Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

મૂળુ મેર

મૂળુ મેર

3 mins
628


ઇ. સ. ૧૭૭૮ની સાલમાં પોરબંદરના રાણા સરતાનજીએ નવાનગરના સીમાડા ઉપર પોતાના વડાળા ગામમાં એક વંકો કિલ્લો બાંધ્યો, અને તેનું નામ “ભેટાળી” પાડયું. આજ પણ એ કિલ્લાના ખંડેર ગમે તે ઠેકાણે ઊભા રહીને જોઈએ, તો એના ત્રણ કોઠા દેખાય, ચેાથો અદશ્ય રહે : એવી તેની રચના કરી હતી.

એક દિવસ નવાનગરનો એક ચારણ ત્યાંથી નીકળ્યો. તેણે એ કિલ્લો જોવાની માગણી કરી. કિલ્લાના રખેવાળ મેર મૂળુ (મીણુંદના)એ ના પાડી, તેથી નગરનો ચારણ સ્ત્રીને વેશ પહેરીને જામ સાહેબની કચેરીમાં ગયેા. જામ જસાજીએ પૂછયું : “કવિરાજ, આમ કેમ ?”

ગઢવી બોલ્યો : “અન્નદાતા, મારો રાજા બાયડી છે એટલે મારે પણ બાયડી જ થાવું જોઈએ ના ?” ગઢવીએ દુહો કહ્યો :

ઉઠ અરે અજમાલરા, ભેટાળી કર ભૂકો,

રાણો વસાવશે ઘૂમલી, (તેા) જામ માગશે ટુકો.

જસા જામે બધી હકીકત જાણી. એને ફાળ પડી કે નક્કી જેઠવો વડાળાના ગઢની સહાયથી પાછો ઘૂમલી નગર હાથ કરી લેશે.

જામ પોતાના જમણા હાથ જેવા જોદ્ધા મેરુ ખવાસને આજ્ઞા કરી કે ભેટાળીને તેાડી નાખો. નગરના સેનાપતિ મેરુ

ખવાસે રાણાને કહેણ મોકલ્યું : “વડાળું ભાંગીશ.”

રાણાએ જવાબ વાળ્યો : “ ખુશીથી, મારો મૂળુ મેર તમારી મહેમાનગતિ કરવા હાજર જ છે.”

જેઠવાની અને જામની ફોજો આફળી. એક મહિનો ને આઠ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું.

એક મહિનો ને આઠ દી, ઝુલાવ્યો તેં જામ,

ગણીએ ખવે ગામ, મા ભડ વડાળું મૂળવા!

પછી મેરામણ ખવાસે 'લક્કડગઢ' નામના એક હાલીચાલી શકે તેવો કાષ્ઠનો કિલ્લો કરાવ્યો. ધીરે ધીરે લક્કડગઢને ભેટાળીની નજીક નજીક લાવતા ગયા. આખરે લક્કડગઢમાંથી નીકળીને જામના સૈન્યે ભેટાળીની ભીંતે ચડવા માંડયું. ત્યાં અંદરના મૂળુના સૈન્યની બંદૂકો છૂટી. લક્કડગઢમાંથી હારો હારો દાણા સમાય એવડાં નગારાં મૂળુ (મીણંદનો ) ઉપાડી આવ્યો અને જામની સેનાને નસાડી.

લાદા તંબુ લૂંટિયા, નગારાં ને નિસાણ,

માથે હરમત મૂળવો, ખાંડા હાથ ખુમાણ.

જામનું રાવલ નામે ગામ જે નજીક હતું, તેમાં મૂળુએ હાક બેાલાવી.

વડાળા સું વેર; રાવળમાં રે'વાય નૈ,

મોઢો જાગ્યો મેર, માથાં કાપે મૂળવો.

જેઠવાના ગામ વડાળા સાથે વેર થયા પછી રાવળ ગામમાં જામની ફોજથી રહેવાતું નથી, કેમ કે મોઢવાડિયો મેર મૂળુ એવો જાગ્યો છે કે માથાં કાપી લે છે.

રાવળ માથે આવિયો, રવ્ય ઊગમતે રાણ,

મોર્યે પૂગે, મૂળવો, ખાંડા હાથ ખુમાણ

રવિ (સૂર્ય ) ઊગતાંની વેળાએ જામ રાજા રાવળ ચડી આવ્યો, ત્યાં હાથમાં ખડ્‌ગ લઈને મૂળુ મેર અગાઉથી પહોંચી ગયેલો.

દળ ભાગાં દોવાટ, માળીડા મેલે કરે,

થોભે મૂળુ થાટ, રોકે મેણંદરાઉત.

પોતાના ઉતારા છોડીને લશ્કર બન્ને બાજુ નાસી છૂટયાં. પણુ મૂછદાઢીના થેાભાના ઠાઠવાળો મીણંદુ મેરનો પુત્ર મૂળુ એ નાસતા કટકને રોકી રાખે છે.

કહીંઈ તારે કપાળ, જોગણનો વાસો જે.

મીટોમીટ મળ્યે, મેરુ ભાગ્યો મૂળવા.

હે મૂળુ, અમને તો લાગે છે કે તારા કપાળમાં કોઈ જોગમાયા દેવીનો વાસ હોવો જોઈએ, કેમ કે તારી સાથે મીટામીટ મળતાં જ ભય પામીને મેરુ ખવાસ જેવો જબ્બર નર ભાગી ગયો.

રાણા સરતાનજી ચોરવાડ પરણ્યા હતા. ચેારવાડના જાગીરદાર રાયજાદા સંઘજીને માળિયાના અલિયા હાટીએ માર્યો. રાણાએ ચોરવાડ હાથ કરવા મૂળુ મેરને મોકલ્યો. ચેારવાડ જીતીને વેરાવળ ઉપર જતાં ધીંગાણામાં મૂળુનો હાથ એક કાંડેથી કપાઈ ગયો.

મહારાણાએ પૂછયું : “બોલો મૂળુ ભગત, કહો તો એ હાથ રત્નજડિત કરી આપું, કહો તો સોનાનો, ને કહો તો રૂપાનો .”

રાજકચેરીમાં ઊભા થઈને નિરભિમાની મૂળુએ જવાબ દીધો : “રાણા, કોક દી મારા વંશમાં ભૂખ આવે, તો મારા વારસો સોનારૂપાનો પંજો વેચી નાખે, માટે મારી સો પેઢી સુધી તારી એંધાણી રહે એવો લોખંડનો પંજો કરાવી દે.”

પાતાના ઠૂંઠા હાથ ઉપર રાણાએ આપેલો એ લોઢાનો 

પંજો ચડાવી મૂળુ ભગત એમાં ભાલું ઝાલી રાખતા, જમૈયો દીધો હતો તે કમરમાં પહેરતા, અને એક નેજો ને બે નગારાં દીધાં તે લઈને મૂળુ મેર વરસોવરસ દશેરાની સવારીની અંદર પોરબંદરમાં મોખરે ચાલતા.

[આજ મોઢવાડાની અંદર એની પાંચમી પેઢીએ સામતભાઈ મેર હયાત છે. સામતભાઈના ઘરમાં એ નગારાં, એ નેજો, એ લીલા (નીલમ જેવી કોઈ ચીજના બનાવેલા ) હાથાવાળો છરો અને એ લોઢાનો પંજો મોજૂદ છે. એ છરાને હાથે ધોઈને પાણી પીવાથી કેટલીક સ્ત્રીઓની પેટપીડા મટી હોવાનું મનાય છે, અને નેજો-નગારાં હજુ પણ જેઠવા રાજાની સવારીની મોખરે ચાલે છે, નગારાં તૂટી જાય તો તેની મરામતનું ખર્ચ રાજ આપે છે, મૂળુની ડેલીમાં વૈભવવિલાસ નથી, માઢમેડી નથી; નીચી એાસરીવાળા, સાદા માટીના ઓરડાની અંદર એનો પરિવાર વસે છે. ઓસરીની ભીંતે ચિત્રો કાઢે છે, અને સ્ત્રીપુરુષ બધાં ખેડ કરે છે. ડોશીઓ રેંટિયો કાંતે છે.]


Rate this content
Log in

Similar gujarati story from Classics