Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rupali Choksy

Inspirational

2.5  

Rupali Choksy

Inspirational

સ્ત્રીનું અસ્તિત્વ

સ્ત્રીનું અસ્તિત્વ

2 mins
7.3K


ઉંબરે ઊભેલી ઊર્મિનું એકલવાયું મન કોરી ખાતું હતું. આંખના અશ્રુ સુકાઈ ગયા હતા. અચાનક પ્રતીક ‘મમ્મી, મમ્મી’ કહેતો આવીને ભેટી પડ્યો. જૂની યાદોમાંથી બહાર આવી, ઊર્મિ તેનાં આંચલ નીચે સંતાડી વ્હાલ કરવા લાગી. અંદર ઘરમાં દાખલ થતાં જ સાસુએ મહેણું માર્યું, ‘કયારની બહાર ઉભી શું કરે છે? બહાર કેટલાય પુરુષો તારા પર નજર નાખતા જાય છે. કંઈ લાજ શરમ છે કે નહીં? ચાલ કામે લાગ, મારા દીકરાને તો ખાઈ ગઈ. હવે શું વિચાર છે?’

પડોશમાં રહેતો પ્રણય તેના ઘરે બેઠો હતો. તેને જોઈ મનમાં ઉઠતી કસકને તે દાબી દેતી. તે વિધવા છે, એ વિચાર તેને ઝંઝોડી દેતા. તેની બધી ખુશીઓને કોરે મૂકી દેતી. સૂનો અવાજ મન સાથે અથડાઈને પાછો ફરતો. સરલાબેનની વાત સાંભળી પ્રણય દુઃખી થઈ ગયો. તેના હૃદયમાં અજાણી વેદનાનું શૂળ ઉપડ્યું ને ત્યાંથી ચાલ્યો ગયો. તે ઘરે જતાં જ બેચેન બની ગયો. આમતેમ આંટાફેરા મારવા લાગ્યો. તેને સરલાબેનની વાત ખૂંચતી હતી. પતિ મરી ગયો એમાં ઊર્મિનો શું વાંક છે? શું તેને ખુશ રહેવાનો કોઈ હક નથી? કેટલાયે સપનાં સાથે લાવી હશે. તેના સપનાં રોળાઈ ગયા છે. એક સ્ત્રી તરીકે શું તેનું અસ્તિત્વ છીનવી લેવાનું? મા એ પોતાનો દિકરો ગુમાવ્યો તો તેણે પણ તો પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે. જીવનભરનો સાથ છૂટી ગયો તેને સાંત્વના આપવાને બદલે આટલો બધો તિરસ્કાર? ઊર્મિને મળવાનો વિચાર કરી રાતના અંધકારમાં ઉજાસની રાહ જોતો સૂઈ ગયો.

સવારે બજારમાં ઊર્મિને જોઈ. તે શાક લેતી હતી. શાકવાળો તેને વાસનાભરી નજર સાથે જોતો હતો. કેટલાક મવાલીઓ તેની નજીક આવી શાયરી બોલવા લાગ્યા. હવે પ્રણયથી ના રહેવાયું. મવાલીઓને બે- ચાર તમાચા ઠોકી દીધા. તેઓ ગુસ્સે થઈ ગયા. તેને મારવા જતા ઊર્મિ વચ્ચે પડી ને રોકી દીધા. પ્રણય તેનો હાથ પકડી બજારમાંથી ઘરે લાવ્યો. અચાનક જ તેના ઘૂંટણિયે બેસી પરિવારની સામે ઊર્મિને પ્રપોઝ કર્યું!

"કયાં સુધી મૌનને આંસુઓમાં રાખીશું?

ખુશીને ફંફોસ જરા પ્રણયમાં મળીશું."

ઘરમાં બધા અવાચક થઈ ગયા! ઊર્મિ ઉછળતાં હૈયાને કાબૂમાં રાખી દિવાલ પાછળ સંતાઈ ગઈ. ભીતર ખાલીપો હતો. શમણાં તૂટી ગયા હતા, પણ સંજોગોથી વિવશ તેને ખોખલા સમાજની બીક હતી. હોઠ કાંપતા હતા. શું જવાબ આપે પ્રણયને? અચાનક છોકરો દોડીને આવ્યો તે બોલ્યો, ‘તમે બનશો મારી મમ્મીના પપ્પા?’ તેની કાલીઘેલી વાતોથી બધા સ્તબ્ધ થઈ ગયા. ત્યારે સરલાબેનને અહેસાસ થયો કે એક દીકરો તેની માંની ખુશી જાણી શકે છે, ને હું તો એક સ્ત્રી છું અને સાથે માં પણ છું, તો પછી એક સ્ત્રીનાં મનની વાત મારાં હ્રદય સુધી કેમ ના પહોંચી? દરેક સ્ત્રીએ જ પહેલ કરવી પડશે પોતાના અસ્તિત્વને સાબિત કરવા માટે આ પુરુષપ્રધાન સમાજમાં. અને એક સ્ત્રી જ બીજી સ્ત્રીનો હાથ થામી લે તો તેનાં સપનાંઓને કોઈ રોકી શકતું નથી.

સરલાબેન ઊભા થયા. તેણે ઊર્મિનો હાથ લઈ પ્રણયના હાથમાં સોંપ્યો અને પૂછયું, ‘તમે મારી ઊર્મિના પ્રણય બની પ્રતીકના પપ્પા બનશો?’

 

 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational