Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Children Classics Inspirational

4.8  

Kinjal Pandya

Children Classics Inspirational

કર્મ એજ કામધેનુ છે.

કર્મ એજ કામધેનુ છે.

4 mins
1.3K


कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।

मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि ॥

अर्थात तेरा कर्म करने में ही अधिकार है,

उसके फलों में कभी नहीं।

इसलिए तू फल की दृष्टि से कर्म मत कर और न ही ऐसा सोच की फल की आशा के बिना कर्म क्यों करूं | ॥47॥

આ શ્ર્લોકમાં ચાર તત્વ છે:

(1) કર્મ કરવું એ તારા હાથમાં છે.

(2) કર્મ નું ફળ કોઈ બીજાના હાથમાં છે.

(3)કર્મ કરતી વખતે ફળની ઈચ્છા ન કર.

(4)ફળની ઈચ્છા છોડવાનો અર્થ એ નથી કે તું કર્મ કરવાનું જ છોડી દે.

હમણાં જ હું ગુણવંત શાહ લખેલું "મહાભારત "વાંચતી હતી. અને મહાભારત આવે એટલે ચોક્કસ પણે ગીતા યાદ આવે, અને હવે ગીતા યાદ આવી જ ગઈ છે તો મારો કૃષ્ણ કયાં મારાથી દૂર રહેવાનો??? કૃષ્ણ યાદ આવતા જ મને ઉપરનો શ્ર્લોક યાદ આવ્યો, જે હું રોજ જ બોલું છું અને આનાથી જ મારા આત્મવિશ્વાસમાં વધારો થાય છે. આ શ્લોક નો આટલો સરસ અર્થ નીકળે છે તો મારો દિકરો પ્રહષઁ આ શ્લોકને કંઈક જુદી જ રીતે લે છે."મમ્મી તું કર્મ કર એનું ફળ હું ખાઈશ." એનુ બાળ માનસ કંઈક એવું સમજે છે કે મમ્મી રોટલી બનાવે અને હું ખાઉં, એ જ આ શ્લોક કહેવા માંગે છે.બોલો ભલા હવે આ મારો કાનુડો કંઈક જુદુ પણ સો એ સો ટકા સાચું લાવ્યો.

મારા જીવનની વાત કરું છું ત્યારે આજે મારા કાનુડાની એટલે કે મારે મારા દિકરા પ્રહષઁ ની વાતો કરવી છે કે આ શ્લોક ને એણે કઈ રીતે સમજ્યો.!? અરે આપણ ને વિચારતા કરી નાખે આ બાળકો...

પ્રહષઁની ઉંમર લગભગ આઠેક વર્ષની. હું એને લઈને આગળ ના રુમમાં પંખા નીચે બેઠી હતી. ચૈત્ર મહિનામાં ખૂબ જ ગરમી પડે.ભર બપોરે એક છોકરો કમળ વેચવા આવ્યો લગભગ એની જ ઉંમરનો છોકરો અને કાયમ એ જ આવે છે મારા ઘરે કમળ આપવા. એટલે પરિચિત તો ખરો જ. વારે તહેવારે એને હું કંઈક ને કંઈક આપું પણ એ હું પ્રહષઁ પાસે અપાવું એક તો બંને ને આનંદ આવે અને હું જો આપું તો પેલા કમળવાળા છોકરાને સ્વાભાવિક એવું લાગે કે મેં એના પર દયા કરી એ મને જ ના ગમેતો અને કયાંથી ગમે અને મારા દિકરાની અને એની ઉંમરમાં ઝાઝો તફાવત ન હતો તો મને બંને પ્રત્યે સરખી જ લાગણી થાય. અને એ પાછો મીઠડો પણ એટલો જ. કાયમ પ્રહષઁ એની બર્થડે પર બોલાવતો, કેક અને ચોકલેટ આપતો. વળી તે દિવસે એ ફૂલના પૈસા ન લેતો, સામે પ્રહષઁ પણ એને કંઈ પણ ભેટ આપતો.

તો વાત એમ થઈ કે મેં એને કમળના પાંચ રુપિયા તો આપ્યા જ પણ સાથે વધારે દસ રૂપિયા પણ આપ્યા ને કહ્યું દિકરા ગરમી ખૂબ જ છે તો આઈસ્ક્રીમ ખાજે. એમ કહયું એટલે એ ખુશ થતો થતો એની સાઈકલ તરફ જવા લાગ્યો કે તરત પ્રહષઁએ એને બૂમ પાડીને પાછો બોલાવ્યો. મને એમ કે તું સાંજે મારી સાથે રમવા આવજે એવું કંઈ કહેશે પણ ના આ તો કંઈક જુદુ જ થયું, જે મેં કદીપણ વિચાર્યું ન હતું કે મારું ધ્યાન પણ ન હતું ગયું. પ્રહષઁએ અને બોલાવીને પોતાની મનગમતી, હજી તો ગઈકાલે જ એના પપ્પા એ લઈ આપેલી ચપ્પલ પેલા છોકરાને આપી દીધી. સાચે જ એ આટલા તાપમાં ચપ્પલ વગર ફરતો હતો. હું કંઈ જ ના બોલી શકી. કંઈ સમજાતું ન હતું. મારા પ્રહષઁ ને શાબાશી આપું કે જાતને કોશુ?? પણ એ સમયે તો મારે મારા બાળકને ધન્યવાદ અને શાબાશી જ આપવાની હતી. એક માં તરીકે મને બીજું શું જોઈએ.

રહી વાત પેલા કમળવાળા છોકરાની તો એ પાછો "થેંક્યુ પ્રહષઁ" અને પ્રહષઁ કહે અરે એમાં શું? જલદી પાછો આવજે.

હવે આ વાત તો અહીયાં જ પતી ગઈ. હું એને એ.સી. વાળા રુમમાં સુવડાવવા લઈ ગઈ. એને રોજ જ મારે કૃષ્ણની વાર્તા કરવાની જ તો જ એ ઉંઘે. આજે મેં એને ચપ્પલનું કારણ પૂછ્યું.

કે તે પેલા છોકરાને તારી ફેવરીટ ચપ્પલ કેમ આપી દીધી? મમ્મા તમે જ તો કહો છો ને આપણે તો ફક્ત કર્મ જ કરવાનું છે, જેવું કર્મ કરો એવું ફળ મળે. હવે આ બિચારો કર્મ કરવા જાય કે ફૂલ વેચવા? મને ન સમજાયુ કે એણે કર્મનો અર્થ શુ કર્યો.?? એને કેટલું દઝાતું હશે. એ કયાં આપણી જેમ રહે છે. અને તમે જે એને આઈસ્ક્રીમના પૈસા આપ્યા એ તો એના કમળ વેચાત એમાંથી ખાઈ લે પણ એની પાસે ચપ્પલ જેટલા પૈસા ન આવત.

મેં એને સમજાવ્યું એ પણ કર્મ જ કરે છે પણ એને આ બધું કંઈ જ ના સમજાયું. તો મેં એને કહ્યું , દિકરા તારા આ કામ માટે ખૂબ ખુશ છું એના બદલામાં તને શું જોઈએ. તને અપાવું. તો કહે મમ્મી મેં તમારી પાસે ગીફ્ટ મેળવવા એને ચપ્પલ નથી આપી, મને કંઈ જ ના જોઈએ. પણ હવે કીધું જ છે તો એક ચોકલેટ આપજો. નાદાન બાળક એનાથી વધારે બીજું શું માંગે!?

પછી મેં કૃષ્ણનું ભજન ગાતા ગાતા સુવડાવી દીધો પણ મને ઉંઘ ન આવી.

અહીં આ કમળવાળા છોકરો કામ કરીને "કર્મ " કરતો હતો અને મારા દીકરાએ સારું કામ કરીને "કર્મ "કર્યુ. બંને પોતપોતાની જગ્યાએ મહાન જ છે.

આ શ્ર્લોકનો સાચો અને એકદમ સચોટ અર્થ મને સમજાઈ ગયો હતો. એથી હું રોજ બોલું છું.

જે મારા ભાગ્યમાં નથી એ

દુનિયાની કોઈ તાકાત મને

આપી શકે તેમ નથી,

મારા ભાગ્યમાં છે એ દુનિયાની

કોઈ તાકાત મારી પાસેથી

છીનવી શકે તેમ નથી,

ઈશ્વરીય શક્તિ અશક્ય ને

શકય બનાવે છે.

માટે "કર્મ " એજ કામધેનુ છે અને

"પ્રાર્થના" એજ પારસમણિ છે...

જય શ્રી કૃષ્ણ.


Rate this content
Log in

Similar gujarati story from Children