Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

હું, બાવો અને મંગળદાસ

હું, બાવો અને મંગળદાસ

3 mins
7.9K


અમે ત્રણ જીગરજાન મિત્રો આજે તમને ઓળખાણ આપું. ‘હું’માં રચ્યાપચ્યા રહેવાની બૂરી આદત આજે મને ભારે પડી. આંખ ખૂલી ત્યારે સમજાયું, ઉદાર મન રાખ. જીવનમાં આમ જ ચાલે.

‘ભલેને કોઈ લાભ ઉઠાવે, શું ફરક પડે છે?’

‘બાવો’ કહેવાય બાવો પણ બાહોશ હતો. મોઢા પરથી અને વર્તન પરથી તેને કળવો મુશ્કેલ! લાગે ભોળોભાળો વખત આવે તમને દાવમાં બરાબર પછાડે. જાણે જગ સાથે કાંઈ લેવેદેવા નથી. સ્વમાં મશગૂલ !

મંગળદાસ ખૂબ ચબરાક. આ દુનિયામાં એવા લોકો જગ જીતી જાય. ખરેખર દુનિયા શું કહે છે તેના કરતાં ક્યાં પોતાની આવડતનું પ્રદર્શન કરી મેદાન મારી જવામાં એક્કો!

ભલે ગમે તેવા હોઈએ, વર્ષોનો સુહાનો સાથ. એકબીજાની નબળાઈ કદી છતી ન કરીએ યા તેની સામે આંખમિંચામણા કરી દોસ્તી નિભાવીએ. ‘હું’ની સાદાઈ આંખે ઊડીને વળગે. દુનિયાની લપ્પન છપ્પન નહી. પણ જમાના સાથે કદમ મિલાવવાના પ્રયત્નો જારી ! પૈસો બાળપણથી જોયો હતો એટલે કદી તેને નવાઈ ન લાગતી.

‘બાવો’ નસિબદાર હતો. પ્રેમાળ પત્ની અને સુખી સંસાર. તેનાં બાળકો સુખી તેથી માતા અને પિતાને લેશ ફિકર નહીં. તે સ્વભાવને કારણે મિત્રોને આકર્ષતો, બે કામ કરી છૂટવામાં કદી આળસ ન કરતો! નિશાળેથી નિસરી જવું પાંસરું ઘેર. તેવી તેની જિંદગાની ! ઘરમાં મોટો તેથી નાની બહેન અને ભાઈને અવારનવાર સાચવતો.

મંગળદાસ પોતાની ડીગ્રી અને સુંદર વ્યવસાયને કારણે માનપાન પામે અને જગે ઉંચું નાક લઈને ફરે. તેના ભણતરે તેને મંગુમાંથી મંગળદાસ બનાવ્યો !

બાકી, જ્યારે નાનો હતો ત્યારે મુંબઇની ચાલીમાં રહેતો, ચોકડીમાં નહાતો! ભણવામાં હોંશિયાર તેથી મેદાન મારી ગયો !

અમારી ત્રણેની મૈત્રીમાં કોઈ ટાંગ અડાવી ન શકે. આભને આંબવાની મોટી મોટી વાતો કરતાં. મહત્વકાંક્ષી હતા. આજે જ્યાં છીએ ત્યાં સુખ અને સંતોષથી જીવીએ છીએ. અમારી જિંદગીમાં કશું મોટાગજાનું નથી. અમને બરાબર યાદ છે જિંદગી નાની નાની ઘટનાઓના સમૂહને કહેવાય છે.

સુંદર જિંદગી જીવવાના પ્રયત્નો અંતિમ ક્ષણ સુધી ચાલુ રહેશે! સત્યનો રાહ કઠીન છે, મુશ્કેલ નથી ! ક્યારે મુકામ આવશે ખબર નથી? સુનહરો સાથ, મુખપર મુસ્કાન, ડગર પર ધ્યાન રાખી પ્રયાણ જારી.

ત્રણેય જણાને એકબીજા વગર ચાલે નહીં. કદી કોઈની જિંદગીમાં દખલ નહીં. દુનિયા આખી જાણે તેમની મૈત્રીની મિસાલ આપે. બાકી સ્વભાવમાં ત્રણેય અલગ. આજે તેમની મૈત્રીની કસોટીનો દિવસ હતો.’ હું’, જગતમાં નિરાધાર બની ગયો. કુદરતની સામે કોનું ચાલ્યું છે કે ચાલશે? બાવો અને મંગળદાસ હવે તો જીવનના એવા આયામ પર પહોંચ્યા હતાંકે કોઈ પણ વાતમાં પાછી પાની ન કરે.

‘હું’ની મદદે ધાયા. પડતાંને પાટું મારે તેવા ન હતા, ‘હું’ને હાથ ઝાલી ઊભો કર્યો. હૈયેથી એક હરફ ન ઉચ્ચાર્યો. જૂની કોઈ વાતનો નિર્દેશ નહીં. અમે કાંઈક કર્યું તેવી ભાવના નહીં. ઇશ્વરને એક વાર વિચાર કરતો કરી મૂક્યો. તેનો મિત્ર સુદામા હતો ! આજે ત્રણેય ભાઈબંધ ઘણા વર્ષો પછી મહાબળેશ્વર જઈ રહ્યા હતાં.

જિંદગીના એવા મુકામે પહોંચ્યા હતાં કે કોઈ બંધન રહ્યું ન હતું. બાળકો તેમની પ્રવૃત્તિઓમાં મશગુલ. એક પછી એક દરેકની પત્ની વિદાય લઈ ચૂકી હતી. મૌસમની મઝા માણવા અને સાથે દિલનું દર્દ બાંટવાનો ઇરાદો હતો. ટેક્સીમાં અમારી ગમતી જગ્યા મહાબળેશ્વર જવાનું વિચાર્યું જેથી કશી તકલિફ ન પડે.

હું, બાવો અને મંગળદાસ આજે બાળપણમાં પાછા જઈ જૂની વાતો કરી દિલ બહેલાવવાનો પ્લાન કરી રહ્યા હતાં. ટેકસીનો ડ્રાઈવર ખૂબ બાહોશ હતો. અમે તેને ચાર દિવસ માટે અમારી સાથે રાખવાનો નિર્ધાર કરી ચૂક્યા હતા.

‘કિસન તારા રહેવા અને ખાવાની બધી વ્યવસ્થા અમારી હૉટલમાં છે. જરા પણ સંકોચ રાખતો નહી.’ મંગળદાસે કિસનને અગવડ ન પડે એટલે ઘટોસ્ફોટ કર્યો.

બાવો લહેરમાં આવીને બોલ્યો, આવતી કાલે સવારે બ્રેકફાસ્ટ કર્યા પછી બૉટિંગમાં જઈશું, તું ટિકીટ લઈ આવે એટલે અમને જણાવજે જે. કિસન તારી ટિકિટ પણ લે જે. આ લે ૨૦૦૦રૂ. રાખ. ખલાસ થાય એટલે હિસાબ આપી વધારેલ જે. ખર્ચાની ચિંતા કરતો નહીં.

‘બસ હવે મહાબળેશ્વર નજીક આવતું જતું હતું. ત્યાં અચાનક સામેથી પૂર ઝડપે આવતી ટ્રકે એવી ટક્કર મારી કે ટેક્સી હવામાં ફંગોળાઈ. હું, બાવો ને મંગળદાસ ત્યાં ખાંભી બનીને આજે પણ ઊભા છીએ ! કિસન પણ ત્યાં ચોથો અમારી બાજુમાં છે !’


Rate this content
Log in