Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Drama Romance

2  

Vijay Shah

Drama Romance

સપનામાં

સપનામાં

5 mins
7.7K


 

અમુલખ રાય અને આરતી વચ્ચે સમજણ ખૂબ જ હતી અને તેય એક તરફી. પણ તે દિવસે તો હદ જ થઈ ગઈ ઘરની બહાર તેમને કાઢી મુક્યા અને ફરમાન થયું કે ભાડાની કોટડી ખાલી કરો મહીને ૨૦૦૦ ડોલર ના કમાઈ શકતા હો તો આ ઘરમાં રોટલોય નહીં મળે અને ઓટલોય નહીં મળે. આ મારું ઘર છે અને મારું જ કહ્યુ ચાલશે.. તમને રીટાયર થવાનો અધિકાર નથી.

આરતી જ્યારે ગાંડપણના આવેશમાં હોય ત્યારે જાણી જોઈને વાંકુ બોલે કે અમુલખ રાય કેમ કર્યા પોતાના ધારે ચાલે. અને તેનો ધારોય કેવો કે ઢળી ત્યાં ઢળી નહીંતર ગમે તેટલું સમજાવો પણ ફક્ત હું જ સાચી બાકી આખી દુનિયા ખોટીની જક પકડેલી રહે જ.

અમુલખ રાય સમજાવે અને ના સમજે ત્યારે આરતીનો ૪૨ વર્ષનો સંગાથ મનમાં ધરી ચુપકીદી પકડી લેતા.. પણ આજે તો બેગ અપાઈ ગઈ. પૈસા લેવાઈ ગયા અને જાવ કામે લાગો અથવા બીજુ ઠેકાણું શોધી લો નો તાપ વધતો જ ગયો.

એ જેમ બોલતી ગઈ તેમ તેનો ભૂતકાળ તેને પ્રત્યુત્તર આપતા રોકતો ગયો. તે પણ કહી શકતો હતો જિંદગીનાં પુરા ૪૨ વર્ષો ખુબ કમાયો હતો. અને બચતની સમજ નહોતી તેથી તે આજનો દિવસ જોઈ રહ્યો હતો. ખાવ પીઓ અને મઝા કરોમાં મુખ્યત્વે અનિયમિત આવકો અને તઘલઘી અને તરંગી સ્વભાવ જ કામ કરતો હતો… તે બધા સમયમાં આરતીએ અબુધ અવસ્થામાં સાથ આપ્યો હતો પણ હવે તે થાકી હતી. તેને ઘણા કાલ્પનિક ભયો સતાવતા હતા.. તે ભયો જેવા કે મોટી ઉંમરે હોસ્પીટલાઇઝેશન, એકલતા અને પરાધીન પરિસ્થિતિ. હવે કેટલીય વાર અમુલખ રાયે કહ્યુ પણ હતું કે આ બધા ભય આ ઉંમરે બધાને હોય છે કંઈ તુ એકલી ઓછી છે કે જેને સાહીઠ પછી આ ભયો નથી સતાવતા?

આરતી કહેતી પૈસા બચાવ્યા હોય તો સારી સારવાર મળે, કોઈ સેવા કરે અને સામું પણ જુએ.

અમુલખ રાય કહે હા તું સાચી છે.. પણ ઉપરવાળાનો હિસાબ તને નથી સમજાતો અને હું સમજાવું તો તને સમજવું પણ નથી બાકી તું જ કહે મોટી ઉમરે અમેરિકા આવ્યા ત્યારે શાને માટે આવ્યા હતા તે તો કહે..પેટે પાટા બાંધીને બંને દીકરીઓને ભણાવી ગણાવી અને સ્થિરતા બક્ષી. પણ તે કામમાં કશું બચાવી ના શક્યા તે આપણો વાંક નથી? હવે હાથ પગ ચાલતા બંધ થયા અને મોટી ઉંમરને કારણે નોકરી મળતી નથી તો તે તબક્કે તારે આવા અંતિમો પકડવા હોય તો પકડ.. હું તો ચાલ્યો જઈશ ભારત.

બસ થયો ભડકો અને એપારટ્મેંટ બહાર ફેંકાઈ ગયા.

