Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailee Parikh

Others

3  

Shailee Parikh

Others

જાસૂદનાં ફૂલ

જાસૂદનાં ફૂલ

2 mins
7.2K


એક નાનકડાં શહેરમાં સુંદર મઝાનો બગીચો હતો બગીચામાં રોજ બાળકો રમત રમતાં. વૃધ્ધો વાતો-ગોષ્ટિ કરતા તો વળી કેટલાંક લોકો સવાર-સાંજ બગીચામાં ટહેલતાં.

બગીચામાં રંગેબેરંગી ફૂલો, વૃક્ષો અને ઐષધિય વનસ્પતિનાં રોપા રોપ્યાં હતાં. બગીચાનું માળી કામ કરતા માળીકાકા દરેક ક્યારે-ક્યારે પાણી સિંચતા અને સમયાંતરે ખાતર નાખતા. બાળકોનાં કિલકિલાટ સહ બગીચાની લીલોતરી રોજ જાણે એકબીજાં વગર રહી ન શકતી હોય તેવું રોજ વાતાવરણ સર્જાતું.

એક દિવસ બગીચામાં રમતા બાળકોમાંથી રવિનો બોલ ફૂલ છોડના ક્યારામાં જઈ પહોંચ્યોં. જાસૂદનાં પીળા ફૂલોની વચ્ચેથી બોલ લેવા જતાં રવિનું મન પીળા જાસૂદ જોઈ તોડવાની ઈચ્છા તરફ લલચાયું બગીચામાં ફૂલછોડ તોડવાની મનાઈ હતી. તેમ છતાં રવિએ મનોમન ઘેર જતી વખતે જાસૂદનાં ફૂલ તોડવાનું નક્કી કરી લીધું હતું. અંધારું થયું અને બધાં બાળકો ઘેર જવા નીકળતાં હતાં. ત્યાં બધાંને આવજો કહી માળીકાકાનું ધ્યાન ન પડે એ રીતે તેણે જાસૂદના પાંચ-છ ફૂલો તોડી ખિસ્સામાં મૂકી દીધાં.

ઘેર જઈ ખિસ્સામાંથી ફૂલ કાઢી રવિએ પોતાની માતાને કહ્યું, "મમ્મી જો હું શું લાવ્યો છું. તું રોજ ડ્રોંઈગ રૂમમાં પાણીમાં આપણા ગાર્ડનનાં ફૂલો મૂકે છે ને હું આજે તારા માટે પેલા બગીચામાંથી તોડીને જાસૂદનાં ફૂલ લાવ્યો છું."

રિધ્ધીબેન રવિની વાત સાંભળી ચોંકી ગયાં રવિની માતા રિધ્ધીબેન રોજ પોતાના ઘરનાં બગીચામાંથી નીચે પડેલા પારિજાત, ચંપો, કરેણ જેવા ફૂલો ઘર સજાવટ માટે મૂકતાં તેમને રવિને પોતાની પાસે બોલાવ્યો અને રવિના વાળ ખેચ્યાં રવિ ચીસ પાડી ઊઠ્યો. મમ્મા તમે શું કરો છો? રિધ્ધીબેને કહ્યું, "બેટા, જાસૂદના છોડ પરથી તે જ્યારે ફૂલ તોડ્યા ને ત્યારે ફૂલોને પણ આવું જ દર્દ થતું હશે. હું ઘર સજાવટનાં ફૂલો જમીન પર જે વેરાય તેમાંથી લઉં છું. હું ક્યારેય કોઈ છોડનાં પુષ્પો તોડતી નથી. બેટા જેમ આપણને કોઈ શરીરનાં અંગ ઉપર ઈજા થાય, તેમ પુષ્પોને પણ છોડ પરથી તોડીએ તો છોડને ઈજા થાય. હવે પછી તું ક્યારેય કોઈપણ છોડને નુકસાન નહિં પહોંચાડે એવું વચન આપ."

માતાની વાત સાંભળીને રવિએ કાન પકડ્યા અને કહ્યું, "મમ્મા હવે પછી હું કોઈ જ છોડ કે વૃક્ષોનાં પુષ્પો ડાળી, પાંદડા ને નુકસાન નહિં પહોંચાડું અને કાલે બગીચામાં રમવા જઈશ ત્યારે જાસૂદનાં છોડ પરથી મેં ફૂલ તોડ્યા એ બદલ માળીકાકાની માફી પણ માગીશ."


Rate this content
Log in