Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Falguni Parikh

Others

3  

Falguni Parikh

Others

અનુભૂતિ

અનુભૂતિ

6 mins
14K


નનામી અને નાડ છેદનની વચ્ચે સકારણ સતત શ્ચાસની આ ચઢ ઉતર છે! જેને જીવન કહેવામાં આવે છે - અર્થાત્ - જિદંગી કહે છે!  જિદંગી એ રસથાળ છે - જેમાં અનેક સુખ દુ:ખના અનુભવોનો સમન્વયનો સાક્ષાત્કાર થયેલ હોય છે!

આ રસથાળમાં જો કોઈ રંગભરનાર કલાકાર હોય તો એ કુદરત છે! ઓહ- કુદરત!  ભગવાને મનુષ્યને આપેલી એક અનમોલ ભેટ!  જેને માનવી જિદંગીની ભાગ દોડમાં તેનું સાંનિધ્ય પામવાનું  વિસરી ગયો છે. નહી તો કુદરત એના પાલવમાં અનેક અજાયબી ભરીને બેઠી છે! કાશ-  આપણે એના ખજાનામાંથી એક બૂંદ પણ શોધી શકયા હોત?

આવી અનમોલ કુદરતનું સાંનિધ્ય માણવાનું  ચાર મિત્રોને ખૂબ ગમતું. મુંબઈની ભાગદોડની જિંદગીમાં પણ આ ચાર મિત્રો- વેદાંગ, નિમય, કિરણ તેજસ - તેના સાનિધ્યમાં પહોંચી જતા. તેમને કાયમ હિમાલય અને તેની આજુબાજુના પ્રદેશનું ખૂબ ઘેલું રહેતું.આથી એ લોકો દર વર્ષે કોઈ એક સ્થળે ધરતીને ખૂંદવા નીકળી પડતા.

હિમાલય - સૌથી ઊંચો પર્વત - સદા બરફથી ઢંકાયેલો રહેતો. એ સફેદ ચાદરની વચ્ચે અનેક જીવન ધબકતા રહેતા. સ્નો ફોલ થાય ત્યારે - ચારે બાજુ બરફની ચાદર પથરાય જાય! એમ લાગે - પ્રકૃતિએ પ્રેમની સફેદ રંગની ચુંદડી ઓઢી છે! વૃક્ષોના પાન પર થીજેલી બરફની બૂંદો એમ લાગે જાણે -કમળના પાન પર પડેલ ઓસની બૂંદો! જે સહજતાથી સૂર્યના કિરણના સ્પર્શીથી સરકી રહી હોય - પ્રેમાગ્નિ સારીકા બની!

આવા અલૌકિક વાતાવરણને માણવા એ ચાર મિત્રો મુંબઈથી ટ્રેન મારફત ચંદીગઢ જવા રવાના થયા. આ વખતે તેમણે કૂલુમનાલીનો પ્રવાસ ગોઠવ્યો હતો. ચંદીગઢથી બસ દ્રારા બધા કૂલુ વેલી પહોચ્યા. ડિસેમ્બર મહિનામાં અહીંનું વાતાવરણ -3 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેતું. હોટલની બુકિંગ અગાઉથી કરાવ્યા મુજબ હોટલ 'વુડ લાઇન્સ' ઉતર્યા.

કૂલુની વેલી -બિયાસ નદી પર આવેલી છે! કૂલુ નામ- કુલંત પીઠ પરથી આવ્યું છે - અર્થાત્ - 'એંડ ઓફ ધ હેબીટેબલ વર્લ્ડ'! " વેલી ઓફ ગોડ્સ" -' દેવભૂમિના ' નામથી જાણીતી છે!

