બાજુમાં બેઠો બેઠો રડતો હતો.

અમેરિકાનું આ દુઃખ! આવે સમયે તમે કાયમ એકલા જ હો!

મયૂરીબહેન અંતરથી ઇચ્છતાં ન હતાં કે લલિત રડે. તેઓ તો અંદરથી ઊભા થઈને કહેતાં હતાં. ના, લલિત, હું કંઈ અધવચ્ચે છોડીને જવાની નથી. મારી દવાઓ તો તેં ચાલુ કરાવી દીધી છે ને? મને સારું થઇ જશે! મયૂરી ઝઝુમતી રહી. તેણે મક્કમતાથી પોતાની જાતને કહ્યું, તે તો હજી ૬૭ની છે. તેના ઘરનાં બધા વડીલોએ આઠ દાયકા તો જોયા છે. ‘હું કંઈ વહેલી નહીં જઉં’. મૃગાંગનો મૌલિન તો મને શ્વાસ પ્રાણ વહાલો છે. તેને ગ્રેજ્યુએટ થતો જોવાનો બાકી છે. તેને ઘોડે બેસતો જોવાનો બાકી છે!

રાત વહેતી જતી હતી આખા દિવસનો થાકેલ, લલિતની આંખ મળી ગઈ અને તે ઝોકે ચઢી ગયો. તેની તંદ્રામાં તે મયૂરીને રીબાતી અને પીડાતી જોઈ રહ્યો હતો. આમે ય ભારેખમ ટુનટુન જેવું શરીર અને વકીલ એટલે વહેવાર કે વહાલ તો સમજે નહીં ફક્ત દલીલ વાંધા અને વચકા. તેને કેટલી ય વાર ના કહી હતી કે આમ લચકે લોળ ઘી ના ખા. તારે માટે સારું નથી પણ લલિત! ‘થોડું ખાઈશ તો મરી નહીં જઉં’, ત્યારે ધુંધવાઈને લલિત બોલતો,’કે મરી જવાય તો તો ઠીક પણ ક્યાંક અધવચ્ચે લટકી ગઈ તો ઇંજેક્શન ખાશે તું અને ગજવા ખાલી મારા થશે’.

અને જો એવું જ થયું ને? એક રાતનાં ૧,૫૦૦ ડોલર ચાર્જ થયો અને દવાઓનું બીલ બીજું ૨,૦૦૦ ડોલર જેવું થશે. આ તો મેડીકેર છે તેથી આટલું જ બીલ થયું! જો મેડીકેર ના હોત તો પચ્ચીસ ત્રીસ હજાર તો ફેંકી દેતા થઈ જતે.

નર્સ આવીને ફરી લોહી લઈ ગઈ. ખખડાટ થયો એટલે લલિત ઝબકી ને જાગી ગયો. નર્સે તેમને શાંતિથી રેસ્ટ ચેરમાં લંબાવવા સૂચવ્યું. લલિત કહે, ‘ના, મને રીપોર્ટ્માં સુગર વિશે જણાવજો, હું જાગું છું.”

તેનું આંતર મન વારંવાર એની જાતને એ જ પ્રશ્ન પૂછી રહ્યું હતું. ‘શું કરીશ? જો એ કોમામાંથી પાછી ન ફરી તો? આખરે તો હું ય માણસ છું ને? ખોટ જવાની નક્કી જ હોય તો ઓછી ખોટ કેવી રીતે લેવાય તે જ વિચારવું રહ્યું ને?’

હૃદયે ટહુકો કર્યો ‘પણ લલિત આ મયૂરીની વાત છે. દ્રઢ મનોબળવાળી તો તે છે, પાછી આવી જશે!’

મને પ્રતિપ્રશ્ન કર્યો ‘પણ ક્યારે?’ હૃદય પાસે કોઈ જવાબ નહતો.

નર્સ કહે, અત્યારે લોહી જે રીતે ઘટ્ટ થઈ રહ્યું છે તે મુજબ તો હજી આશા નથી, પણ ડોક્ટર રીપોર્ટ જોઈને વધુ વાત કરશે.

મયૂરી આ સાંભળતી હતી અને તે ગુસ્સે થતી બોલી, ‘નર્સ! તારું ડહાપણ ના ડહોળ. તારા પર મોટો કેસ ના ઠોકી દઉં તો કહેજે મને!’ પણ તેના ગળામાંથી અવાજ નીકળતો તેણે અને કોઈએ ના સાંભળ્યો. લલિતને આર્દ્ર થતો વિચારી તે પણ નિરાશા અનુભવતી હતી. તે મનમાં ને મનમાં બોલતી હતી. લલિત, મને માફ કરજે. મેં તને બહુ જ દુભવ્યો છે. એક વખત આ હુમલામાંથી જો બહાર આવીશ તો બધું વ્યાજ સાથે પાછું વાળી દઈશ. મને ખબર છે, મને તારે માટે પ્રેમ બહુ છે પણ માન બીલકુલ જ નથી. તું એન્જીનિયર તેથી કમાયો ઘણું પણ આ તારી આવડત તેં તારા માટે, તારા પોતાના ધંધામાં વાપરી હોત તો કદાચ આનાથી પણ વધુ સમૃધ્ધ તું હોત!

નર્સે આવીને રીપોર્ટ આપતા કહ્યું,‘દવાની બીલકુલ જ અસર થતી નથી. તેઓ વેજીટેટિવ અવસ્થામાં છે. ડોક્ટરનું માનવું છે કે કાગળિયા પર સહી કરી આપો, જેથી બેડ ખાલી કરાય.’

‘શું?’ મયૂરીથી રાડ પડાઈ ગઈ.

લલિત ફરીથી આંસુઓમાં ઘેરાઈ ગયો. રાતનાં બાર વાગ્યા હતા મૃગાંગને ફોન કર્યો અને ડોક્ટર જોનાથને ટ્યુબ કાઢી નાખવાની વાત કરી છે તેવું રડતાં રડતાં જણાવ્યું. મૃગાંગ કહે ‘પપ્પા! હું આવું છું.’

‘જો બેટા, તારે આવવાની જરૂર નથી. આ તો તને જણાવવાની જરૂર લાગી એટલે જણાવ્યું. આમે ય તારી મમ્મી અને મેં સુખી દાંપત્યજીવનનાં ૪૨ વર્ષો તો સાથે કાઢ્યાં છે હવે તેને કોમામાં પીડાતી રાખવી અને પૈસાનું પાણી કરવું એ ના પોષાય તેથી હું બહુ વિચારીને એ જ નિર્ણય ઉપર આવ્યો છું કે ડોક્ટરની વાત માનીને કાગળિયા પર સહી કરી દઈશ.

મયૂરી ચીસો પાડી પાડીને કહેતી હતી, ‘લલિત, તું મારું ખૂન કરે છે. આવું ના કર,’ પણ તેની ચીસો ક્યાં કોઈને સંભળાતી હતી ?

 

 

 


Rate this content
Log in