Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Girimalsinh Chavda "Giri"

Inspirational Thriller

2.4  

Girimalsinh Chavda "Giri"

Inspirational Thriller

એક ભૂખ્યું સ્મિત!

એક ભૂખ્યું સ્મિત!

4 mins
872


જીવન જેવું છે આપને એને માણવું જ રહ્યું. જીવન એક ભૂખ પણ છે અને એ આપણે કદી પણ મિટાવી શકશું નહીં. આમ આપની પાસે ઘણા બધા રૂપિયા ધન દોલત પૈસા હશે પણ કોઈની ભૂખ મિટાવી શકે એટલા પૈસા નહિ હોય તોય પૈસાનું કશું મૂલ્ય નથી.

એવી જ ઘટના હું આપની સમક્ષ મૂકવા જઈ રહ્યો છું કે જેને પોતે પોતાની લાઇફની અંદર મેં અનુભવી છે.

સાંજે સાડા પાંચ વાગવાની તૈયારી અને મને દરરોજની જેમ મારી ભૂખ પણ સતાવી રહી હતી કે આજે શું જમીશ, શું જમવાનો પ્લાન રહેશે, કઈ બાજુ જમવા જવાનું છે, કઈ હોટલે જવાનું રહેશે, ઘણા ખરા વિચારો મારી મનની અંદર આવ્યા. એક વિચાર આવ્યો કે આજે હું રાજુ ખાના નામની હોટલમાં મારુ ખાવાનું રાખીશ.

ઓફિસનો ટાઈમ જેમ જેમ જતો હતો તેમ તેમ મારી ડેઇલી રૂટિનની ઓફિસની કાર્યવાહી પણ પૂરી થતી જતી હતી. હું સાંજનું મારું ઓફિસનું કાર્ય પતાવી સાંજના ૭ વાગ્યાની આજુબાજુ મારુ બેગ લઈ જમવા જવા માટે નીકળ્યો.

એક તો ભૂખની તાલાવેલી મને અને મારા પેટની સહનશક્તિ મારાથી મારાથી સહન થતી નથી. મને લાગ્યું હવે હું જલ્દી રાજુ ખાના પહોંચીને મારા પેટની આગને બુજાવી, મનમાં ને મનમાં બોલ્યો ભાઈ જલદી જલદી પહોંચ તને બહુ જ ભુખ લાગી છે. ઝડપથી રીક્ષા પકડી‌ને હું રાજુ ખાના પહોંચ્યો.

દરરોજના રૂટિન પ્રમાણે મેં ગુજરાતી થાળી મંગાવી. શાક રોટલી દાળ-ભાત અને સાથે ઘણું બધું હતું. બસ હવે તો મનમાં એવું જ લાગવા લાગ્યું કે તૂટી પળ ગિરિમલ(ગિરી).

પણ ત્યાં એકાએક મારી નજર એક ડોશીમા ઉપર પડી કે જે મને દરરોજ પોતાની સ્મિત ભરી નજરે જોતા, મને તાકતા રહેતા. હું દરરોજ આવું અને એ પોતાના કરચલીવાળા ચહેરાના સ્મિત વડે મને પોતાને તે કશું આપતા હોય એવું મને લાગ્યું. એ સ્મિત મને મારા દાદીમાની યાદ અપાવતી હતી. હું દરરોજ આવું, દરરોજ મને એ પોતાનું ખુશી વગરનું સ્મિત આપે, મને પોતાને પણ સ્મિત કરવા પ્રેરિત કરતા હોય એવું લાગ્યું.

તે દિવસે મને એક અલગ જ લાગ્યું. દરરોજનું મારું પોતાનું જમવાનું ચાલુ કર્યું. હું જેમ જેમ પોતાનું જમવાનું ચાલુ કરતો હતો તેમ તેમ મારી નજર સામે જોતા જ રહે. મને એકાએક થયું કે કંઈક તો કારણ હશે કે આ ડોસીમાં મારી સામે દરરોજ પોતાનું નિ:સ્વાર્થ સ્મિત મને આપે છે. મને થયું એ ભૂખ્યા હશે તે થોડું ઘણું પણ પોતાના ભાગનું જમવાનું તેમને આપું.

મેં એક ખાલી ડીશ વેઈટર પાસેથી મંગાવી લીધી અને કીધું પાંચ રૂપિયા મારી પાસેથી એક્સ્ટ્રા લઈ લેજો. વેઈટર એ મને ડીશ આપી અને કહેવા લાગ્યો.

"આપને શું કરવી છે આ ખાલી ડીશ નું."

મે કીધુ "ભાઈ મારે આમાંથી થોડું ખાવાનું તે સામે બેઠેલી ડોશીમાં ને આપવું છે."

તે મને કહેવા લાગ્યો. "એમનું તો દરરોજનું થયું છે, સાહેબ. અમારી પાસે પણ ઘણીવાર માગ્યા કરે અને અહીં આવેલા કસ્ટમર પાસે પણ, પણ અમે આપતા નથી." મેં એને કીધું,

" અત્યારે મને આપી દેવા‌ દે."

અમારા બંનેનું વાર્તાલાપ ત્યાં બેઠેલા ઘણા બધા રહીશ લોકો પણ જોઈ અને સાંભળી રહ્યા હતા.

જમવાની ડીશ હાથમાં લઇને તે જ્યાં પુલ નીચે બેઠેલા હતા ત્યાં જઈને હું તેમને મારુ અડધા ભાગનું જમવાનું આપી હું પણ જમવા બેસી ગયો‌. બસ પછી સ્મિત ભરી નજરે નિહાળતા રહ્યા અને હું પણ. મને થયું આજે હું પણ આ સ્મિત ભરી નજરે નિહાળી લઉં. કારણકે મને આ સ્મિતમાંથી કંઈક અલગ જ તાકત મળતી હોય એવું લાગવા લાગ્યું. અને આમ હું મારું જમવાનું પૂરું કરવા માટે મથવા લાગ્યો. અને પેલી ડોશીમાં સામે જોઇને પોતાનું જમવાનું કામ કરવા લાગ્યો્.

એ જ સમયે એ ડોશીમાં મારું આપેલું જમવાનું જમીને પુલના એક સ્તંભ પાસેથી બીજા સ્થળ પાસે જતા રહ્યા મને ખબર પણ ના પડી હું મારું જમવાનું પતાવી પૈસા દઈ નીકળવાની તૈયારી માં જ હતો.

ત્યાં એકાએક મારી નજર એ બીજા સ્થંભ પાસે પડી.

મેં જોયું તો ઘણા બધા લોકો એકાએક એકઠા થવા લાગ્યા. અને બધા લોકો એક બીજા સાથે વાતો કરવા લાગ્યા. મને લાગ્યું ચાલને હું પણ જોઈ આવુ શું થયું છે. બસ હું તો દોડીને ત્યાં પહોંચ્યું જોયું કે ડોસીમાં પોતાની આખરી શ્વાસ લઇ બેઠા હતા. અને ધરતી પર ઢળી પડ્યા એ જ સ્મિત સાથે કે જે ને તેની આંખોમાં અને અને તેના ચહેરા પર જોયું હતું.

મને આંખોમાં પાણી આવી ગયા કે આ ડોસી માટે એકાએક શું થયું હશે તે મારું છેલ્લું ભોજન અને તેની છેલ્લી સ્મિત સાથે આ જિંદગી છોડીને જતા રહ્યા. અને બસ એ ક્ષણે હું એક ટોળાની વચ્ચે જઇને બોલ્યો કે‌ ક્યારેક પણ આપણી જિંદગીનીમાં કોઈને પણ એક નાના એવા ટુકડાથી પણ કોઈની જીન્દગી જો બચતી હોય તો તેને આપી દેવામાં ખોટ નથી.

ત્યાં એક જણ જે મને જોઈ રહ્યો હતો જ્યારે મે આ ડોશી માને જમવાનું આપી રહ્યો તે આવીને બોલ્યો ભાઈ આ તારા હાથનો રોટલો ખાઈને ગયેલી છે અમે લોકો આ ડોશી માને જમવાનું ન આપી શક્યા. તું ખૂબ જ ભાગ્યશાળી છે કે આ ડોસીમાં તારા ભાગનું જમીને મૃત્યુ પામ્યા છે.

મને હજી પણ એ સ્મિત ક્યારેક મારા સ્મિત કારણ બનીને મને યાદ આવતું રહે છે. મે એ સ્મિતને હંમેશા બીજા ગરીબ લોકોના સ્મિતમાં પરિવર્તન કરીશ એવી પ્રતિજ્ઞા કરી.

મારી નાની એવી કહાની તે ડોશીમાં ને અર્પણ કે જેણે મને તેમના સ્મિતથી જિંદગી જીવવાનું કારણ સમજાવી આ દુનિયામાંથી જતા રહ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational