Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kiran Goradia

Tragedy Romance Inspirational

2  

Kiran Goradia

Tragedy Romance Inspirational

સંગાથ

સંગાથ

4 mins
7.3K


લગ્ન કરીને સમીરનો હાથ પકડી નિશા ચાલી સાસરે. હાથ એકબીજાએ એવી રીતે પકડ્યો કે જાણે જન્મોજન્મના સંગાથી! કેવું સરસ દ્રશ્ય! માતાપિતા તો નીરખતા થાકતાં જ નથી. પોતાની એકની એક દીકરી દીપક ભાઈના નજીકના સંબંધીએ ઠેકાણું બતાવ્યું હતું અને જોગાનુજોગે એકબીજાને પસંદ આવી ગયા. સાસરે વળાવીને મીનાબેન દીપક ભાઈના હૈયે ટાઢક છે કે ચાલો દીકરીને સારા ઘરે ખાનદાન કુંટુંબમાં પરણાવી છે. સમાજમાં મોટુ નામ છે. અને દીપક ભાઈના સગાસંબધી તો જાણે હરખે હરખે દીપક ભાઈને વધાઈયો આપે છે. શું વેવાઈ મળ્યા છે દીપકભાઈ. મીનાબેનના પિયરીયા પણ ફુલ્યા સમાતા નથી. નિશાનું મોસાળું ભરીને મામાનો હરખ પણ સમાતો નથી. લગ્નના પડઘમ પૂરા થયા. નિશા અને સમીર હનીમૂન જવા રવાના થયા. ફોરેન ટુર અને એ પણ ફોરેન ટુર યુરોપની. નિશા તો જાણે સાતમા આસમાને વીહરતી હતી. જીવનસાથીની સંગાથે હાથમાં હાથ પરોવી બેઉ જીવનના રંગીન સપના જોઈ રહ્યાં હતાં. નિશા આજે પહેલીવાર પ્લેનમાં બેસી હતી એટલે હરખ પણ હતો અને થોડો ડર પણ. પ્લેન જેવું ઉપર જવા લાગ્યું કે નિશાએ સમીરનો હાથ મજબુતાઈથી પકડી લીધો. જાણે એક મજબુત સહારો. બેઉ જણા લંડનની આલીશાન હોટેલમાં ઉતર્યા. સપના બેઉના સંગાથ બેઉનો મોકળાશથી એકબીજાને જાણવામાણવાનો સમય. સ્વીઝરલેન્ડમાં "ઝુમફ્રો"ની અનેરી દુનિયામાં ખોવાઈ ગયા. ત્યાં તો કોણજાણે અચાનક બરફના તોફાની વરસાદમાં સમીર ધ્રુજવા લાગ્યો. સમીરના હાથપગ ખેંચાવા લાગ્યા. નિશા ગભરાઈને ટુર મેનેજરને બોલાવી સમીરને ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે દવા લખી આપી અને ટુર મેનેજરને એની અંગ્રેજી ભાષામાં કંઈક કહ્યું. નિશાએ મેનેજરને પૂછ્યું શું થયું છે સમીરને. મેનેજર પણ સમજદાર હતો. વર્ષોથી આ જ કામ કરતો હતો એટલે કેવી રીતે ટેકલ કરવું એની સુજ હતી. એણે કહ્યું દવા હું લાવી આપું છું, મટી જશે તમે ચિંતા ન કરો.

હોટેલમાં આરામ કરો. નિશાને થયું આમ પણ ટુરનો હવે એક જ દિવસ બાકી છે. કાલે તો ઇંન્ડીયા જવાનું છે. ત્યાં જઈને જ સાસુ સસરાને સમીરની વાત કરીશ. પણ એને ક્યાં ખબર હતી કે સમીરને શું થયું છે. દવાથી સમીર તો ઘેનમાં હતો. બીજે દીવસે પ્લેનમાં બેસી ઇંન્ડીયા રવાના થયા. ટુર મેનેજર સાથે જ હતો સમીર તો દવાની અસરથી સાવ ઢીલો પડી ગયો હતો. નિશાને આવતી વખતના પ્લેનનો સમય યાદ આવ્યો. કેટલો ઉત્સાહી હતો સમીર. કેટલો જલ્દી સમય પસાર થઈ ગયો હતો. આ વખતે તો સમય જ પસાર નથી થતો. કંટાળી ગઈ નિશા. જેમતેમ કરીને મુંબઈ ટી ટુ એરોડ્રામ આવ્યું. સમીરનો હાથ પકડી નિશા માંડમાંડ ચાલતી હતી ત્યાં તો સાસુ સસરા સામેથી આવીને સમીરને સંભાળી લીધો. નિશા રડવા લાગી. સાસુએ જરા મોઢું કટાણું કર્યું. સમીરને સીધા હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરે કહ્યું કે થોડી લકવાની અસર હતી પણ, ટાઇમસર ત્યાં દવા લીધી એટલે મોટી ઉપાધીમાંથી બચી ગયા. બરફના મારથી બોડીના ટીશ્યુ ફાટી ગયા છે. હાડમાં ઠંડી લાગી ગઈ છે, સમય લાગશે સારું થતાં. ઘરે આવીને પાંચ છ દિવસ થયા પણ સમીરની તબીયત સારી થવા કરતાં બગડતી ચાલી. ડોક્ટરોને પણ કંઈ સુઝ પડતી નહોતી અને ડોક્ટરો કંઈ નિદાન કરે એ પહેલા સમીર કોમામાં આવી ગયો. નિશાની માથે આભ તુટી પડ્યું. રંગીન સપના બધા વિખરાઈ ગયા. સાસુનું વર્તન પણ સારું ન હતું. લગ્ન કરીને તરત જ દીકરો માંદો પડ્યો એટલે એમને મન હું અપશુકનિયાળ સાબિત થઈ. પણ સસરાનો સપોર્ટ હતો એટલે મેં હિંમત રાખી. મેં સમીરનો બીઝનેસ ઘરમાં બેસીને ચાલુ રાખ્યો. સમીરની તબિયતનું ધ્યાન રાખવું અને બીઝનેસ ઘરમાં જ હોઈ સરળ થઈ પડ્યું. રાત દિવસ એક કરીને સમીરને કસરત કરાવવી અને ઘરે સમીર ના ક્લાયન્ટ ને સંભાળવા. ધીરેધીરે કરતા બે વષઁ થવા આવ્યા જેવુ કોઇ સમીર માટે દવા નુ ઠેકાણુ બતાવે ત્યા દોડી જતી અને છેલ્લે મહેશ ભાઇ ડોક્ટર ની જડમુળ ની દેશી દવા અને ભગવાનને કરેલી પ્રાર્થના કામ કરી ગઈ. સમીરમાં સુધારો થવા લાગ્યો અને સમીરના ધંધામા પણ સારી પ્રગતિ થઈ હતી. સાસુ પણ મારું સમર્પણ, મારી ધગશને જોઈ એમના મનમાંથી કડવાટ નીકળી ગઈ. હવે તો સમીર બેસીને પોતાનો બીઝનેસ સંભાળતો હતો. સમીરને મારી બીઝનેસની કાબેલિયત અને એની તબિયત પાછળ કરેલી દોડાદોડ, સાર સંભાળ, કાળજી વગેરે વાતો સાંભળીને એને મારા ઉપર ગર્વ થતો. મારી પ્રસંશા કરતાં થાકતો નહોતો. પણ સમીરને સારું થતા હું ખુશખુશ થઈ. મારો જીવનસાથી આજે ત્રણ વર્ષે મારી સાથે અડીખમ ઉભો થયો છે અને જીવનભર સાથ રહે એવી ભગવાન ને પ્રાર્થના. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy