Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

3  

Vishwadeep Barad

સજ્જન સંત ?

સજ્જન સંત ?

3 mins
14K


‘સૌરભભાઈ જેમને નાનું બાળકથી માંડી ગામના સૌ વ્યકતિ ‘અંકલ સેમ’ થી ઓળખે અને સૌના હ્ર્દયમાં ઘર કરી એક અલૌકિક ભાવના અને નિસ્વાર્થ પ્રેમની જ્યોત જગાવી સ્વર્ગ સિધાવી ગયાં. પણ ખરેખર એ ગયાંજ નથી. એક એકના દિલમાં વસી ગયેલી વ્યક્તિ કદી મરતીજ નથી.એની પ્રમાણિકતા, અતુટ પ્રેમ-ગંગા, સૌ પ્રત્યે એક સરખી લાગણીની સરિતા, નિસ્વાર્થ માનવ સેવા આ બધા એમના સદગુણો હતાં. સદાય આપણને યાદ રહેશે. એમની મહાનતા એક યાદ રૂપી મંદીરમાં સદેવ એક અમર જ્યોત બની જલતો રહેશે.

મારા કર્મચારી કરતાં ‘મિસ્ટર સેમ’ મારા પિતા સમાન હતાં. મે એક પિતા ગુમાવ્યા છે. આજ ફ્યુનરલમાં એમને ચાહનારા ૨૦૦થી ૩૦૦ સ્ત્રી અને પુરુષો આખરી વિદાય આપવા હાજરી આપી હતી. હું એક પણ શબ્દ આગળ બોલી ના શક્યો ગળગળો થઈ મારી ખુરસી પર બેસી ગયો.

સૌરભભાઈ ૨૦ વર્ષથી મારી મોટલ “હાઈવે હેવન”મા મેનેજર તરીકે જોબ કરતાં હતાં. વૉશિંગ ડીસીથી અહીં ટેક્ષાસમાં મુવ થયા હતાં. એમના કમનસીબે એમની પત્નિ કાર એકસીડન્ટમાં મૃત્યું પામી હતી. એકલાં પડી ગયાં ! જ્યારે તેમણે મને એમના કુટુંબ વિશે વાત કરી મને અરેરાટી થઈ ગઈ હતી. મેં એમને જોબ આપી. આ દુઃખી જીવડાને મેં કદી કોઈ એમનાં કુટુંબ વિશે આગળ ચર્ચા કરી એમને દુઃખ ના થાય તેની તકેદારી રાખી હતી. એમનો માયાળું તેમજ હસમુખા સ્વભાવને કારણે એ આવ્યા બાદ મારી મોટલ બહુંજ સારી ચાલવા લાગી. મારી મોટેલ હાઈવે-૧૦ પર હતી અને અમારા ગામની વસ્તી માત્ર ૫૦૦૦નીજ હતી. મારા કરતા પણ અંકલ સેમ(સૌરભભાઈ)ને સૌ વધારે ઓળખતા હતા.

એ એટલાજ પ્રમાણિક હતાં કે મારે કેશ-બીઝનેસ કે કોઈ પણ હિસાબમાં કદી કોઈ ગોટાળા કરતા નહી. તેમજ એક પણ પૈસો ખાવાની આદત પણ નહી. એમનો હિસાબ સો ટચ સોના જેવો ચોખો. બધુંજ કામ જાતે કરે. મારો બિઝનેસ એમનેજ લીધે ઘણો સારો એવો વધી ગયો મે અમનો પગાર વધારી આપ્યો તો કહે, '

ના મને જે પગાર મળે છે તે મારા માટે પુરતો છે અને મારે કોઈ-આગળ પાછળ છે નહી તો વધારે પગાર લઈને હું શુ કરીશ ?’ આવા કર્મચારી મોટેલ બીઝનેસમાં મળવા મુશ્કેલ છે. કોઈવાર મોટલમાં રૂમ સાફ કરવા એમ્પલોઈ ના આવે તો એ ખુદ રૂમ સાફ કરી નાંખે ! દિવાળી-કે ક્રિસમસમાં સૌ બાળકોને ગીફ્ટ આપવાનું તેમજ કેન્ડી આપવાનુ કદી પણ ભુલે નહી. નર્સિંગ હોમમાં જઈ સૌને ક્રિસમસ ગીફટ આપે. આપણા સૌ ઈન્ડીયનથી માંડી એમરિકનમાં એ માનીતા. અંકલસેમ... સૌને માટે એક ફરિસ્તા સમાન અને એક સીધા-સાદા સંત હતાં.

“ડો.મેક-ડોનાલ્ડે કહ્યું..મિસ્ટ સેમ તમારું... લોહી તપા સતા ખબર પડી છે કે તમને પ્રોસ્ટેટ કેન્સર છે. ત્યારે સૌરભભાઈએ ડોકટરને હસતાં હસતાં કહ્યું કહ્યું હતું. ‘ડોકટર સાહેબ હવે ૬૫ થયાં. સંધ્યાની સવારી પાછળ યમર્ની યાત્રા આવે તો હવે તો વધાવવીજ જોઈએને ?'

મને પણ ઘણોજ આઘાત લાગ્યો. કેન્સર હોવા છતાં રોજ સમસર પોતાની ફરજ પર હાજર હોય. માત્ર ઑપરેશન સમય પછી ડોકટરના કહ્યાં મુજબ માત્ર ત્રણ વીક આરામ કરી પાછા. મોટેલ સંભાળવા લાગ્યાં. મે ઘણીવાર કહ્યુ હતું કે સૌરભભાઈ આપણે એક આસિટ્ન્ટ મેનેજર રાખી લઈએ જેથી તમને થોડો બ્રેક મળી જાય.

‘ના ના આવા કોઈ ખોટા ખર્ચ કરવાની જરૂર નથી..મને હવે ઘણુંજ સારૂ છે.’ અંદરથી ઘણીજ પીડા થતી હશે પણ હંમેશા એમનુ મોં હસતું જ હોય !

કેન્સર બાદ માત્ર છ મહિનાંમાંજ ઈશ્વરને વ્હાલા થઈ ગયા ! એમના સ્વર્ગવાસને આજ ત્રણ મહિના થઈ ગયાં પણ એમની ખોટ અને યાદ મોટેલની એક એક રૂમમાં ‘અંકલ-સેમ” ના પડઘા પાડતી પથરાયેલી છે. મને પણ એમના જેવી બીજા વ્યક્તિ મળી નથી. એ વિચારોમાં હેલ્પ-ડેસ્ક પર બેઠો હતો ત્યાં ત્રણ જણ એક પૉલીસ ઓફીસર અને એમની સાથે પ્રાઈવેટ ડ્રેસમાં એફ.બી.આઈના ઓફીસર આવ્યા અને તેમનું આઈ.ડી બતાવી મને કહ્યું.

‘અમને ખબર પડી છે કે મિસ્ટર અંકલ સેમ અહી કામ કરે છે.’

‘પણ એ તો…’

હું આગળ બોલું તે પહેલાંજ તેમણે કહ્યું, 'અંકલ સેમ” (સૌરભ) એ એમનું બનાવટી નામ છે. એમનું સાચું નામ ”શ્યામલાલ સોમાણી” અને અમો તેમને છેલ્લા વીસ વર્ષથી શોધી રહ્યાં છીએ.. .'

'કેમ ?'

'તેમની પત્નિના ખુનના આરોપ માટે !'

શું એક માનવતાવાદી સંત જેવા સજ્જન આવું કૃત્ય કરી શકે ? શામાટે ?


Rate this content
Log in