Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

સોનાર

સોનાર

3 mins
8.0K


શુશીલ જ્યારે સોનારને પરણીને આવ્યો ત્યારે તેના ભાગ્યની ઈર્ષ્યા કરતાં
વિઘ્ન સંતોષીઓ થાકતાં નહી. તે બંને વરઘોડિયાને નજર ન લાગે તેથી
લીંબુ ને મરચાં દર અઠવાડિએ કુસુમબહેન બદલતાં.
 
તેમાં વળી શુશીલને કંપની તરફથી અમેરીકા જવાની તક સાંપડી. સોનારના
આનંદનો પાર ન રહ્યો. સોનારને પણ તેની કંપનીમાં નોકરી મળી ગઈ. ભણેલી
અને સુંદર સોનાર પોતાની આગવી પ્રતિભાથી ખૂબ આગળ નિકળી ગઈ.
ખુશી અને શાનના આગમનથી ઘર પુલકિત થઈ ઉઠ્યું. કિલકિલાટ ભર્યું
ઘરનું આંગણ અને અમેરિકામાં સારી કહી શકાય તેવી બંનેની નોકરી.
 
કુસુમબહેન બંને વખત સુવાવડ કરવા આવ્યા અને લગભગ વર્ષ સુધી રહી
તેમને બાળકો ઉછેરવામાં તન અને મનથી સહાય કરી. ઉનાળાની રજાઓમાં
ભારત બાળકો આવતાં ઘરે ટ્યુશન રાખી જાતજાતની પ્રવૃત્તિઓ કરાવતાં.
સોનારને બીજાં ત્રણ નાના ભાઈ બહેન હોવાથી તેની મમ્મી પાસે થોડો વખત
બાળકો જતાં. મોટે ભાગે કુસુમ બહેન અને પ્રિયકાંતભાઈ તેમને પ્રેમથી જાળવતાં.
 
કહેવાય છે મૂડી કરતાં વ્યાજ વહાલું. ખુશી અને શાન મોટાં થતા ગયા.
હવે તો તેમને રજાઓમાં ભારત જવા કરતાં અંહી કેંપમાં જવાની વધારે મઝા આવતી. આ વર્ષે કુસુમબહેન અને પ્રિયકાંતભાઈ અમેરિકા આવ્યા. સોનાર બહુ ઉચ્ચ હોદ્દા પર પહોંચી ગઈ હતી. શુશીલની પ્રગતી પણ ખૂબ નોંધનીય હતી. ઘરમાં ‘મેઈડ’ દરરોજ આવતી. અઠવાડિયામાં ત્રણેક દિવસ એક ભારતીય બહેન રસોઈ કરવા પણ આવતાં.
 
કુસુમબહેનને કોઈ તકલીફ ન પડે તેનું ધ્યાન સોનાર રાખતી.
ખબર નહી કેમ આ બધું સુખ હોવા છતાં કુસુમબહેનને કંઈક શંકા જતી. શુશીલને વાત કરેતો કહે કે મા હવે તે ખૂબ કમાય છે અને જવાબદારી વાળી નોકરી કરે છે. વળી આ અમેરિકા છે. ‘હું પણ એને કાંઈ પૂછી ન શકું ,કે કાંઇ કહી ન શકું.’ કુસુમબહેન અને પ્રિયકાંતભાઈ તો સ્તબ્ધ થઈ ગયા. સોનાર કદી રાતના આઠ કે નવ પહેલાં ઘરે ન આવતી. જો કોઈ વાર પાર્ટીમાંથી આવી હોય તો બોલ્યા ચાલ્યા વગર પોતાનાં રૂમમાં ભરાઈ જતી અને સવારે ઉઠીને નોકરી પર નિકળી જતી.
 
બાળકો ‘ટીન એજર’ થઈ ગયા હતાં મમ્મી વહેલી મોડી આવે તેની ચિંતા ન કરતાં. દાદા, દાદી હતા તેથી ઘરમાં પણ ગમતું. શુશીલ બાળકો સાથે સમય ગુજારતો. આજે ખુશીનો જન્મ દિવસ હતો. બધાને બહાર જમવા જઈ સિનેમા જોવા જવાનું હતું. સોનાર સવારે કહીને ગઈ હતી કે વહેલી આવશે. સાંજના ‘ડીનર’ પર જવાના સમયે ફોન આવ્યો ‘હું તમને બધાને રેસ્ટોરન્ટ’ પર મળીશ. ખુશી નાખુશ થઈ પણ બોલી નહી. જમી રહ્યા ત્યાં સુધી ‘સોનારે’ દર્શન ન દીધાં. પાછો ફોન આવ્યો ‘સોરી’ હું થિયેટર પર ટિકિટ લઈને તમારી
રાહ જોંઉં છું. ત્યાં પહોંચ્યા ત્યાં ખબર આવ્યા, ‘ટેક્સ્ટ મેસેજ’. શુશીલ માફ કરજે હું મારા સહ-કાર્યકર ,એન્થની વિલ્સન સાથે નાયગરા જવા પ્લેનમાં રવાના થઈ ગઈ છું. મારું પ્લેન રન- વે પર ટેઇક ઓફ્ફ થવાની રાહ જુએ છે.’ કેટલી સુંદર ભેટ માએ યુવાન પુત્રીને વર્ષગાંઠ નિમિત્તે આપી ?
 
શુશીલ પોતાની દીકરી ખુશીને શું જવાબ આપે ?
શુશીલ પોતાના માતા પિતાને શુ કહે ?
શાન જે ખુશી કરતાં ૩ વર્ષ નાનો છે તેને કેમ કરી સમજાવે!


Rate this content
Log in