Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Tragedy Crime

4.8  

Vijay Shah

Tragedy Crime

ટર્નીગ પોઇંટ ઇન-1

ટર્નીગ પોઇંટ ઇન-1

5 mins
14.9K


પ્રકરણ : ૧ ટાઇમ પાસ

ન્યુયોર્ક પછી અમેરિકાનું ધમધમતું સમૃધ્ધ શહેર એટલે લોસ એંજલ્સ. ફિલ્મી દુનિયાનાં હોલિવૂડે અહીંની ઇકોનૉમીને ખુબ જ ઉંચી કરેલી હતી, અહીં આવકો વધુ તેથી દરેક વસ્તુ ખુબ જ મોંઘી. સદાશીવ તાંબે કહેવાય લેન્ડલોર્ડ અને સોળ સ્ટુડીઓ જેવા અપાર્ટમેન્ટની ભાડાની આવકોમાં ઘણું કમાતો હતો. એક અપાર્ટ્મેન્ટમાં તેની ટ્રાવેલ એજંસી કમ એડ એજંસી ચલાવતો બાકીનાં ત્રણ અપાર્ટમેન્ટ ફિલ્મી કલાકારોને કલાક્નાં ધોરણે ભાડે આપતો. ચાર માળનાં આ મકાનમાં ગ્રાઉંડ ફ્લોર ઉપર આ રોયલ અપાર્ટ્મેન્ટ ફુલ ફર્નીશ રહેતા વળી જરૂર પડે એક અપાર્ટ્મેન્ટથી બીજા અપાર્ટ્મેન્ટમાં જઈ શકાતુ. બીજા માળને તે રોઝ અપાર્ટ્મેન્ટ કહેતો. ત્રીજો માળ પીંક કહેવાતો અને ચોથો માળ રેડ કહેવાતો.

હોલીવુડમાં આવી સગવડોનાં પૈસા મળતા વળી ફિલ્મી કલાકારો સિવાય કેટલાક ટેકનીશીયનો અઠવાડીયાનાં દરે રહેતા જેમનું બીલ મોટે ભાગે ફીલ્મનો પ્રોડ્યુસર આપતો હોય. તેની પાસે ચાર લેક્ષસ ટેક્ષી પણ રહેતી જે પ્રોડ્યુસરો શની રવિ માટે ભાડે રાખતા હોય. સદાશીવની પત્ની મેઘા દિવસ દરમ્યાન ઓફીસ સાચવતી અને સાંજે પરામાં તેના ઘરે જતી રહેતી. દીકરો અક્ષર સાન એંટેનીયોમાં મેડીકલનાં પહેલા વર્ષમાં ભણતો હતો. દીકરી પરી સ્કુલમાં નવમા ધોરણમાં ભણતી હતી.

સુખી જીવન જતું હતું ત્યાં પરીની સખી રૂપાની મા જાનકીએ મેઘાને નોટીસ આપી સાન એન્ટોનિયામાં રહેતા અક્ષરે રૂપા સાથે કુકર્મ કર્યુ છે. તેના પુરાવા તે બતાવવા માંગે છે. સદાશિવે વાતને હસી કાઢી અને મેઘાએ પણ તે શક્ય નથી કહીને મન મક્કમ કરી લીધું. જાનકીએ પરીને વાત કરી અને ધમકી આપી તારી મમ્મીને ઘરમેળે વાત ન પતાવવી હોય તો તે કોર્ટ કેસ કરશે.

બે એક અઠવાડીયા પછી ફોન ન આવ્યો ત્યારે જાનકીની કાયદાકીય નોટીસ લઇ તેનો વકીલ ઘરે આવ્યો. ત્યારે એક વાર રુબરુ ન મળવાની વાત ઉપર શૉ કૉઝ નોટીસ લઇને આવ્યો.ત્યારે સદાશીવે તેનો જવાબ મારો વકીલ શૌરી આપશે કહીને વકીલ રેડ્ડીને હતો તેમ પાછો કાઢ્યો. પણ શો કૉઝ નોટિસમાં જાનકીએ લખ્યું હતું તેનો બદનક્ષીનો દાવો તેનું ધનોતપનોત કાઢી નાખશે કારણ કે રૂપાને જ્યારે છેડી હતી ત્યારે તેની ઉંમર તેર વર્ષની હતી. કાચી ઉંમરમાં શારીરિક છેડછાડ અને અક્ષર અઢાર વર્ષનો તેથી કાયદો અક્ષરને જેલ જ બતાવે.

વકીલ રાજન શૌરીને જ્યારે આ શૉ-કૉઝ નટિસ બતાવી ત્યારે તેણે અક્ષરને મળવાની વાત કરી. સાન એન્ટોનીયો ફોન કર્યો ત્યારે અક્ષર બોલ્યો રૂપા તો “ટાઇમ પાસ” છે તેની ઉંમરનાં કેટલાય મિત્રોમાં તે બદનામ છે અને તેની મા બધે આવું કરીને પૈસા પડાવે છે. મેઘાએ તેને રોકીને પુછ્યુ તને આ બધી ખબર હતી ?

મૉમ અમારા ગૃપમાં એવું કહેવાય છે જે હા કહે તેને છોડવી નહીં અને ના કહે તેને છેડવી નહીં”.

“એટલે તેં એની સાથે કુકર્મ કર્યુ હતુ ?”

“મોમ કોઇ કુકર્મ નહીં ફ્કત હળવી મજાક અને છેડછાડ.”

“પણ તેની ઉંમર તો જોઇએને ?”

ફોનનાં બંને છેડાના થોડા સમયનાં મૌન પછી રાજન શૌરીએ ફોન લીધો અને કહે "સાન ઍંટોનીયોની પોલીસ મળવા આવે કે ધરપકડ વૉરંટ લાવે તો તેમને મારો સંપર્ક નંબર આપી દેજે પણ કંઈ ખુલાસા ના કરીશ અને મન દઈને ભણજે.”

રાજને મેઘા અને સદાશીવને કહ્યું કે સો કૉઝ નોટીસનો જવાબ તો આપવો જ પડશે. તમને બે વકીલોની હાજરીમાં મળવા જણાવીએ. છોકરાની ઉંમર એવી છે કે છેડછાડનો અર્થ કૉર્ટ તેના પર બળાત્કારનોજ કાઢે અને બેનીફી્ટ ઓફ ડાઉટ રૂપાને મળવાની પુરી શક્યતા. બેઉ વકીલની હાજરીમાં આંખમાં ઢગલો આંસુઓ સાથે જાનકીએ રૂપા પર બળાત્કાર થયાની વાતને ખુબ જ ચગાવી. મેઘાને જોઇને તે કહેતી તમારી પરી સાથે આવું થયું હોત તો તમે ગુનેગારને શું દંડ કરો ? હવે તો એકજ સજા તેના લગ્ન રૂપા સાથે કરી દો.”

સદાશિવ અને મેઘા કહે તે શક્ય નથી. હજી તો તે ભણે છે,

“હવે મારી છોકરીનું શું થશે ?’ કરીને ઠુઠવો જ જાનકીએ મુક્યો.

મેઘાએ તેને સમજાવી તમારી છોકરીને તમે જાતેજ બદનામ કરો છે. કદી આવી બાબતોમાં મારો મત એવો ખરો કે વાત ઘરબેઠે પતાવવી જોઈએ. જાનકી કહે, "તે જ પ્રયત્ન પહેલા કર્યો હતો પણ તમે ન ગાંઠ્યા એટલે આ કૉર્ટ રાહ પકડ્યો."

“જો કે આ રાહે પણ તમે કશું નહીં કરી શકો કેમ કે છોકરો તો લોટો ઉટકો એટલે ચોખ્ખો.”

આ વાક્ય સદાશીવનો વકીલ રાજન બોલ્યો. એટલે જાનકીનો વકીલ કહે “આ વાત સારી નથી તમે અમને કોંપ્રોમાઇઝ કરવા બોલાવ્યા હતા. આ તો ચોખ્ખી નાગાઈ છે.”

“આવા કેસમાં અમને તો કંઈ દેખાતુ નથી અમારા ક્લાયંટને ફસાવવામાં આવે છે.” રાજને કડક અવાજે પ્રત્યુત્તર આપ્યો. જાનકીનો વકીલ રેડ્ડી ઠંડા અવાજે બોલ્યો. તમે શો કૉઝ નોટીસનો જવાબ આપો એટલે અમે અમારે જે કરવાનું હશે તે કરીશું. પાંચ મિનિટમાં વાત પતાવી છુટા પડ્યા પણ જાનકી અને તેનો પતિ રામશરણ ખુબ જ અસ્વસ્થ હતા/ જાનકીનું સતત રડવું વકીલ રેડ્ડીને પણ ગમતું નહોંતુ.

અઠવાડીયું ગયું હશે એ મિટિંગ અને અને બીજી શો કૉઝ નોટીસ આવી આ નોટીસમાં “છોકરો તો લોટો, ઉટકો એટલે ઉજળો” વાળી વાતને ઉછાળી હતી અને સાથે સાથે સદાશિવને અને મેઘાને પણ લપેટ્યા હતાં. અને તેર વર્ષની છોકરીની ડાયરીમાંથી કેટલીક ગંદકી ટાંકી ને આક્ષેપ હતા કે અક્ષરે રૂપાને બહેકાવી હતી અને તેના માનને નુકશાન કર્યુ હતું તેની આખા કુટુંબને સજા મળે તેવી માંગણી કરી હતી. કોર્ટ રાહે વાત આગળ વધી ગઈ હતી. દીકરો તો લોટો. ઉટકો એટલે ચોખો વાળી વાતને મીડિયાએ ખરાબ રીતે ઉછાળી. છાપાઓમાં આ વાતને કારણે કૉમ્યુનિટિમાં લેંડ લોર્ડ સદાશિવનું નામ બગડવા માંડ્યુ. મેઘા અને પરી માટે પણ બહાર જવાનું કઠીન બની ગયુ. કૉર્ટમાં તારીખો ઉપર તારીખો પાડીને વકીલો તેમના ઘર ભરતાં હતાં.

એક દિવસ ઇ-મેઇલમાં ટુંકી વિડીઓ આવી વિડીઓ અક્ષર અને રૂપાનાં પ્રેમદ્રશ્યોથી ભરપુર હતી. છેલ્લે તે વાક્ય મોટા અક્ષરોમા ઝબુકતુ હતુ. શું છોકરો એટલે તાંબાનું વાસણ ?

સદાશિવે છ વખત વિડીઓ જોઇ અને સમજી લીધું કે ટ્રિક સીનથી અક્ષરને સંડોવ્યો છે .તેણે સ્ટુડીઓમાં છ ચહેરા બદલી બદલીને ટ્રિક સીન ફરી રીશુટ કર્યા અને છેલ્લો ચહેરો તો પ્રેસીડેંટ કેનેડીનો લીધો જ્યારે રૂપા તો જન્મી પણ નહોંતી. છેલ્લે શબ્દો હતા શું આ પૈસાદાર નબીરાઓને ફસાવવાનું કાવતરું નથી ?

ધારણા હતી તે મુજબ. જાનકીનો ફોન આવ્યો. સફેદ વાવટા સાથે.

“મારી છોકરીને બદનામ કરતી આ વિડીયો વાઇરલ ના કરશો.”

મેઘા કહે “ના. તે વાઇરલ નહીં થાય પણ કોર્ટમાંથી કેસ પાછો નહીં ખેંચો તો હું રૂપા અને અક્ષરનાં લગ્નની કંકોત્રી કેવી રીતે છાપીશ ?”

જાનકી સુખદ આંચકો ખાઈ ગઈ. “ એટલે ?”

“આ વિડીયોમાં મને રૂપાનું રૂપ ગમી ગયું અને અક્ષર પણ કેટલો ખુશ છે ?”. મેઘાએ ફોડ પાડ્યો.

“પણ હજી તો અક્ષર ભણે છે ને ?”

“તે ભણશે અને સાથે સાથે દાંપત્ય જીવન પણ માણશે સજા તરીકે. તમે ભણાવજો અક્ષરને. તમને તો ખબર છેને મેડીકલ અહીં તો કેટલું મોંઘુ હોય છે ?”

આ ટર્નીંગ પોઇંટ ઇન એલ.એ હતો


Rate this content
Log in

Similar gujarati story from Tragedy