Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

nayana Shah

Inspirational

4  

nayana Shah

Inspirational

શરત

શરત

5 mins
475


"પૂર્વાબેન મેં જે કંઈ સાંભળ્યું છે એ સાચું છે ?"થોડી ક્ષણો પૂર્વાબેન પડોશણ સામે જોઈ રહ્યા. મનમાં થયું કે લોકો બીજાના ઘરની પંચાત કરવાનું છોડીને પોતાનું ઘર સંભાળીને બેસે તો કેટલું સારૂ ! પણ એમને સજ્જનતાનું મહોરું પહેરી રાખેલું તેથી જ બોલ્યા, "વખત આવે બધાને બધી ખબર પડશે. બાકી લોકો વાતો કરે છે એ વિષે મને કંઈ ખબર નથી. "

પૂર્વાબેને યુકિતપૂર્વક વાત બદલી કાઢી. પડોશણે તો વિદાય લીધી પણ પૂર્વાબેનની આંખોમાં આંસુ આવી ગયા. જો કે એ આંસુ એમના પતિ સંજયથી છાના રહી શકે એમ કયાં હતું ! પતિપત્ની વચ્ચે એટલો પ્રેમ હતો કે દરેક વાત વ્યક્ત કરવાની જરૂર જ કયાં પડતી હતી ? તેથી જ તેમને કહ્યું, "પૂર્વા, આપણે ત્યાં કોઇ પહેલીવાર જમવા આવે ત્યારે તું કહે છે કે મહેમાન ને કયું શાક ભાવશે એ ખબર નથી માટે આપણે બે શાક બનાવીશું મહેમાન ને એક નહિ તો બીજું શાક ભાવશે જ. બસ, જિંદગીનું પણ એવું જ છે. આપણે બે દિકરા છે એક સાથે ના ફાવે તો બીજા જોડે ફાવશે. કુદરતે નસીબ માં શું લખ્યું છે એ આપણને કયાં ખબર છે ? માનવને મોહિની ગમે છે આપણે ના કહીશું તો પણ એ મોહિની સાથે જ લગ્ન કરશે. ભલે એ લગ્ન કરે આપણે જ એના ધામધૂમથી લગ્ન કરાવી આપીશું. કોઈ વ્યક્તિ એના સંસ્કાર ભૂલી જાય તો આપણે પણ આપણા સંસ્કાર ભૂલી જવાના ? અત્યારની આપણી એ જિંદગીભરની તિરાડ રહેશે.

માબાપ હંમેશા પોતાના બાળકોનું ભલું જ ઈચ્છે છે. આપણે અહીં ગામડાંમાં સુખી જ છીએ. એ બંનેને શહેરમાં નોકરી મળી ગઈ છે એ સારી વાત છે. આખરે મોહિની એમની દિકરી છે એને તકલીફ પડે એવું એના માબાપ નહિ કરે. મને ખબર છે કે એમને એમના ઘરની નજીકમાં એના માટે ફલેટ લીધો છે. સારૂ ત્યાં સુખી થાય. સામાન્ય રીતે નિવૃત્તિ પછી શાંતિથી જીવવા માટે લોકો ગામડે જાય છે. જયારે આપણે તો પહેલેથી ગામડે જ છીએ. આમ પણ આપણને શહેરની જિંદગી કયાં માફક આવવાની હતી ! હવે તું ચૂપચાપ લગ્નની તૈયારી કર. તું કશું જાણે છે એવું રાખતી નહિ."

પૂર્વા આખરે તો મા હતી. દરેક માને દિકરાને ધામધૂમથી પરણાવાની હોંશ હોય જ. મોહિની પહેલી નજરે ગમી જાય એવી હતી. પરંતુ એના પિતાએ માનવની સાથે શરત કરી હતી કે તારા મોહિની સાથે લગ્ન એક શરતે જ કરૂ કે તારે તારા માબાપને તારે ત્યાં નહિ રાખવાના. એમને તારે ત્યાં મળવા પણ આવવાનું નહિ. માનવે એ વાત મંજુર રાખી હતી. લગ્ન વખતે કન્યા વિદાય વખતે કન્યા પક્ષવાળા રડતાં હોય પરંતુ અહીં તો દિકરાના માબાપ રડતાં હતાં. એમને તો એમનો દિકરો વળાવવાનો હતો. ફરીથી કયારે દિકરાનું મોં જોવા મળશે ! એ વિચારે માબાપ દુઃખી હતાં. એમને નાના દિકરાએ કહ્યું હતું કે હું તમને કયારેય તકલીફ નહિ પડવા દઉં. એવુ તો માનવ પણ કહેતો હતો. કોની પર વિશ્વાસ રાખવો ? જો કે ગામમાં ખાસ ખર્ચ તો હતો જ નહીં. બંને આરામથી જીવી શકે છતાંય બચત થાય એટલી આવક તો હતી જ. ચિંતા પૈસાની નહિ પ્રેમની હતી.

દિવસો પસાર થતાં રહેતાં હતાં. નાના દિકરાને પુના નોકરી મળી ગઈ. એને પણ એની પસંદગીની યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. જો કે પતિ-પત્ની શાંતિથી રહેતાં હતાં. કયારેક પૂર્વાબેન રડે ત્યારે એમના પતિ કહેતાં આપણે તો ખુશ રહેવા જ સર્જાયા છીએ. લગ્ન પછી પણ આપણે એકલાં હતાં. માનવના જન્મ સુધી. ત્યારે પણ આપણે ખુશ હતાં એમ અત્યારે પણ ખુશ જ રહેવાનું. ત્યારબાદ બંને જણે વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી કે બંને દિકરાને એમના સંસારમાં સુખી છે.

બધાના બધા દિવસો સરખા જતાં નથી. એક સવારે સંજયભાઈને એટેક આવતાં આ દુનિયામાંથી વિદાય લીધી. સૌથી નજીક તો માનવ હતો એટલે પૂર્વાબેનને આશા હતી કે એ કહેશે કે, "તું અહીં એકલી શું કરીશ ? મારી સાથે ચલ" પરંતુ માનવ કંઈ જ ના બોલ્યો. પરંતુ પૂર્વાબેને કહ્યું, "બેટા, બાપની વિધિ મોટો દિકરો જ કરે. માટે તું વિધિ કરે તો સારું. "

"ઠીક છે હું વિધિ કરીશ પણ વિધિ પતાવીને હું જતો રહીશ. એક કલાકમાં તો હું આવી જઈશ. ત્યારબાદ માનવ દરરોજ વિધિના સમયે આવતો અને વિધિ પતાવીને પાછો જતો રહેતો. પૂર્વાબેનને દુઃખ તો ઘણું જ થતું પણ દિકરાનું મોં જોવા મળે છે એ વિચારે એમને થોડી રાહત થતી. દિકરો શહેરમાં જતો રહ્યો. એને એવું પણ ના કહ્યું કે મમ્મી થોડા દિવસ મારે ત્યાં ચલ. દિકરાની પત્નીએ તો વિધિ વખતે પણ હાજરી આપી ન હતી.

નાના દિકરાએ માને સાથે આવવા ખુબ જ આગ્રહ કરેલો. પણ પૂર્વાબેનનું મન માનતું ન હતું. એમને હતું કે ગામમાં બધા સાથે આત્મીયતા છે. દિવસો શાંતિથી પસાર થઇ જશે. વર્ષોથી સાથે રહેનાર સાથેનો સંબંધ લોહીના સંબંધ કરતાં પણ ચઢિયાતો હોય છે. જો કે પૂર્વાબેન તો ગામમાં ખુશ હતા. દિવસો શાંતિથી પસાર થતા હતાં.

માનવને તો વારંવાર બહારગામ જવાનું થતું હતું. પરંતુ મોહિનીને તો કશી ચિંતા હતી જ નહીં કારણ કે એ તો એના મમ્મી પપ્પાની બાજુમાં જ રહેતી હતી. જયારે માનવ બહારગામ જતો તો એ એના મમ્મી પપ્પાને ત્યાં જ રહેતી. આમ પણ એના મમ્મી પપ્પા એને ઘેર પણ રહેવા જતાં. ખરેખર તો બંને ઘર એક જ હોય એ રીતે રહેતાં હતાં.

એકવાર જ્યારે માનવ ટુર પર ગયો ત્યારે એની પર એકવાર ફોન આવ્યો ત્યારે એ કશું બોલી શકયો નહિ પરંતુ ફોન મુકી એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. બાજુમાં બેઠેલા એના મિત્રે પૂછ્યું ત્યારે કહ્યું, "ઘરમાં બધાને કોરોના થઈ ગયો છે. અને કોઇ કરનાર નથી. મારો દિકરો માંડ પાંચ વર્ષનો છે એને કોરોના નથી. હવે એને કોઈ રાખનાર નથી. હમણાં તો પડોશીને ત્યાં છે. હવે શું થશે એ ખબર નથી પડતી" મિત્ર એ તો કહ્યું કે, "તારી મમ્મી ને બોલાવી લે"

"કયા મોં એ બોલાવું !"

"માનવ, મા એ આખરે મા છે. છોરું કછોરું થાય. માબાપ તો હમેશાં પોતાના બાળક પર સ્નેહ વર્ષાજ કરતાં હોય. એક વાર તું કહી તો જો. દાદા દાદીથી વધારે સારો કોઈ પ્રેમ નહિ આપી શકે. "

માનવ તો મજબૂર હતો. એને તો ખબર હતી જ કે એના સાસુ સસરા એ જે વર્તન કર્યુ હતું પછી એના મમ્મી આવે એવી શક્યતા ખૂબ ઓછી હતી. છતાં પણ માનવે મમ્મીને ફોન કર્યો ત્યારે એનો કંઠ રૂંધાઈ ગયો હતો. એ તો એટલુંજ બોલી શક્યો કે મમ્મી, તું આવે તો મારો દિકરો સચવાઈ જાય. મોહિનીને પણ જમવાનું મળી રહે. મારા સાસુ સસરા.. "

"બેટા, મને બધી ખબર છે. હું તારે ત્યાં આવીશ પણ મારી એક શરત છે કે હું માત્ર મોહિનીનું જ નહીં, પણ એના, મમ્મી પપ્પાની પણ રસોઈ તૈયાર કરીને આપીશ. બોલ, મંજૂર ?"

આ સાંભળતાં જ માનવની આંખોમાં આંસુ આવી ગયા. બોલ્યો, "મમ્મી પ્રેમ હોય ત્યાં શરત ના હોય એ વાત તેં મને બહુ સારી રીતે સમજાવી દીધી છે. હવે મને વધુ શરમિંદો ના બનાવીશ."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational