Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

વિરોધાભાસ

વિરોધાભાસ

2 mins
14.2K


 

હિરેન, તું આવ્યો ભાઈ ઘરમાં તેલ ખલાસ થઈ ગયું છે. અરે હમણાંજ તેલવાળાને ત્યાં જણાવી આવું. પવન વેગે ઉપડ્યો હિરેન! કલાકમાં તો તેલનો ડબ્બો હાજર.

અરે હિરેન, જો ને આ ટી.વી. કેમ નથી ચાલતું. શું કેબલમાં કાંઈ ગોટાળો જણાય છે? ‘અરે, માસી ફિકર શું કામ કરો છો.’ કેબલવાળો ઉમાકાંત મારી બાજુમાં જ રહે છે. તેને કહીશ એટલે સહુથી પહેલો તમારે ત્યાં આવીને ઠીક કરી જશે!

રોહિણી, ગામમાં વર્ષે એકવાર આવતી. જો હિરેન તેનો પડ્યો બોલ ન ઝીલે તો તેના માટે ગામડા ગામમાં રહેવું મુશ્કેલ થઈ જાય. સવાર, સાંજ કે રાત હિરેનને બોલાવો એટલે હાજર!

જ્યારે બાજુમાં રહેતાં તપનભાઈ એકદમ ઉંધા. શું કરે તો રોહિણી બહેનને તકલિફ પડે તેની રાહ જ જોતા હોય. તેમના બહાર નિકળવાના દરવાજા પાસે તેમનાં ત્રણેય સ્કૂટર પાર્ક કરે. રાત પડે મોટે મોટેથી વાતો કરે જેથી તેમને ઉંઘવામાં તકલિફ પડે. પોતાના ઘરની વસ્તુઓ રોહિણી બહેનના ઘરમાં રાખે. ગમે તેટલી વાર કહો. ઉઠાવી લેવાનું નામ ન લે!

અરે એમની પાસે ‘રાંધવાના ગેસની’ એજન્સી છે. સવારે રાંધવાની અધવચમાં રોહિણી બહેનની ગેસની ટાંકી ખલાસ થઈ ગઈ. ધરાહાર નવી આપવાની ના પાડી.

પોતે ભલે તેમની ટાંકીમાંથી પાણી લઈ જાય!

રોહિણી બહેન નરમ સ્વભાવના, ‘કહે આપણે ક્યાં અંહી કાયમ રહેવું છે?’ પાડોશી સાથે શું કામ બગાડવાનું! તપનભાઈ ખૂબ ભારાડી હતા. આખા ગામમાં કોઈ તેમને વતાવવાનું નામ ન લે. ૨૪ કલાક ગુટકા ખાતા હોય. તેમના જુવાન દિકરાઓએ ધંધા પર આવવાની ધસીને ના પાડી હતી. તેથી આજુબાજુમાં રહેનારા લોકોની

જીંદગીમાં અડચણો ઉભી કરવાની આદત પડી ગઈ હતી. ઘરનાં નાના બાળકો આ જાણતા પણ કાંઈ કરી શકવાને શક્તિમાન ન હતાં! તેમની બૈરી પણ આવા સ્વભાવથી ત્રાસી ગઈ હતી. સિંહની બોડમાં કોણ હાથ નાખે?

હિરેન જોને આ પાણી કેમ ઉપર ચડતું નથી. એક કલાક પંપ ચલાવ્યો પણ સવારે  બાથરૂમમાં પાણી ન આવ્યું. હિરેન ચોથે માળે ગયો. સીડી મૂકીને પાણીની ટાકી તપાસી આવ્યો.

કલાક પછી, અરે, રોહિણી બહેન તમારી પાણીની ટાંકી ઉભરાઈ! રાતના પાણી આવ્યું ન હતું તેથી નળ બંધ કરવાનો રહી ગયો હતો. સવારે ધોધ પડતો હોય એવા જોરમાં પાણી આવ્યું. ઉંઘતા હતાં તેથી ખ્યાલ ન રહ્યો. સવારના પહોરમાં જાળી ખખડાવી અને જોરથી રાડરાડ શરૂ કરી દીધી. કોણ હોય વળી આપણા તપનભાઈસ્તો!

રોહિણી હંમેશા મન વાળતી. આ પાડોશી તપનભાઈ જુઓ અને આ હિરેન! બંનેના સ્વભાવમાં આસમાન જમીનનો ફરક છે. ખેર, એનું નામ તો દુનિયા છે!

સવાર અને સાંજ બંનેના સૌંદર્યમાં કેટલો ફરક! અગ્નિ અને પાણી, એક બાળે એક ઠારે!

પર્વત અને ખીણ બે વચ્ચે કોઈ સામ્ય ખરું ? તપનભાઈ છે તો હિરેનની કિમત સમજાય છે!

હિરનનો સુંદર સ્વભાવ તપનભાઈ જેવાને, આંખ આડા કાન કરી સહી લેવાની હિંમત આપે છે


Rate this content
Log in