Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational Tragedy

0.2  

Pravina Avinash

Inspirational Tragedy

કુસુમ

કુસુમ

3 mins
7.4K


બહારથી આવી, હજુ પગમાંથી ચંપલ પણ કાઢ્યા ન હતા. ‘શું કુસુમ આવી છે?’

મારા મુખમાંથી શબ્દો સર્યા ત્યાં અંદરથી આવીને ટહુકી. ‘આંટી, તમને કેવી રીતે ખબર પડી ?’

‘બેટા ખબર નહીં પણ તારા આગમને જાણે ઘર મહેકી ઉઠ્યું હોય તેવું મને હંમેશા લાગે છે.'

કુસુમ છેલ્લાં પાંચ વર્ષથી બાજુના ઘરમાં રહેવા આવી હતી. એકલી રહેતી હતી તેથી

સહુના આકર્ષણનું કેન્દ્ર બનતાં તેને વાર ન લાગી. દરેક જણા પોતાની રીતે અટકળ કરતાં.

કુસુમ હતી પણ એવી જાણે કોઈ નિશાળમાંથી નિસરી જવું પાંસરું ઘેર.' ઘડિયાળમાં કેટલા

વાગ્યા તે જાણવું હોય તો કુસુમ ઘર બહાર કયા સમયે જાય છે તેના પર નજર રાખવી.

સુંદર પણ સુઘડ વસ્ત્રોમાં સવારે આઠ વાગે નોકરી પર જવા નીકળે. સાંજના છના ટકોરે તે

પાછી ફરે. સાત વાગે દરરોજ તે લટાર મારવા નીકળે. કલાકમાં પાછી ફરે. ઘડિયાળ કદાચ

બંધ પડે જો ચાવી ન આપી હોય યા બેટરી ખલાસ થઈ હોય. ઘણા જુવાનિયા કુસુમને જોઈ

પોતાની ઘડિયાળમાં સમય મિલાવતા !

બાજુનું જ ઘર હતું. તેના દિવાનખાનાને અડીને અમારા ઘરનું દિવાનખાનું. એ દિવાલ

પાસે અમારા બંનેના ઘરનો ટી.વી. રોજ જતાં આવતાં જો સમય દગો ન આપે તો તેના

અવલોકનની તક મને સાંપડતી. તે જુવાન, સુંદર અને નયનોને ભાવે તેવી.

હું આધેડ, ઠરેલ અને જાજ્વલ્યમાન. આજકાલના જુવાનિયાઓને ગમે કે ન ગમે તે

કારણસર કદી બોલાવતી નહી. અંતરમાં ઈચ્છા જન્મી ચૂકી હતી. કુસુમ સાથે વાત

કરવા ઉત્પસુક હતી.પહેલ કરવાની મરજી ન હતી. લગભગ વર્ષ

પસાર થઈ ગયું. હજુ સુધી ‘કેમ છો’ નો સામાન્ય વિવેક પણ કેળવાયો ન હતો..

અચાનક એક દિવસ સાંજના સાત વાગતાં પહેલાં અમારા બારણામાં આવી કહે, 'મને

ડર લાગે છે જરા મદદ કરશો?'

મને નવાઈ લાગી ચહેરાના ભાવ છુપાવતા કહ્યું, 'બોલો શું થયું?

‘અરે, મારા શયનખંડમાં ગરોળી છે મને તેનો ડર લાગે છે.’

મારા મોઢા ઉપર હાસ્ય રેલાયું પણ સંયમ રાખી મોં ઠાવકું કરી કહ્યું, ‘ડર તો મને પણ

લાગે છે.'

'હવે શું ?'

ખેર, હું ઉમરમાં મોટી હાતી તેથી તેની મદદે ગઈ. લાંબા બાંબુવાળી સાવરણીથી ગરોળીને

ઘરમાંથી બહાર કાઢી.

‘હાશ, હવે મને રાતના ઉંઘ આવશે !’ કુસુમના મોઢા ઉપરના ભાવ ખૂબ આકર્ષક લાગ્યા.

‘માસી, બેસો ને હું ગરમ મસાલાનું દૂધ બનાવું.’

પહેલી મુલાકાત અને આવો આગ્રહ, મનમાં ગમ્યો પણ કહ્યું, ‘બેટા, રાતના મોડું થઈ ગયું છે, બીજી કોઈક વાર.’

બસ પછી તો તેની અવરજવર દરરોજની થઈ ગઈ. ધીર ધીરે ખૂબ

નજીક આવી. અજાણ્યાને પણ વહાલી લાગે તેવી હતી તેથી સહુની સાથે ખૂબ ચેતીને

ચાલતી. તે દિવસે બનેલા રાતના પ્રસંગ પછી મારી સાથે ભળી ગઈ હતી.

મારા બાળકો પરણીને સ્થાયી થઈ ગયા હતાં. તેને ઘરમાં કોઈ તરફથી કશો ભય ન

લાગતાં મારી સાથે છૂટથી હળી ગઈ. મારા એકલવાયા જીવનમાં ખુશ્બુ ફેલાવી રહી.

તેને મારામાં વિશ્વાસ બેઠો.

આજે પાછી તેના મુખ પર નિરાશાની વાદળીનાં દર્શન થયા.

મેં પૂછવાની હિમત કરી, ‘કેમ આજે બધું હેમખેમ છે ને?’

હજુ વાક્ય પુરું થાય તે પહેલાં દડ દડ આંસુડા સર્યા.

‘માસી શું કહું, આજે મારા પતિને મારી સચ્ચાઈનું સબૂત મળ્યું એટલે મને લેવા

આવવાના છે.’

'બેટા વાંધો ન હોય તો મને વિગતે વાત કર.’

‘માસી, આ દુનિયામાં મારું કોઈ નથી. મારા પ્રેમ લગ્ન હતા. લગ્ન પછી બે વર્ષમાં

માતા અને પિતા બન્ને ગાડીના અકસ્માતમાં મૃત્યુ પામ્યા. મારા પતિના ખાસ મિત્ર

અમારે ત્યાં અવારનવાર આવતા. મારા રૂપને કારણે મારા પતિ વહેમાયા. હું કસમથી

કહું છું મને તેનામાં જરા પણ રસ ન હતો. તેઓ માન્યા નહી, તેથી હું ઘર છોડીને અહીં

આવી એકલી વસી. મને કોઈની સાથે સંબંધ બાંધવો ગમતો નહી.‘ ગામને મોઢે ગરણું ન

બંધાય તે હું જાણતી હતી.’

'બેટા હું તારી લાગણી સમજી શકું છું’.

‘આજે, મારા પતિને મારી નિર્દોષતાનો પુરાવો મળ્યો તેથી ફોન આવ્યો, હું તને લેવા આવું છું.’

‘માસી હું મુંઝવણમાં છું.’

‘બેટા એમાં મુંઝવણ શાની ? તારું નામ કુસુમ છે, તું જ્યાં જાય ત્યાં સુગંધ ફેલાવે છે. તારી

પવિત્રતા અખંડ છે. ‘કુસુમ’ બનીને જીવજે.’

પતિનો વિશ્વાસ સંપાદન કર્યો તેથી ખુશખુશાલ બની કુસુમ ચાલી નીકળી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational