Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Tragedy

3  

Vijay Shah

Tragedy

સફેદ સિંદૂર

સફેદ સિંદૂર

4 mins
13.4K


બરફીલું ભીનું ઠંડુ હાસ્ય ફરી જન્મી ગયું… એ હાસ્ય પાછળ ચમકતાં સફેદ દાંત પેટમાં ઊંડે ઊંડે ધ્રૂજારી પેદા કરી જતા હતા… એના હાડપિંજર જેવા સફેદ હાથ મારા શરીર પર ફરતા હતા અને મને લાગતું હતું કે મોત મને એના સ્વરૂપે ભરખી જવા આવ્યું ચે. એનો ઊજળો ચહેરો જ્યારે હસતો ત્યારે મનેખાલી ખોપરી હસતી હોય તેવું લાગતું. એ હાસ્ય ફરી રાત્રે દેખાતાં હું ઝબકી જાઉ છું અને જાગી પડું છું.

નજર છત પર ફરતાં પંખા પર સ્થિર થાય છે. ફરતાં પાંખિયાંથી એ સ્થિર થયેલી નજર અસ્થિર થઈને ઓઈલ પેઈન્ટ ઉપર આવે છે. વાંકીચૂંકી ભાત શરીરમાંની ધમની અને શીરાઓનાં જાળાં બનીનેજમીન ઉપર જાણે ને જડાઈ ગઈ

હોય… ! હૃદય તરફ જતી એકાદ ધમની ઝાંખી થઈને સફેદ બનતી અનુભવું છું અને છાતીમાં દુઃખી આવે છે. ક્ષણ.. બે ક્ષણ… ફરી પાછું લોહી ધબકવા માડે છે. આકાશે ઊભરાતાં વાદળોની જેમ વિચારો મનોમસ્તિષ્કમાં ઉભરાવા માડે છે. એ મારી કલાને ચાહતી હતી અને એ કલા એને ચાહતી હતી.

કંઈક ગોટાળો થાય છે. હું એને ચાહવા માંડું છું. એ ગોટાળો રંગ પકડે તે પહેલાં તો એ એની સેંથીમાં સિંદૂર ભરીને ચાલી જાય છે… મારાથી દૂર… નજર છત પરના પંખા પર સ્થિર થાય છે.

સફેદ રંગનો પંખો, સફેદ છત, સફેદ ચાદર, સફેદ ઓશિકું, સફેદ રજાઈ, સફેદ દીવાલ… બધું સફેદ… સફેદ પીયાનાની ચાંપ જેવી સફેદ સ્વીચ દાબું છું અને ટ્યુબલાઈટ ઝબકે છે… મને ફ્લેશનો ઝબકારો યાદ આવે છે. સ્ટેજ ઉપર અમારો એક દૃશ્યમાં ફોટો પડતો હતો. ઝબકારો થયો અને આંખ મીંચાઈ ગઈ અને ફોટો આંધળો આવ્યો.

આંધળાની લાકડી પણ સફેદ હોય ને… આંધળાની આંખમાં એ સફેદાઈ ઝબકે ખરી ? પરંતુએ દિવસે જ્યારે સંપૂર્ણ સફેદ વસ્ત્રમાં એ આવી ત્યારે મારી આંખમાં એ સફેદાઈ ઝબકી.

હું એની આંખમાં આંખ પરોવીને પ્રશ્ન પૂછું છું –“ આમ કેમ થયું ? ઝળુબતાં આંસુ અને મૌન ગમગીન હાસ્ય સાથે એ આંગળી ઉપર ચીંધે છે. આકાશમાં ફરી સફેદ સફેદ વાદળો દેખાય છે.

એને સફેદ રંગ કદી ન ગમતો… એટલે સુધી કે હું તેને ચંપાનું કે મોગરાનું ફૂલ આપતો તો તે ફેંકી દઈને કહેતી, ‘છટ, હું કંઈ ઘરડી

થઈ ગઈ છું ?’ અને એના લાલચટક હોઠ મલકી ઊઠતા – જેને હું ગુલાબની પાંખડીઓની ઉપમા આપતો હતો – જાણે કળીમાંથી બે પાંદડી છૂટી ન પડી ગઈ હોય ! બીજે દિવસે તેને ગમતું રાતું ગુલાબ આપવાને બદલે રાતરાણીનો ગુચ્છો આપ્યો તો મોઢું ચઢી ગયું. જાણે કકેટસ ફ્લાવર ન પકડાવી દીધું હોય. ત્રીજે દિવસે પારિજાતકના ફૂલની વેણી આપી ત્યારે સહેજ મલકી… પારિજાતકની ડાળી કેસરી હોય છે ને… તેથી… હું ફરીથી સૂવા પ્રયત્ન કરું છું.

ટ્યુબલાઈટનો સફેદ પ્રકાશ ફરી વિચાર વલય ઝંકૃત કરી જાય છે. એના દાંત કેટલા સફેદ છે! મારા પેટમાં ઊંડે ઊંડે ધ્રૂજારી આવતી અટકી જાય છે. એટલા સફેદ કેકોઈક ટૂથપેસ્ટની એડવર્ટાઈઝમાં જરૂર કામ આવી જાય. સફેદ મુલાયમ ચાદરવાળી પથારીમાં મારો કૃશ દેહ સળવળે છે. એ સફેદ ડ્રેસમાં મારી પાસે આવે છે. ‘ઊંઘ નથી આવતી..?’ હું કશું બોલતો નથી.

એના પાતળા હાથોથી તે મારું માથું દાબે છે. હું મારું માથું દબાતું અનુભવી રહ્યો છું. એની એ ‘સેવા’ સ્વત્વયુક્ત

નથી. એ નર્સ છે. મારી પત્ની નથી. એ એક અંતર છે. અમારી વચ્ચે… અચાનક મને એ અંતર મીટાવી દેવાનો વિચાર આવે છે અને સાથે સાથે ખૂબ જોરથી ખાંસી ચઢે છે. એ મારી પીઠ ઉપર હાથ ફેરવે છે અને મારી સામે કરુણાથી તાકી રહે છે. મારી ખાંસી સહેજ હળવી પડતાં તે મને પાણીનો ગ્લાસ આપે છે. હું સહેજ ગ્લાનિયુક્ત હસીને એ પાણીના બે ઘૂંટડા પી લઉં છું. એ મને ઘેનનું ઈંજેક્શન આપવા જાય છે. અચાનક હું તેનો હાથ રોકીને પૂછું છું.

‘તને સફેદ રંગ ગમે છે?’

એના ફિક્કા ચહેરામાંનું રહ્યું સહ્યું લોહી પણ ઊડી જાય છે અને તે સફેદ પૂણી જેવી થઈ જાય છે. મારી એના વૈધવ્ય તરફની ટકોર

એને ગમી નહોતી. હું એના ચહેરા પરની સફેદાઈ જોતો હતો ત્યાં જ જોરથી ઊબકો આવે છે અને હું ઓકી નાખું છું. મારી ઉલટી એના કપડાને લાલ રંગે રંગી જાય છે, પરંતુ ફિક્કી પડતી મારી આંખો એ રતાશ પકડી શકતી નથી. પણ હું એ સમજી શકું છું કે એ લોહીની ઊલટી હતી. એ મારા બાપને ઉઠાડવા જાય છે પણ હું એનો હાથ પકડીને બેસાડી દઉં છું.

હાંફતા હાંફતા ફરી પાછો એ જ પ્રશ્ન કરું છું – ‘તને સફેદ રંગ ગમે છે? નથી ગમતો ને? જો મેં તને રાતો રંગ દીધો… ગુલાબ જેવો રાતો…’ ઉ… ઉ…બ… ફરી ઉબકો આવે છે. એ મારી સામે દયામણી નજરે તાકી રહે છે. હું સહેજ આંખ બંધ કરીને મારી નજર પાછળ પડતા પીળા ધાબાને શમાવવા પ્રયત્ન કરું છું. એ એનો મેં પકડી રાખેલો હાથ છોડાવવા પ્રયત્ન કરે છે. હું એને રોકું છું. ધીમે રહીને એનો ટેકો લઈને કબાટ સુધી જાઉં છું અને રોકું છું. ધીમે રહીને એનો ટેકો લઈને કબાટ સુધી જોઉં છું અને એને માટે ખરીદેલું લાલ ચટક શેલું એને આપું છું. એ મારો ઈશારો સમજે છે. સહેજ ગૂંચવાય છે. પછી ધીમે રહીને લોહી રંગ્યો ડ્રેસ ઉતારીને લાલ ચટક શેલુ પહેરીને મારી સામે ઊભી રહે છે. હું સિંદૂરની ડાબલી કાઢીને એના સેંથામાં ભરવા જાઉં છું. અચાનક હું ચમકું છું… સેંથીમાં પૂરેલું સિંદૂર સફેદ કેમ છે? અને એ હસી ઊઠે છે… બરફીલું ભીનું ઠંડું હાસ્ય… એ હાસ્ય પાછળ ચમકતા સફેદ દાંત મારા પેટમાં ઊંડે ઊંડે ધ્રૂજારી પેદા કરે છે. એ બોલે છે, ‘તારું સિંદૂર તો સફેદ છે. એનાથી હું શું સધવા બનવાની હેં !’

ફરીથી જોરથી ખાંસી ચઢે છે. રાતા ચટક શેલામાં તે નવોઢા જેવી લાગતી હોય છે, પરંતુ એની સેંથીમાંનું સિંદૂર… મારું મોં

લોહીથી ભરાઈ જાય છે. એ લોહીનાં બે–ચાર ટીપાં ઊડીને સેંથીમાંના સિંદૂરમાં પડે છે. મારી નિશ્ચેતન આંખો એ રતાશ પડતી સેંથીને તાકી રહે છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy