Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vijay Shah

Inspirational Crime Tragedy

3  

Vijay Shah

Inspirational Crime Tragedy

ન મુછ્યો

ન મુછ્યો

2 mins
13.7K


જીલુભા રીટાયર્ડ મિલિટરી ઓફીસર હતો. ભારે બળુકો મુછોનો થોભીયે તાવ દે. અને ખોખારા ખાય આજુબાજુમાં ધાક બેસાડવા જાત જાતનાં પેંતરા કરે.

તે દિવસે ખેડ પડોશી કાનજી વાળંદ એનાં પેતરામાં અટવાઈ ગયો. વાડ વાળવમાં બોલાચાલી કરી પાવડો પડાવ્યો. વયોવૃધ્ધ કાનજી એ કહ્યું, "જીલુભા, તમારા પિતાજી એ આ જમીન અમને આપી ત્યારે જે ભાગ પડ્યા છે તે વ્યાજબી છે. તમે વહેવારિક કરો." 

મુછે હાથ દેતાં જીલુભા બોલ્યો, "થાય તે કરીલે આ ભાયડાના કામ છે."

કાનજીએ કહ્યું, "રજપુતો તો રક્ષણ કરે, ભક્ષણ નહીં."

મુછોના થોભીયા પંપાળતો જીલુભા હસ્યો. જાણે તુચ્છ મગતરાને જાણે વાધ ન જોતો હોય ને તેમ.

બહુ સંખ્યામાં હોય તેવા નબળા જોડે બાથ ભીડવી નહીં. એ મોંધમ વાત જીલુભાને એમના ઘરવાળા એ કરી ત્યારે પણ રીવોલ્વોર ફેરવતો જીલુભા ખાલી હસ્યો.

કાનજી વાળંદનો નાનો છોકરો પાવડો લેવા આવ્યો. ત્યારે ઉલ્ટુ સીધું બોલતાં જીલુભાને ખચકાટ ના થયો જમીન પડાવી લેવાનો છુપો આનંદ અને આ મીઠું મરચું ભભરાવાનો આનંદ એ માણતો હતો. એમનાં ઘરવાળાને આ ઠીક ન લાગતું. વાડ ચીભડા ગળે જેવી વાત લાગતી.

અચાનક જીલુભા ગુમ થઈ ગયા. પાંચ દિવસ. પંદર દિવસ બહુ શોધને અંતે કંઈ પત્તો ન લાગ્યો. ત્યારે છાપામાં જાહેરાત અપાવી મુછોવાળો ફોટો છપાવ્યો. ત્રીજે દિવસે એ ફોટા પરની મુછો કાપેલો ફોટો કાગળ સાથે પાછો આવ્યો. પછીના દિવસે ખાલી મુછોના બે વાળ આવ્યા. ત્રીજા દિવસે બધી મુછોના વાળ કવરમાં આવ્યા.. કાગળ ઉપરનો સિક્કો ગામનો હતો.

પોલીસો ગામના ઘરેઘર ખુદી વળ્યા. કાનજી વાળંદ અને તેના પાંચ દીકરાને લોકો અવિશ્વાસની નજરે જોતા હતા. કાનજી બીમાર હતો. કાગળના ત્રીજા દિવસે ફુગાયેલી લાશ મળી જેની મુંછો કાપેલી હતી. ગામવાળા જાણતા હતા કે આ કરતુત કાનજીનાં છોકરાઓનું… પણ… કોઈ બોલ્યું નહીં – જીલુભાના ઘરવાળા ચુડલો ફોડતા - પોક મૂકી. આ વાળંદ એની જાત ઉપર ગયો… મુછાડાને નમુચ્છો કર્યો… કાનજી વાળંદ આ પોકથી ગભરાયો પણ અટકીને ખોખાંરો ખાધો.

રજપૂતો અને બીજી જાત ભેગી થાય અને વિદ્રોહ થાય તે પહેલા પોલીસ ઈન્સ્પેક્ટર કાનજીના મોટા દીકરાને પકડી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational