Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Abstract Drama Inspirational

3  

Pravina Avinash

Abstract Drama Inspirational

ખુલ્લી આંખે

ખુલ્લી આંખે

3 mins
7.0K


આજનો દિવસ આવે અને મારાં મોટાઈની યાદ ન આવે એ જ નવાઈ ગણાય. ખુશીનાં સમાચાર તો એ છે કે જે દિવસે ફાધર્સ ડે છે એ દિવસે મારો જન્મ દિવસ પણ છે. આપણાં ગુજરાતી મહિનાં પ્રમાણે.

નાનપણમાં જ્યારે વર્ષગાંઠ આવે ત્યારે મમ્મી સરસ મજાની રસોઈ બનાવે. સાંજનાં અચૂક મંદિરમાં દર્શન કરવાં લઈ જાય. એક વાત ખાસ યાદ રાખવાની શ્રીજીબાવા પાસે કશું માગવાનું નહીં. માત્ર કૃપા શ્રીજીબાવા દર્શાવશે.

પિતા અને માતા બન્ને એકબીજાનાં પૂરક છે. તેથી તો આપણે હરખભેર ગાઈએ છીએ, “ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ”. પિતાની છત્રછાયામાં બાળપણ કેટલું સુરક્ષિત હતું. આજે યાદ આવે છે આને આંખો ભરાઈ જાય છે. પિતા દીકરા તેમજ દીકરી બન્નેને સરખો પ્યાર આપે છે. મને યાદ છે, મારાં ભાઈને શાળાની પિકનિક પર જવાં દેતાં મને નહીં. તે વખતે ગુસ્સો આવતો પણ આજે અનુભવું છું કે મારી સુરક્ષા માટે હતું. આજે જ્યારે “ઉઘાડે છોગે દીકરીઓનાં રેપ થાય છે”. ત્યારે મનમાં પ્રશ્નોની ઝડી વરસે છે.

ક્યાં છે તેમનાં પિતા?

ક્યાં છે તેમનું રક્ષણ કરનારાં?

કેવી રીતે આવા દરીંદા ‘રેપ’ કરી સમાજમાં ફરી શકે છે?

ચાલો આજનાં દિવસે આવાં લોકોને યાદ કરી તેની મહત્વતા ઘટાડવી નથી. જમાનો ખૂબ ઝડપથી વિચારસરણી બદલી ચૂક્યો છે. ગમે તે હોય, દરેક પિતા પોતાનાં બાળકોને ખૂબ ચાહે છે. તેમની સલામતી ખાતર જાનની બાજી રમવા તૈયાર છે.

મારાં બાળકોનાં પિતાએ પોતાનો પ્રેમ ખૂબ સુંદર રીતે વરસાવ્યો હતો. જેને પરિણામે બન્ને બાળકો પિતાને ઈશ્વર તુલ્ય માને છે. મારાં પતિનાં પિતાજી તેમની નાદુરસ્ત તબિયતને કારણે આ સુખથી થોડા વંચિત હતાં. છતાં તેમનાં દિલમાં પિતા પ્રત્યે અપાર લાગણી હતી.

બચપનની તોફાની રાણીનાં બધાં તોફાન મારાં મોટાઈ હસતે મોઢે સહી લેતાં. બાળકો લઈને વિલેપાર્લાથી આવતી તો સ્ટેશન પર ગાડી લઈને મારી રાહ જોતાં ઉભાં હોય.

મજા તો મને ત્યારે આવતી, મોટાઈ પાસેથી પૈસા તફડાવવાનાં અને હિસાબ નહીં આપવાનો. બહારગામ ધંધા માટે જાય ત્યારે દરવાજામાં ઉભા રહેવાનું, ‘દાપુ આપો નહિતર જવા નહીં મળે’. પાછા આવે ત્યારે પહેલો સવાલ, 'અમે બન્ને બહેનો માટે શું લાવ્યા?' આવી બાળપણની મીઠી યાદો હવે ક્યાં સુધી હ્રદયમાં સંગ્રહી રાખવાની? બહોત ગઈ ને થોડી રહી. મોટાઈ ‘બોનસનું' જીવું છું. તમારાં આશિર્વાદથી સંસાર સુખી છે.

બાળપણની તમારી શિક્ષા અને પિતાનું નામ રોશન કરવાની તમન્નાએ આજે જીંદગીમાં સંતોષની લાગણી અનુભવી રહી છું. મોટાઈ, આજે લખવાં બેઠી છું, તો પાછી, નાની થઈ ગઈ છું. ભૂલી ગઈ કે પરિવારમાં બે દીકરા, વહુઓ અને પાંચ બાળકો છે. હકીકત છે, પણ મન માનવા કબૂલ નથી થતું. આંગણામાં રમતી હોંઉ એવાં ભાવ હ્રદયમાં વહી રહ્યા છે.

ફેલોશિપમાં જતી હતી. કિશન ડ્રાઈવર ગાડીમાં મૂકવા આવતો હતો. વરંડામાં બેસી, અરબી સમુદ્રનાં મોજાઓનો સંગ માણી રહી છું. આજે પણ દરિયો જોઈ પાગલ બની જાંઉ છું. કેમ ન બનું, દરિયાને કિનારે બાળપણ ગુજર્યું હતું.

પતિનાં પિતાજી, બાળકોનાં પિતા અને બાળકો જેઓ પોતે પણ ખૂબ સહ્રદયી પિતા છે. સહુને પ્રેમ ભરી યાદ અને પ્રણામ. બાળકો પર ગર્વ છે, પિતા તરીકે લાજવાબ છે.

આ જીંદગી ક્યાંય હાથતાળી દઈને પસાર થઈ ગઈ. બસ અંતિમ મુકામની રાહ જોતી સ્ટેશન પર બેઠી છું. આગળ નિકળી ગયેલાં બધાં મુસાફરોને મળવાની મુરાદ છે! મોટાઈ તમારાં ચરણોમાં વંદન.


Rate this content
Log in

Similar gujarati story from Abstract