Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Tragedy Action Crime

0.2  

Pramod Mevada

Tragedy Action Crime

એક સબંધ આવો પણ... (ભાગ - 3)

એક સબંધ આવો પણ... (ભાગ - 3)

3 mins
7.4K


ફોન પર સામે છેડે જે કહેવાયું એ સાંભળી ઈશા બેહોશ થઈ નીચે પડી ગઈ. સામે છેડે પોલીસ ઓફિસર હતો. રિયાનો મોબાઈલ એને રસ્તા પર પડેલો મળ્યો હતો. ત્યાં બાજુમાં આવેલી દુકાનવાળાએ પોલીસને ફોન કરી બોલાવી હતી. તે દુકાનવાળાના કહેવા પ્રમાણે રિયાને એક કાળા કલરની ગાડીમાં અજાણ્યા લોકો ઉઠાવી ગયા હતા. રિયાની એ લોકો સાથે ઝપાઝપી દરમિયાન જ એનો મોબાઈલ નીચે પડી ગયો હતો. જે સ્થળ પર પહોંચેલી પોલીસે એમાંથી નમ્બર શોધી ફોન કર્યો હતો. 

થોડીકવાર પછી ઈશા ભાનમાં આવતા જ પોલીસ સ્ટેશન પહોંચી. પોલીસ સ્ટેશનનો પહેલો જ અનુભવ. એક તો અજાણ્યો દેશ એમાંય પાછું ભાષાની મુંજવણ. ઇશાના સદનસીબે ત્યાં એક ભારતીય ઓફિસર હતો રિતેશ પટેલ. એણે જ ઇશાને સઘળી હકીકત જણાવી. ઇશાને શુ કરવું એ પણ એણે સમજાવ્યું. ઈશા ત્યાંથી નીકળી ફરી રિયાના ઘરે પહોંચી. ઘરે પહોંચી ઇશાએ જોયું તો રિયા ત્યાં બહાર બાંકડા પર સુતેલી જોવા મળી. ઇશાએ તરત જ રિતેશ પટેલને ફોન કરી બોલાવી લીધો. પોલીસ ઓફિસર રિતેશ પટેલ આવ્યો અને રિયાની પૂછપરછ કરી બધું બરાબર છે કે નહીં તે તપાસ કરી નીકળી ગયો. રિયાને ટેકો આપી ઈશા ઘરમાં લાવી. રિયા અચાનક જ આ બધું બન્યું એટલે ડઘાયેલી હતી. ઇશાને એણે બે ત્રણ દિવસ રોકાઈ જવા કહ્યું. ઈશા પણ પોતાની ફરજ સમજી ત્યાં રોકાઈ ગઈ. 

રાત્રે થોડોક સમય મળતાં જ તેણે મેસેન્જર ઓપન કર્યું. મેસેન્જર ઓપન થતા જ તેની આંખોમાં એક ક્ષણ અનેરી ચમક છવાઈ ગઈ. ગગનનો મેસેજ આવ્યો હતો. તેણે તરત જ રીપ્લાય કર્યો "હાય" 

પાંચેક સેકન્ડ પછી ગગન નો રીપ્લાય "હલો" 

ઈશા: "ક્યાં ગાયબ આટલા દિવસથી ?" 

ગગન :"કામનો ઓવરલોડ એટલે બીઝી હતો" 

ઈશા: "દિવસમાં એકાદ વખત મેસેજ જોવાનો સમય નહિ એટલું બધું કામ !" 

ગગન: "હા એક તો કામનો લોડ અને બીજું સામાજિક ટેંશન" 

ઈશા: "એવું તો શું સામાજિક ટેંશન ? જાણી શકું ?"

ગગન: "કાઈ ખાસ નહિ આમતો, એક સગાને ગંભીર બીમારી લાગુ પડી એટલે એમની સારવાર માટેની દોડાદોડી." 

ઈશા: "કેમ છે હવે તેમને?" 

ગગન: "હવે સારું છે પણ ડોકટર કહેતા હતા કે લાંબુ નહિ ખેંચે" 

ઈશા: "ઓહઃ ગોડ" 

ગગન: "ચલ એ બધું મુક એ કહે કે મને મિસ કરતી હતીને !" 

ઈશા: "અમમ આમ તો નહીં પણ હા એક આદત પડી ગઈ છે તારા મેસેજની એટલે થોડીક ફિકર જરૂર થઈ."

ગગન: "ઓહઃ એવું છે" 

ઈશા: " હા એવું જ છે. બીજું કંઈ નહીં" 

ગગન :"ઓહકે કાલે વાત કરીશું ગુડ નાઈટ"

ઈશા: "ગુડ નાઈટ"

ઈશાએ સુવાની કોશિશ તો કરી પણ આજ ઊંઘ ન હતી આંખોમાં. બહુ દિવસ પછી ગગન નો મેસેજ આવ્યો એટલે ખુશ તો થઈ પણ વાસ્તવિકતાની ધરતી પણ પટકાતા એને ચિંતા પણ થઈ કે જ્યારે ગગનને એના આ ફેક આઈડીની જાણ થશે ત્યારે શું વીતશે ! ગગન તો એના પર ભરોસો કરી સાચું કહી રહ્યો હતો પણ પોતે એને છેતરી રહી હતી. સવારે ગગનને સાચી હકીકત કહેવાનો નિર્ણય કર્યો પછી માંડ તેની આંખ ઘેરાઈ શકી. માણસનું મન પણ કેવું વિચિત્ર છે હેં ને ! જ્યારે કોઈ આપણી સાથે છળ કરી જાય ત્યારે પણ દુઃખી થવાનું અને આપણે પોતે કોઈ સાથે કરેલ છળ નો અહેસાસ થાય ત્યારે પણ દુઃખી થવાનું !

સવાર થતા જ ઈશા રિયાની હાલત જોવા તેના રૂમમાં ગઈ. રિયા હજુ સુતી હતી. ઈશા રસોડામાં ગઈ અને કોફી અને નાસ્તો બનાવવા લાગી. અચાનક ગગન સાથે થયેલી વાતચીત તેને યાદ આવી. ગગને કહ્યું હતું કે તેને સવારે નાસ્તામાં સેન્ડવીચ ઓમલેટ બહુ ભાવે. ઈશા ને યાદ આવી જતાંજ તેણે આજે એ જ બનાવ્યું અને એક ફોટો પાડી લીધો ગગનને સરપ્રાઈઝ આપવા. રિયાને કોફી અને ઓમલેટ આપવા માટે તે તેના રૂમમાં ગઈ. દરવાજો ખોલતા જ તેના હાથમાંથી ટ્રે નીચે પડી ગઈ. એણે સામે જોયું તો...(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Tragedy