સફરનો થાક ઉતારી બીજે દિવસથી એનું સાંનિધ્ય માણવા નીકળીશું. બધા નિદ્રાધીન હતા, વેદાંગને નીંદર નહોતી આવતી. રાતે અચાનક સ્નો ફોલ થવા લાગ્યો. આહાહા- કુદરતની એ અનમોલ ભેટ - આકાશમાંથી એક એક બૂંદ પાણીના બદલે બરફ રૂપે પડતી હતી. તેને જોતા એમ લાગતું હતું જાણે આકાશમાંથી દેવ- ગાંર્ધવો કુદરતને મળવા ધીરે ધીરે નીચે ઉતરી રહયા હતા. ચારે બાજુ તેમના સ્વાગતમાં સફેદ ફૂલો પથરાય રહયા હતા! સાથી મિત્રો થાકને કારણે નિંદ્રાધીન હતા, વેદાંગને આ અનુપમ નજારો જોવાનો લ્હાવો મળ્યો! આકાશમાંથી પડતા એ સફેદ રૂ જેવી બૂંદોને, બારીમાંથી હાથમાં પકડવાની કોશિશ વેદાંગ કરતો હતો. એના હાથમાં એ બૂંદો આવતી હતી જે એને ખૂબ રોમાંચક કરતી હતી. આખી રાત સ્નો ફોલ ચાલુ રહયો, વેદાંગ એને કેમેરામાં કંડારતો રહયો.

સવારે મિત્રોએ જોયું, આનંદિત થયા. થાકને કારણે એ લોકોએ આ સુંદર તક ગુમાવી એનો રંજ થયો. આજે રઘુનાથ મંદિર જવાનો એ લોકોનો પોગ્રામ હતો, એ માટે ટેક્ષી કરી રવાના થયા. યાર, વેદાંગ - તે સ્નો ફોલ નો વીડિયો રેકોર્ડિંગ કર્યું છે એ બતાવ! કિરણે તેને કહ્યું. કિરણ એ પછી જોવાશે, જો આ બાજુ સ્નો ફોલ થવાને કારણે પ્રવાસીઓ હોટલમાંથી બહાર નીકળી રહયા છે, બરફથી રમી રહ્યા છે, તેના બોલ બનાવી એક બીજાને મારી રહયા છે. જો જો, કિરણ. હા યાર, ખૂબ મજા આવે છે, આ રીતે એમને જોવાની. ચાલો આપણે પણ, એમ કહી એમને ટેક્ષી ઊભી રખાવી બધા નીચે ઉતરી ગયા, એક નાના બાળકની માફક બરફથી રમવા લાગ્યા. વેદાંગ બધાનું રેકોર્ડિંગ કરવા લાગ્યા. ચારે બાજુ સફેદ સફેદ બરફની ચાદર પથરાય હતી અને એમાં માનવીઓ કાળા ટપકા જેવા લાગતા હતા, જાણે કે સફેદ ચાદરમાં કાળા આભલા મઢયા હોય!
રઘુનાથ મંદિરે દર્શન કરી પરત ફર્યા, બીજે દિવસે ટ્રેકિંગ માટે 'કાસોલ' જવાનું હતું, એ માટે જરૂરી સામાન પેકિંગ કરી બધા સૂઈ ગયા.

બીજે દિવસે 'કાસોલ' પહોંચ્યા. કાસોલ - કૂલુવેલીની ટ્રેકિંગ માટેનુ પ્રખ્યાત સ્થળ છે, જયાં ચારે બાજુ ઉન્નત ઊંચા પર્વતો જ છે! ઘણા ટ્રેકિંગ માટે ત્યાં આવ્યા હતા. આયોજકો બધાને ભેગા કરી રહ્યા હતા અને દરેકને તે માટેનું જ્ઞાન આપી રહયા હતા. ટ્રેકિંગ માટેનો રસ્તો, તેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું હતું. બે દિવસનો એ પોગ્રામ હતો.

ટ્રેકિંગ કમાન્ડરે ચાર ચારની ટુકડી બનાવી હતી. દરેક એક બીજા સાથે સહપ્રવાસીની સુસંગતતા સાધી રહયા હતા.

