Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Irfan Juneja

Inspirational Others

3  

Irfan Juneja

Inspirational Others

સોફ્ટવેર એન્જિનિઅરની સફર-૧

સોફ્ટવેર એન્જિનિઅરની સફર-૧

7 mins
7.1K


લીંકએડીન ખોલીને પોતાના પ્રોફેસનલ કોન્ટેક્ટસના અપડેટ્સ ચેક કરી રહેલા શાહિદ ની નજર લીંકએડીનના મેસેજ બોક્સ પર પડી. ઘણા લોકોની બર્થડે વિશની સાથે સાથે ન્યૂ જોબના કૉંગ્રેટ્સના મેસેજ હતા. બધાને થેન્ક્સ કેહતા કેહતા એને એક મેસેજ જોયો.

"હાય"

શાહિદ એના મેસેજને જોઈ તરત એના પ્રોફાઇલને ખોલ્યું. નામ સોની પટેલ, સાયબેઝ ઇન્ફોટેક નામની કંપનીમાં સોફ્ટવેર એન્જિનિઅર તરીકે કામ કરતી સોનીને પોતેજ કોન્ટેક્ટ રિકવેસટ મોકલી હતી એ યાદ આવ્યું. બંને એક જ ટેકનોલોજીમાં કામ કરતા હોવાથી કદાચ સોનીએ એની રિકવેસટ એક્સેપ્ટ કરી હશે. પણ આ હાય વાળો મેસેજ કેમ..? શાહિદ મનોમન વિચારી રહ્યો હતો. લીંકએડીનના આટઆટલા કોન્ટેક્ટમાં કોઈ છોકરીએ પેહલી વાર "હાય.." મેસેજ લખવાથી થોડો વિચારમાં પડેલા શાહિદ એ આખરે સોનીને મેસેજ કરી જ દીધો.

"હાય"

"તમે જાવામાં કામ કરો છો ?" શાહિદ એ મેસેજમાં પૂછ્યું.

"હા, હું જાવામાં કામ કરું છુંને તમે ?"

"હું પણ, તમારો ખુબ ખુબ આભાર મને પોતાના આ પ્રોફેશનલ કોન્ટેક્ટમાં એડ કરવા."

"યોર વેલકમ"

"સારું સોનીજી તો આપણે પ્રોફેશનલ ફ્રેન્ડ બની સકીયે ?" શાહિદ એ પ્રશ્ન કર્યો.

"હા, ઓકે"

સોની સાથે બસ આટલી જ વાત થઇ કે શાહિદ હવે આ વાતને લઈને વિચારોના વંટોળમાં ખોવાઈ ગયો. એ વિચારવા લાગ્યો કે 'આ પેહલી છોકરી છે જે એને બહુ સારી રીતે જવાબો આપી રહી છે. અને પ્રોફેશનલ ફ્રેન્ડ બનવાની પણ હા પાડી. મારી અત્યારની કંપનીનો ગ્રોથ પણ નથી ને વાતાવરણ પણ સારું નઈ તો શું હું સોનીની કંપનીમાં ટ્રાન્સફર લઇ લઉ તો કેવું રે..' એ વિચારી શાહિદ ફરીથી એનું પ્રોફાઇલ ખોલીને બધી માહિતી જોવા લાગ્યો. ગૂગલ પર જઈ એને સાયબેઝના પ્રતિભાવ જોયા. સ્ટાફ મોટી સંખ્યામાં હતોને સાથે સાથે ત્યાં કામ કરી રહેલા લોકો અને જેમને તે કંપની છોડી હતી એ લોકોના પણ પ્રતિભાવ સારા હતા. આ બધી જ માહિતી જોઈને શાહિદ એ પણ ત્યાં ટ્રાન્સફર લેવાનો વિચાર કર્યો.

સવાર પડી શાહિદ રાબેતા મુજબ સવારેછ વાગે ઉઠ્યો. સવારે નહીધોઈ ને તૈયાર થઇને શાહિદ એ કુરઆનનો એક ભાગ "યાસીન સરીફ"નો પાઠ કર્યો. ત્યાં સુધીમાં રૂમમાં પોતાની સાથે રહેલા અજય, પ્રશાંત, સ્મિત અને સત્યમ જાગી ગયા. એ લોકો પણ વારા ફરીથી ફ્રેશ થવા લાગ્યા.

"સ્મિત તમે લોકો તૈયાર થઇ જાઓ હું બધા માટે મહાકાળીએથી ચા નાસ્તો લેતો આવું.."

"હા ભાઈ જલ્દી જા અમે તો ફટાફટ રેડી થઇ જશું." સ્મિત એ આંખો ચોળતા ચોળતા જવાબ આપ્યો.

શાહિદ મહાકાળી ટી સ્ટોલ પર પહોંચ્યો. ને ત્યાં ઉભેલા રાજસ્થાની કાકા ને કહ્યું

"અંકલ ચાર પૌઆ ઝીણી મોટી સેવ મિક્સ અને લીંબુ મુકવાનું ભૂલતા નઈ અને ચાર ચા પાર્સલ.."

"ઓકે થોડી વાર સાઈડમાં બેસો પાર્સલ રેડ્ડી થાય એટલે કહું.."

થોડીવાર પછી કાકા એ પાર્સલ આપ્યું ને શાહિદ કાકાને પૈસા આપીને રવાના થયો. રૂમ પર પહોંચતા દરવાજો ખખડાવ્યો સત્યમ એ દરવાજો ખોલ્યો. બધા ફ્રેશ થઇ ગયા હતા ને સવારની રોજિંદી ક્રિયામાં વ્યસ્ત હતા. અજય પોતાની સી.એ. ફાઇનલની તૈયારી માટે સવારમાંજ પોતાના બેડ પર બુક, નોટ ને કેલ્સી લઈને બેસી ગયો હતો. સ્મિત એની નવી બનેલી ફ્રેન્ડ મોના સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. પ્રશાંત રોજની જેમ જ સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યો હતો. સત્યમ ધી હિન્દુ ન્યૂઝ પેપર વાંચી રહ્યો હતો. શાહિદના આવતાજ બધા પોતાનું કામ છોડીને સ્મિતની બેડ પર કુંડાળું વળીને બેસી ગયા. પ્રશાંત પણ પાઠ પૂરો કરી કૃષ્ણ ભગવાનની છબી અને સરસ્વતીમાની મૂર્તિ સામે નતમસ્તક કરીને સ્મિતની બેડ પર આવ્યો. હવે બધા નાસ્તો કરવા લાગ્યા. અજય એ બોલિવૂડના ન્યૂ સોન્ગસ ફોનમાં મોટા અવાજે ચાલુ કર્યાં. બધા નાસ્તો કરતા કરતા ખુબ જ એન્જોય કરી રહ્યા હતા.

દસ વાગ્યા વાગ્યા હવે દરેક પોતાના કામ માં જાવા નીકળી રહ્યું હતું. પ્રશાંત અને શાહિદ આઈ.ટી. કંપનીમાં કામ કરતા હતા એટલે એ બને એ સૌ પેહલા રૂમ છોડ્યો. ત્યારબાદ સ્મિત અને અજય પોતાના સી.એ.ના ક્લાસ માટે નીકળ્યા. સત્યમ યુ.પી.એસ.સી.ની તૈયારી કરતો હતો એટલે એને બપોરે બાર વાગે ક્લાસમાં જવાનું હતું.

શાહિદ ઑફિસ પહોંચ્યો. પણ જાણે આજે એનું મન નહોતું લાગતું એને વારંવાર મગજમાં સોનીની જ વાતો યાદ આવતી. 'શું હું સોનીની ઑફિસમાં ઇન્ટરવ્યુ આપી આવું ? એ કંપની સારી તો હશે ને અહીં જેવું તો નહિ હોય ને ? ત્યાં મને અહીં જેવા મિત્રો મળશે ?' આવા અઢળક સવાલો સાથે એ આજે વિચારોમાં જ ઘેરાયેલો હતો.

"શાહિદ, આજે સુ ટાસ્ક છે તારી પાસે ?" પાછળથી અવાજ આવ્યો. શાહિદ એ ફરીને જોયું તો એ શનિ હતો.

"હાય શનિ ગુડ મોર્નિંગ ભાઈ, શું સવાર સવારમાં ટાસ્ક ટાસ્ક કરે છે ?"

"અરે આજે ક્લાઈન્ટને ડેમો આપવાનો છે મારે ને પંદરેક જેવા ઇસ્યુ છે, જો તારે કામ ના હોય તો હું તને પાંચ-સાત આપી દઉં."

"હા, શનિ આજે કઈ ખાસ કામ નથી. બસ લાલા જોડે થોડું ટેસ્ટિંગ કરવાનું છે અને થોડા જી.યુ.આઈ.ના ચેન્જીસ છે."

"ઓકે તો હું સર ને વાત કરી દઉં છું તું પેલા આ પ્રાયોરિટીમાં લેજે."

"ઓકે શનિ, થઇ જશે ભાઈ, મોજ કરને."

આમ જ કામ કરતા કરતા સાંજ પડી હવે સાડા સાત થઇ ગયા હતા. શાહિદ પોતાનું કમ્પ્યુટર બંધ કરીને પંચ આઉટ કરવા લાઈનમાં ઉભો હતો. તેનો વારો આવતા જ પંચ આઉટ કરીને નજીકના એ.એમ.ટી.એસ. સ્ટેન્ડ પાસે પહોંચ્યો. ૧૪૩ નંબરની બસ આવી શાહિદ એમાં બેસી ને પોતાના પી.જી. એ પહોંચ્યો. સ્મિત, અજય અને સત્યમ રૂમ પર આવી ગયા હતા. શાહિદ રૂમ પર પહોંચીને સ્મિત સાથે હાય ફાઈવ આપી અને થોડી વાર પોતાની બેડમાં એમ જ સુઈ ગયો. લગભગ પંદર એક મિનિટમાં પ્રશાંત પણ રૂમ પર આવી ગયો. હવે પ્રશાંત અને શાહિદ ફ્રેશ થઇ નાઈટ ડ્રેસ પહેરીને તૈયાર થઇ ગયા. સ્મિત, સત્યમ ને અજય પણ તૈયાર જ હતા. પાંચેય જણ ચાલતા ચાલતા હરિ ૐમાં જમવા ગયા. જમતા જમતા એક બીજાએ આખા દિવસમાં શું કર્યું એ જાણવાનું ચાલુ કર્યું.

"શાહિદ યાર આજ તો કલાસ મેં મજ્જા આ ગયા. એક નયી લડકી આયી હે. ક્યાં ગજબ લગ રહી થી યાર." અજય બોલ્યો, અજય હિન્દી ભાષી હતો. મઘ્યપ્રદેશના એક નાના તાલુકાથી એ અહીં અમદાવાદ સી.એ.ના ક્લાસ કરવા આવ્યો હતો.

"દેખ અજય ફાઇનલ હે ઇસલિયે પહેલે સી.એ. બનજા , ફિર તો લડકીયો કી લાઈન લગે ગી." શાહિદ એ થોડું મલકાતાં જવાબ આપ્યો.

"હા વો બાત તેરી સહી હે. પર સાલે તેરી તો મંગની હો ચુકી હે ઇસલિયે તું ઐસી સલાહે દેતા રેહતા હે." અજય આટલું બોલતા જ બધા હસવા લાગ્યા.

"સ્મિત તારું કેટલે પહોચ્યું ? મોના જોડે રોજ લાગેલો જ હોય સે ?" સત્યમ એ સ્મિત ને કટાક્ષ માં પૂછ્યું..

"અલા ટોપા તું શાંતિ રાખ વી આર જસ્ટ ફ્રેન્ડસ."

"જસ્ટ ફ્રેન્ડસ છે તો પણ રાતના ત્રણ વાગ્યા સુધી વાતો જ ઠોકતો હોય, તો વધુ હોત તો શું કરત ?" પ્રશાંત એ શોટ માર્યો.

"અલા એ મને સમ્સ શિખવાડતી હોય છે. મારે શરૂઆતના લેક્ચર મિસ થયા હતા ને એટલે."

"તું હજી બનાય અમને. તારી વાતો પરથી કે તારા ચેહરાના હાવભાવ પરથી તો એવું ક્યારેય ના લાગ્યું કે તું કંઇક શિખતો હોય." પ્રશાંત એ ભાર દઈને કહ્યું.

"ચાલો છોડો હવે જલ્દી જમો મારે કાલે ટેસ્ટ છે." સ્મિત એ વાત કટ કરતા કહ્યું.

એમ કરતા કરતા પાંચેય જમીને રૂમ એ પાછા આવ્યા, શાહિદ પાછો પોતાના એ જ વિચારો લઈને બેસી ગયો, એને લીંકએડીન ખોલ્યું. સોની એ આપેલા જવાબ "હા ઓકે"થી આગળ કેમ વધવું એ જ વિચારી રહ્યો હતો.

"થેન્ક્સ સોની જી. મને તમારો પ્રોફેસનલ ફ્રેન્ડ બનાવવા માટે." ઘણા વિચારો કરીને શાહિદ એ આ મેસેજ મોકલી જ દીધો..

"યુ આર વેલકમ." સોની પણ ઓનલાઈન જ હતી તો તરત જવાબ આવ્યો.

"સેલ વી ટોક ઈન ગુજ્જુ ?.." શાહિદ એ પૂછ્યું.

"હા કેમ નઈ." સોની એ તરત જવાબ આપ્યો.

"મારી આ કંપનીમાં સારું નથી, અહીં ટીમ પણ નાની છેને જાવામાં પ્રોજેક્ટ પણ સારા નઈ. તમારી કંપનીમાં કેવું છે ?"

"અહીં પણ ટીમ નાની જ છે જાવામાં તો પણ આખી કંપનીમાં ૫૦૦૦ એમ્પલોયી છે. અને એમ.એન,સી. છે એટલે વાતાવરણ પણ સારું છે."

"તમને જો એતરાજ ના હોય તો એક વાત પૂછું ?"

"હા પૂછો ને.." સોની એ તરત જ જવાબ આપ્યો.

"તમે મારી એક મદદ કરી શકશો ? મારે કંપની ચેંજ કરવી છે તો તમારી કંપનીમાં જગ્યા હોય તો મારુ ઇન્ટરવ્યુ કરાવી શકો ?"

"હા, હાલ અહીં જગ્યા ખાલી છે. તમે મને મારા ઇમેઇલ આઈ ડી પર તમારું રીસ્યુમ મોકલી આપો."

"હા, સારું હું મોકલી આપીશ, તમારું મેલ આઈ ડી?"

સોની એ પોતાનું મેલ આઈ ડી આપ્યું, શાહીદ એ પોતાનું રીસ્યુમ શેર કર્યું. સોની એ એને પોતાના એચ.આર.ને મોકલ્યું. બીજા જ દિવસે બપોરે દોઢ વાગે શાહિદને સાયબેઝ ઇન્ફોટેકમાંથી ફોન આવ્યો.

"હેલો મી. શાહિદ આઈ એમ વિરાટ કોલિંગ ફ્રોમ સાયબેઝ ઇન્ફોટેક, વી ગોટ યોર રીસ્યુમ. ઇફ યુ હેવ ટાઈમ વી કેન ડિસ્કસ ફ્યુ પોઇન્ટસ નાઉ."

"ઓકે સર, આઈ એમ અવેલેબલ ફોર નેક્સટ ફીફ્ટીન મિનિટ.."

"ટેન્કસ શાહિદ, હાઉ મચ ટોટલ એક્સપિરિઅન્સ ઈન જાવા, વાય યુ આર ચેન્જ કરંટ કંપની એન્ડ વિચ ડેટ ઇસ સુટેબલ ફોર ઇન્ટરવ્યુ?"

"સર, આઈ હેવ વન ઈઅર ઓફ એક્સપિરિઅન્સ ઈન જાવા. આઈ વોન્ટ ટુ ચેંજ કંપની બીકોઝ હિઅર વેરી સ્મોલ ટીમ ઓલ્સો નોટ એની ગુડ પ્રોજેક્ટસ. એન્ડ આઈ એમ અવેલેબલ ઓન ૨૨ નવેમ્બર"

"ઓકે શાહિદ થેન્ક્સ ફોર યોર વેલ્યુએબલ ટાઈમ, આઈ એમ સ્કેડ્યુલિંગ ઇન્ટેરિયું ઓન૨૨ નવેમ્બર , ૧૧:૦૦ ઈન મોર્નિંગ."

"ઓકે સર, થેંક્યું."

શાહિદ એ વાત પુરી કરીને ફોન મુક્યો. શાહિદને હવે એક ખુશી હતી કે આ કંપનીમાંથી હવે બીજે જવા મળશે અને એની લીંકએડીન માં બનેલી પ્રોફેશનલ ફ્રેન્ડને રૂબરૂ જોવા પણ મળશે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational