Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mahebub Sonaliya

Others Romance

3  

Mahebub Sonaliya

Others Romance

એક્સિડન્ટ : પ્રેમના પગલાં -૧૫

એક્સિડન્ટ : પ્રેમના પગલાં -૧૫

6 mins
14.8K


દોમીનોઝ્નું ફર્નીચર ફેન્સી હતું. પરંતુ કોઝી ન હતું. સન્ડે હોવાથી લગભગ બધા જ ટેબલ બૂક હતા. મને એકલો તથા ખાલી ટેબલ સાથે જોઈને ઘણા લોકો વારે ઘડીએ પૂછતા હતા કે તેઓ મારી જગ્યાએ બેસી જાય પરંતુ મારો એક જ જવાબ હતો. 'હું કોઈ ની રાહ જોઈ રહ્યો છું. તે આવતી જશે.'

આ સાંભળી તે લોકો પાછા ચાલ્યા જતા. કદાચ મનમાં કહેતા હશે કે 'આ માણસ ખાલીખમ બેઠો છે. તેની સાથીદાર આવે ત્યાં સુધીમાં તો અમે જમીને પણ ચાલ્યા ગયા હોત' આ ફીલ સોરી અબાઉટ ધેટ. પણ જો હું લોકસેવામાં એકવાર પણ આ ટેબલ ખાલી કરી આપું ને તો પછી મને ટેબલ ક્યારે મળે તે તો ઈશ્વર જ જાણે.

ઘણા ઇન્તેજાર બાદ જેમ વરસાદના ઠંડા-ઠંડા ટીપા ખુબ મજા આપતા હોય છે તેમ મારે સિમ્પલના આવવાની રાહ જોવાની હતી. મારા મનમાં એવો પણ ભય હતો કે કદાચ આવશે જ નહીં. કારણ કે હું તો તેના માટે સ્ટ્રેન્જર જ હતો. કદાચ તેણે મારુ દિલ રાખવા માટે ખોટે ખોટી હા પાડી દીધી હોઈ. અને જો એવું હશેને તો આ રાહ જોઈ રહેલા લોકો મને જોખી જોખીને ગાળો આપશે. જોકે બધું આપણા વિચારવા પ્રમાણે જ થાય એવું પણ નથી. બીચારી કોઈ કામમાં ફસાઈ ગયી હશે. કદાચ એવું પણ બને કે તેને સાવ ભૂલાઈ જ ગયુ હોય.

કેટલીબધી અટકળનો અંત માત્ર એક બારણું ખૂલતાં જ આવી ગયો. સિમ્પલ ખરેખર સિમ્પલ પરિધાનમા અતી સુંદર લાગી રહી હતી. તેણે સાવ સરળ શણગાર કર્યો હતો. બ્લુ કલરની પંજાબી કુરતી અને લાલ પ્લાઝા ટ્રેડીશનલ કપડા છતાં શરીર પર કોઈ જ ઓર્નામેન્ટ નહીં. પ્રેવેશ કરતાંની સાથે તેણે બધાં ટેબલ પર નજર ફેરવી અને તેનું ધ્યાન મારી તરફ જતાં તેણે વેવિંગ કર્યું. આવતાની સાથે જ તેણે મોડા આવવા બદલ માફી માંગી અને જસ્ટિફિકેશન પણ આપ્યો અને મેં કહ્યું એની કોઈ જરૂર નથી. આફ્ટર ઓલ મારી પહેલી ડેટ છે એટલો તો ઇંતજાર વાજબી છે.

અમે ઓર્ડરની રાહ જોઈ રહ્યા હતા અને બીજા ટેબલની રાહ જોઇ રહેલા લોકો અમને બંનેને જોઈ રહ્યા હતા. એક માણસ તો મારા કાનમાં આવીને કહી ગયો કે તે આ છોકરી માટે અમને રાહ જોવડાવી તે ૧૦૦% યોગ્ય છે. સિમ્પલે મને ઇશારાથી પૂછ્યું કે તે વ્યક્તિ શું કહે છે પરંતુ માત્ર સ્માઈલ કરી.

"હા, અબ કુછ બોલો ભી." સિમ્પલે આઈસબ્રેકિંગનું કામ શરૂ કર્યું.

"થેંક યુ." મેં કહ્યું.

"કિસ ચીઝ કે લિયે?"

"બીકોઝ યુ આર માય સેવીઅર" મેં હસતા હસતા કહ્યું.

"ફોર્ગેટ ઇટ.. ઈટ્સ ઓકે, "

"આપ કાફી યંગ હો. ડોન્ટ યુ થીંક સો? યુ આર ટૂ યંગ ટૂ ગેટ મેરેજ."

"મુજે પતા હૈ, લેકિન આઈ હેવ ટૂ ડુ ધીસ." તેણે કહ્યું.

"ઐસા ક્યુ?" મેં કહ્યું.

"દેખો યાર તુમ બુરા મત માનના લેકિન મેં અબ ઐસે ફેસ સે ગુઝર રહી જહાં મેરી ઇચ્છાએ કોઈ માયને નહીં રખતી."

"ઓર્થોડોક્સ ફેમીલી?"

તેણે મારા સવાલનો જવાબ આપવાને બદલે પોતાની વાત ચાલુ રાખી.

"મેને કલ રાત તુમ્હારી પ્રોફાઈલ દેખી થી. આઈ હેવ ટૂ સે ધેટ યુ આર બેસ્ટ પર્સન. યુ કેન બી બેસ્ટ હસબન્ડ ફોર એની લકી ગર્લ. ઔર મુઝે તો યકીન નહીં હોતા યે પ્રોફાઈલ તુમને નહીં બનાઈ હૈ. બલકે તમારી ફ્રેન્ડને બનાઇ હૈ. વો તુમ્હારે બારે મેં સબ કુછ જાનતી હૈ."

"હા વો તો હે ઇસી લિયે તો વો હમ પર નજર રાખે હુએ હૈ." મેં કહ્યું

"વ્હોટ ઈસ ટૂ મચ યાર, કહા પર?"

"વો સામને એલ.જી. કા શોરૂમ દીખ રહા હૈ વહાં સે હી વો હમે દેખ રહી હોગી."

"ઓ.કે. ઉસે હમ પર નજર રખને દો, મેં તુમ્હે કુછ કહેના ચાહતી હું મતલબ કુછ દીખાના ચાહતી હું." તેણે કહ્યું.

"નહી અભી નહીં બાદ મેં પહેલે પીઝા." મેં કહ્યું .

તેણે પીઝા પાઈ ઉપાડી બોલવાનું શરૂ કર્યું .

"ક્યા તુમ યે દેખ રહે હો?" તેણે મને તેની આંગળી પર ચમકી રહેલી ડાયમંડની રિંગ બતાવી.

"વાઉ કોન હે વો લાકીમેન?"

'મેરે પાપા કે દોસ્ત કા લડકા હૈ. અગલે મહીને હમારી શાદી હૈ."

"તુમ્હેં નહી લગતા યે બહુત જલદી હો રહા હૈ? તુમ સિર્ફ ઉન્નીસ સાલકી હો."

"હા પતા હૈ પર છ મહિને પહલે અગર તુમ મુજે મિલે હોતે ઔર યે ડેટ છ મહિને પહલે હુઈ હોતી તો મેં બેજીજક તુમસે શાદી કર લેતી. લેકિન..." એની આંખોમાથી આંસુઓ નીકળવા લાગ્યા . મેં તેને ટીસ્યુ પાસ કર્યું અને થોડા સમય પછી પાણી આપ્યું. થોડીવાર તેને સ્વસ્થ થવા દઈ પછી મેં કહ્યું.

"આર યુ ઓકે, ફીલીંગ બેટર?"

તેણે નોડીંગ કર્યું.

મેં તેને સમજાવ્યું કે હું અહીં માત્ર મારી ફ્રેન્ડની જીદના કારણે આવ્યો છું. હું સમજી શકું છું કે તું મારાથી ઘણી નાની છો. જો તું સામે ચાલીને પણ મને પ્રપોઝ કરે ને તો પણ હું એમ કરવાની ના પાડુ અને પછી મે તેને જે કહેવું હોય તે કહેવા કહ્યું. અને તેને દિલ ખોલીને વાત કરવાનો મોકો મળી ગયો.

"હમ બેઝિકલી ચંદીગઢસે હૈ. પાપા સાઇન્ટીસ્ટ હૈ તો પૂરા ભારત ઘૂમતે ઘૂમતે યહા 'સી.એસ.એમ' મેં આયે હૈ. મેરા ભાઈ હૈ જો ઉંમર મેં મુજસે ૨ સાલ છોટા હૈ. ઔર મમ્માં હાઉસ વાઈફ હૈ. બડી ખુશહાલ થી હમારી જિંદગી. અપને વતન સે દૂર થે લેકિન હમ જહાં ગયે ઉસ જગાકો હી અપના વતન માન લિયા. ઇસી લિયે કહી ભી કોઈ પ્રોબ્લેમ નહીં હુઇ.

છ મહિને પહેલે મમ્મા કો કાર્સીનોમાં દીતેક્ત હુવા. તબ સે હમારી જિંદગી પુરી તરહ સે બદલ ગઇ. મેરે કઈ ખ્વાબ થે. મે તો ઇસ સાલ ન્યૂ ડેલ્હી ચલી જાનેવાલી થી. મુજે અપને સપને પુરે કરને થે ઓર વો ભાવનગર મેં પુરે નહિ હોને વાલે થે. મુજે ભી દુસરી લડકીયો કી તરહ આઝાદ હવા કી તરહ ઘૂમના થા. મજે કરને થે લેકિન મમ્મી કી આખરી ઈચ્છા યહી હૈ કી વો મેરી શાદી દેખ કર ઇસ દુનિયા કો હસતે હુએ અલવિદા કહે.'' તે ફરીથી રડમસ થઇ ગઈ. મેં તેના ખભા પર હાથ મૂક્યો.

"પપ્પા મેરી શાદી કે લિયે નહીં માન રહે થે. મેને બહુત મહેનત કરકે ઉનકો મનાયા. મેને વો પ્રોફાઇલ બનાઈ. કંઈ લડકે આએ ઓર ચલે ગયે. લેકિન હમારી બાત કહી નહી બની. મુજે જો ભી કરના થા પાપાને મુજે કરને દીયા. ભાવનગર સે અચ્છે પંજાબી દુલ્હે કી તો ઉમીદ નહીં રખ સકતે. જબ મેં થક ગઈ તબ પાપાને મેરે સર પર હાથ રખ કર કહા "તુમ્હારી કોશિશ અગર પૂરી હો ગઈ હો તો મેં કોશિશ કરું?' પાપા ને એક કોલ લગાયા ઓર મેરી બાત બન ગઈ. પાપા કે દોસ્ત કા બેટા લકી અહેમદાબાદમેં જોબ કર રહા હૈ. હમ દોનોને એક સ્કુલ મેં પઢાઈ કી હૈ. જબ મેં સાત સાલ કી થી તબ તક હમ સાથ થે લેકિન ઉસકે બાદ હમ ચંદીગઢ છોડ કર ચલે ગયે. ઔર ફિર કભી મેને ઉસે નહિ દેખા. લેકિન મમ્મી કે લિએ મેને રીશતે કે લીએ હા કર દી" તેની આંખોમાંથી હર્ષ અને દુઃખ બંને નીતરી રહ્યા હતા.

મે તેને હગ કરીને તેને સાંત્વના આપી અને તે મને વિટળાઈને વધારે રડવા લાગી. આ દ્રશ્ય મેટ્રોસીટીમાં કદાચ નોર્મલ હશે પરંતુ ભાવનગરમાં છોકરો છોકરી ને હગ કરે, અને એ પણ પબ્લિક પ્લેસમાં એટલે કયામત આવી જાય. બ્રેકિંગ ન્યુઝ થઈ જાય. બધા લોકો ચાતક નજરે અમારી સામે જોઈ રહ્યા હતા. સિમ્પલને પરિસ્થિતિનો ખ્યાલ આવી જતાં તેણે મને દૂર કર્યો અને ટોળું વિખેરાઈ ગયુ.

"એક બાત તો તય હૈ માનવ, મે જહાં ભી જાઉંગી યા ચાહે તુમ કહીં ભી ચલે જાઓ, ચાહે કોઈ ભી સિચ્યુએશન મેં મેં તુમ્હારી દોસ્ત બનના ચાહુંગી. ફ્રેન્ડ?" તેણે મારી સામે મિત્રતાનો હાથ લંબાવ્યો.

"સ્યોર " મેં હેન્ડ શેક કરતા કહ્યું.

"એક ઓર બાત બોલું? તુમ્હારે લિયે તુમ્હારી વો ફ્રેન્ડ હી સહી મેચ હૈ. તુમ ઉસે પ્રપોઝ ક્યું નહીં કરતે?"

મેં કશો જવાબ આપ્યા વગર એક મુસ્કુરાહટ સાથે આ મુલાકાતનો અંત કર્યો.


Rate this content
Log in