કમાન્ડરના નેતૃત્વ હેઠળ આ પ્રવાસ શરૂ થયો. કુદરતની કારીગરી નિરખતા,વાતો કરતા બધા આગળ વધી રહયા હતા. વેદાંગ, કિરણ સાથે - કલકત્તાથી આવેલ ડો. અર્ચના ઘોષ જોડાયા. ડો.અર્ચના સાથેની વાતચીતમાં ખબર પડી, તેઓ દર વર્ષે અહી આવે છે. દર વર્ષે? કિરણ આશ્ચર્યથી બોલ્યા. હા, દર વર્ષે આવું છું- હસતા હસતા અર્ચના બોલ્યા! ડો. કોઇ વિશેષ કારણ? વેદાંગે એમને સવાલ કર્યો. "કુદરત પણ માનવી માફક મિજાજ બદલે છે, એ પણ- પ્રેમ, લાગણી, ગુસ્સો અનુભવે છે! દર વર્ષે એ અનોખી આભા રચે છે, જેના સંમોહનથી હું ખુદને બચાવી શકતી નથી",ડો. અર્ચનાનો જવાબ સાંભળીને એમને આશ્ચર્ય થયું.

બપોરે પડાવ માટેની યોગ્ય જગ્યા મળતા ટેન્ટસ બંધાયા અને જમવાની વ્યવસ્થા થવા લાગી. જમ્યા પછી બધા થોડો આરામ કરવા રોકાયા, ત્યારે વેદાંગ ટેન્ટની બહાર નીકળતા ડો. અર્ચનાનો ભેટો થયો. વેદાંગના હાથમાં કેમેરો જોતા સમજાય ગયું, હસીને બોલ્યા, હું તમારી સાથે જોડાય શકું? વેદાંગ હસીને બોલ્યા, અફકોર્સ, જરૂરથી! થેકન્સ! કમાન્ડરની પરમીશન લઈને બંને કુદરતને કંડારવા નીકળી પડયા. વાતો, ફોટા કલીક કરતા કુદરતને માણતા બંને સાથે ચાલતા જતા હતા. થાકયા એટલે બરફના એક ટીલા પર બેઠા. થોડા સમય બાદ એક કૌતુક જોવા મળ્યું. દૂર એક સફેદ રથ પસાર થતો હતો, જેમાં સફેદ સાડી પહેરી કોઈ દૈવી આત્મા આ દેવભૂમિ પર વિહાર કરવા નીકળ્યા હતા! એ દ્રશ્ય નિહાળી એમની આંખોને વિશ્ચાસના આવ્યો. વેદાંગ અને અર્ચના એક બીજાને જોઈ રહ્યા. સફેદ રથ એમની નજર સામેથી પસાર થઇ ગયો! એ સુંદર દ્રશ્યને કેમેરામાં કેદ કરવાનું યાદ ના આવ્યું! બંને દિગ્મૂઢ બની ગયા હતા.

ડો. આ ખરેખર અદભૂત હતું રાઇટ? રાઇટ મી. વેદાંગ, મારી જિદંગીની આ એક અનોખી અનુભૂતિ હતી! મે કદી આ પહેલાં જોયુ નથી. હજુ વિશ્ચાસ નથી આવતો મને! મારુ પણ એવું જ છે, વેદાંગે હસતા કહયું.

ચાલો પાછા ફરીથી, એ લોકો આપણી રાહ જોતા હશે. ચારે બાજુ બરફ ફેલાયેલો હોવાથી યાદ ના રહયું, કયા રસ્તે આવ્યા હતા એ લોકો? રસ્તો ભૂલી ગયા હતા એ ખૂબ આગળ પહોંચી યાદ આવ્યું. હવે?

કોની મદદ મળશે? મોબાઈલ ફોન ઓફ હતા, માણસની કોઇ અવરજવર નહતી, પરત કેવી રીતે ફરીશુ? બંનેના ચહેરા પર એ સવાલ છવાયો.

વેદાંગ મારા મત મુજબ આપણે જયાં બેઠા હતા ત્યાં પરત જઈએ. અર્ચનાએ કહ્યું ત્યારે એમની વાત યોગ્ય લાગતા બંને એ જગ્યાએ પરત આવ્યા. કદાચ આપણને કોઈ શોધવા આવે? ખાવાની વસ્તુઓ બધી ટેન્ટમા હતી, વેદાંગે થોડા ડ્રાયફ્રુટસ અને કેડબરી પોકેટમા નાખી હતી એ ડો.ને આપતા બોલ્યો, ચાલો આપણું શાહી ડિનર રેડી છે! હસી પડયા બંને. વેદાંગ, તમને આવી પરિસ્થિતિમાં મજાક સુજે છે! જરા વિચારો, આપણને કોઈ શોધવા ના આવ્યું તો? આ બરફમાં આપણી સમાધી રચાઈ જશે!

એમની હસી મજાક ચાલતી હતી, ત્યાં ઝાડની પાછળ સંચાર થયો. એમને આશ્ચર્ય થયું- કોણ હશે? અવાજ કર્યા વગર એ બાજુ જોતા રહ્યાં. એક હરણ ઝાડ પાછળથી બહાર આવ્યું. કદાચ ખોરાકની શોધમાં ભટકતું હશે. તેને ઝડપથી કેમેરામાં કંડારવા લાગ્યો વેદાંગ. કેમેરાની લાઈટ તેના પર પડતા એક પળ અમારી સામે જોયું અને ભાગી ગયું.

થોડા સમયમાં એ પાછું અમારી સામે આવી ઉભું રહયું. એ એની મૂક ભાષામાં કહેતું હતું, મારી પાછળ ચાલો! બંને એ મૂક ભાષાની લિપી સમજી ગયા હોય એમ, એક બીજાના મનોભાવ વાંચતા બોલ્યા, ચાલો ટ્રાય કરીયે. જાણે હરણ એમની બોલી સમજી ગયું હોય એમ ધીરે ધીરે ઢાળ ઉતરવા લાગ્યું!

ઘણી વખત એ ઝડપથી દોડી ખૂબ દૂર ભાગી જતું, આ બંને અટવાઈ જતા, વિચારતાં હવે? ત્યાં એ પાછું આવતું. એની આ સંતાકૂકડી જોઈને વેદાંગ -અર્ચના હસી પડતા. એ એમનો પથદર્શક બનીને કેમ્પ સુધી લઇ આવ્યો. બંનેને આ અનોખા અનુભવથી આશ્ચર્ય થયું!

એ બંનેને કેમ્પ સુધી મૂકી એ હરણ ગાયબ થઈ ગયું. એ લોકોને સહીસલામત પાછા આવેલા જોઈને બધાને આનંદ થયો. તેમને શોધવા ગયેલા માણસોની રાહ જોવામાં એક દિવસ વેડફાઈ ગયો. બીજે દિવસે પ્રવાસ શરૂ થયો. જયાં પહોંચવાનો લક્ષ્યાંક હતો એ પર્વતની ટોચ એકદમ સપાટ હતી!

નીચે નજર કરીએ તો ચારે બાજુ બરફની ચાદર છવાઈ હતી. આ એક એવો અનુભવ હતો જિદંગીનો જે કદી વિસરાય એવો નહતો! બધા ટોચ પર હતા, નીચે ખીણ હતી, કદાચ એટલેજ આ ભૂમિને દેવભૂમિ કહેતા હશે એ યથાર્થ લાગ્યું બધાને!!

એક અઠવાડિયાનો આ લોકોનો પ્રવાસ એક એવા અલૌકિક અહેસાસની અનુભૂતિ બની રહયો હતો -જેનું વર્ણન શબ્દોથી કરવું ઓછું પડતું હતું!!

 


Rate this content
Log in