“બસ ચાલતા થાવ…ત્યાં પણ કોણ તમને સંઘરે છે તે હું પણ જોઈશ.”

ધડામ દઈને બારણું બંધ થયું…

અમુલખ રાય જાણતા હતા કે આ ગુસ્સો ઓગળશે ત્યાં સુધીમાં તેમના માનભંગને રુઝારો મળવાની શક્યતા નહોતી.

તેમણે કશું લીધુ નહીં અને ધીમે પગલે બહાર ચાલવા માંડ્યુ ૪૨ વર્ષના લગ્નજીવનમાં કદાચ આ પહેલો પ્રસંગ હતો કે જ્યારે બારણું ધડામ દઈને આટલી જોરમાં અથડાયું હતું.

આ અમેરિકા હતું પણ અમુલખમાં તો એકલું જ ભારત હતું.

આવા નિકાલાને અમેરિકન કાયદાની ભાષામાં ઓબ્સ્ટ્રેક્ષન ઓફ લિવિંગ રાઇટ કહેવાય. તે પણ પોલિસ બોલાવી શકે છે.. માનહાનીનો દાવો કરી શકે છે. પણ આરતી માટે આવું બધું હું કરું? એના કરતા તો ચુપચાપ ચાલ્યા જવું એ ડહાપણનું કામ છે. પગલા સબડીવીઝનની બહાર જવાના ચાલુ થયાને મનોજ ખંડેરીયાની ગઝલ મનમાં ગુંજાવા લાગી.

હાથમાં કારોબાર રાખ્યો તેં,

ને મને બારોબાર રાખ્યો તેં.

એક ડગ છૂટથી ભરી  શકું,

ખીણની ધારોધાર રાખ્યો તેં.

આરતી તેં બરોબર આવું જ કર્યુ હતું ને?

મહેનત કરીને જે કમાયો તે તારા હાથમાં દીધુને તેં કરકસરના નામે માંડ્યા વહેવાર કાપવા..પહેલો નિયમ પૈસા હાથવગા ના જોઇએ…એ પૈસા આપણા નહીં મારા છે. અરે ત્યાં સુધી કે ખર્ચો કરતા પહેલાં મને પુછવાનું. તને પૈસાની સમજ ના પડે.. ભોળા ભગવાન જેવો તું છે તને આખી દુનિયા છેતરવા જ બેઠી છે.

તું ફક્ત પૈસા કમા અને મને આપ..જ્યારે કમાતો હતો ત્યારે તે પૈસા આપ્ણા હતા ને ક્યારે તે આપણામાંથી તારા(આરતીના) થઈ ગયા તેની મને તો હજી આજે જ ખબર પડી જયારે તેં કહ્યું કે પૈસા મારા બચાવેલા છે તેથી તે આપણા નહીં મારા છે સમજ્યો? આરતી આટલી ઉઘાડી લૂંટ? તું કહે છે આખી દુનિયા મને છેતરવા બેઠી છે પણ તે દુનિયામાં સૌથી મોટી લુંટ તું કરી રહી છે તેની મને જાણ આજે જ પડી…ગાય વસુકી ગઈ છે ને? કાઢો હવે.

એક મોટો નિઃસાસો નાખીને એપાર્ટ્મેંટ તરફ નિરાશ નજરે જોયું અને અમુલ્ખ બબડ્યો આરતી તું પણ આમ છેલ્લે પાટલે બેસી ગઈને? તેં પૈસા બચાવ્યા ક્યારે? હું કમાયો તેની કમાણીમાંથીને? ખૈર ભગવાન તારું પણ ભલુ કરે અને આંખમાંથી સરેલા અશ્રુની જેમ મને તું ભુલે…

સબડીવીઝાન પુરું થઈ ગયું હતું. હાઇવે આવી ગયો હતો. ભૂતકાળમાં રહેવું ન હોય તો તેને ભુલવો પડે.. આરતી તને દુઃખો જ જોવાની ટેવ છે અને મને સુખો.. આપણે ૪૨ વર્ષથી એક મેકને છેતરતા રહ્યા છીએ તેવું તને લાગે છે જ્યારે મને તો એવું નથી લાગતું કારણ કે મેં તો તું જેવી છે તેવી સ્વિકારી છે જ્યારે તને વારંવાર હું તારી કલ્પનાનો બાંકો જબરો અને રુઆબદાર અમુલ જોઇએ છે. મેં બહું જ પ્રયત્નો કર્યા પણ તારી કલ્પના એટલી બધી બદલાતી કે હું બદલાઈ બદલાઈને થાકી ગયો. ભલા મને હું જે છું તે રીતે જ સ્વિકારને? પાકા ઘડે કેટલા કાંઠલા ચઢાવ ચઢાવ કરીશ?

ચાલ!

આજે કોઈ પણ આવરણો વિના હું મને મળીશ.

મારી મરજી મુજબ હું મુક્ત ગગને વિહરીશ.

મુક્ત ગગને વિહરવા તૈયાર પંખીને ક્યાં ખબર છે કે ગગન એકલા તેના જેવા પંખીઓથી નથી ભરેલું… તેમાં સમડી અને ગરુડ જેવા પંખીને ખાઈ જનારા પણ છે તો સાપ અને અજગર પણ છે. ઠંડી સાંજ પણ છે અને ધોમ ધખતી બપોર પણ છે. આશરો ખરી ભાષામાં આશરો છે તે જતા મુક્તિની કદીક આકરી કિંમત પણ આપવી પડે છે. શતરંજની બાજીમાં હારતો રાજા બીજી બાજીમાં જીતી પણ શકે છે..રમતમાંથી ઉઠી જનાર ખેલદીલ નહીં હારેલો ખેલાડી જ કહેવાય છે. અમુલખરાય થંભી ગયા. નજીકના ગેસસ્ટેશને ફાઉટંન ઉપર પાણી પીધું અને નજીકના પાર્કીંગ લોટમાં બાંકડે બેઠા અને જાતને પ્રશ્નો પુછવાના શરુ કર્યા..

આરતી ક્યાં ખોટી છે?

તે ક્યાં ખોટી નથી? ભૂતકાળના દુઃખોમાં પડ્યા રહેવું એ કંઈ સારી નિશાની છે? હવે તે સમયે તકલીફો હતી તો હતી તેનું આજે શું છે? આજે તો તે તકલીફો નથીને? તો પછી શા માટે મને ટકોર્યા કરે છે? એના સર્વ દુઃખોનું મૂળ હું? અને એને ધારેલા સર્વ સુખોમાં હું ક્યાંય નહીં? છોકરા ઉછેર્યા તે સમયે રસોઈ કરી તે બરોબર…પણ તે રસોઈનું સીધું સામાન આવ્યું ક્યાંથી? હા. ઘર તે સરસ સજાવ્યુ પણ તે ઘર બન્યુ કેવી રીતે? બેંક લોન ભરી કોણે? તેના બધા પ્રશ્નોના જવાબ મારી પાસે છે. પણ હવે થાકી ગયો તારી બેવડી નીતિથી…તું પણ ઠર અને મને પણ ઠરવા દે. એને ડુસકા આવતાં હતાં.

“અમુલ! કેમ રડો છો?” આરતી તેને ઢંઢોળતા પુછતી હતી.

ઉંઘમાંથી ઝબકીને ઉઠેલા અમુલખ રાય બોલ્યા “હેં! કંઈ નહીં.. હું રડતો હતો?”

“હા જાણે મેં તને કાઢી મુક્યો હોય અને તારે ના જવું હોય તે રીતે રડતો હતો.”

મનમાં ને મનમાં વિસ્મીત થતા અમુલ બોલ્યો “હા, તારું ચાલે તો તું મને કાઢી મુકે તેમા કોઈ શક નથી પણ ૪૨ વર્ષનો પ્રેમ તને અને મને તેમ કરતા રોકે છે. અને આવું સપનું પણ આવે તેથી તો રડવું આવે ?"

“શું?” આરતીએ પુછ્યું.

“કંઇ નહીં" ધીમા અવાજે અમુલખરાયે જવાબ વાળ્યો. અને વિચાર્યુ આ તો સપનું હતું …”યાર! તું તો સપનામાં પણ કેટલી ભયાનક લાગતી હતી?”


Rate this content
Log in

Similar gujarati story from Drama