Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Megha Kapadia

Drama Fantasy Romance

2  

Megha Kapadia

Drama Fantasy Romance

માન્યાની મંઝિલ ચેપ્ટર - 4

માન્યાની મંઝિલ ચેપ્ટર - 4

4 mins
7.8K


‘શું નવા જુની થઈ હશે મારા ફેસબુકમાં? કોની-કોની રીક્વેસ્ટ આવી હશે? મારું ફેસબુક અકાઉન્ટ જોઈને પેલી નિત્યા અને વૈષ્વી તો બળીને ખાખ થઈ ગયા હશે. અત્યાર સુધી તેમણે મને કેટલી વાર સંભળાવ્યું હતું કે તું અમારા સ્ટાન્ડર્ડની નથી કારણ કે તારું ફેસબુક અકાઉન્ટ નથી પણ હવે એ બધા ફેસબુક ઉપર મારું અકાઉન્ટ જોઈને શૉક થઈ ગયા હશે. કાશ મારી પાસે ઘરમાં ઇન્ટરનેટ હોત તો હું અત્યારે જ જોઈ લેત કે કોણે-કોણે મને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી છે?' આ બધા વિચારોમાં ને વિચારોમાં રાતના 3 વાગી ગયા હતા પણ પિયોની હતી કે ન તો આજે તેને ઊંઘ આવતી હતી કે ન તો તેના વિચારો રોકાવાનું નામ લઈ રહ્યા હતા. આખરે પિયોનીએ મન મનાવ્યું કે કાલે સવારે જેવું સાઇબર કાફે ખૂલશે કે તરત તે પહોંચી જશે અને જોઈ લેશે કે તેના ફેસબુકમાં કેટલી અફડા તફડી મચી છે!! લગભગ 4 વાગ્યે પિયોનીની આંખો મિંચાઈ અને 5 મિનિટમાં જ તેના નસકોરા સંભળાવવા લાગ્યા.

સવારે પિયોની જાગી તો પિયોનીએ જોયું કે 10 વાગી ગયા હતા. ડેડી જ્યારે ઘરમાં ન હોય ત્યારે તે હેડ ઓફ ધ હાઉસ બની જતી. તેનો ઉઠવાનો સમય ફિક્સ નહોતો અને એમાં પણ વેકેશન ચાલી રહ્યું હોવાથી નાનીમાં પણ તેની મરજી હોય ત્યાં સુધી તેને સુવા દેતા પણ આજે પિયોનીના તેવર કંઇક અલગ જ હતા. ‘નાનીમાં, તમે આજે મને ઉઠાડી કેમ નહીં?' પિયોનીએ નાનીમાંને ફરિયાદ કરી. ‘રોજ હું ક્યાં તને ઉઠાડું છું? તું તારી ઇચ્છા થાય ત્યારે જ તો ઉઠે છે!!' ‘પણ આજની વાત કંઇક અલગ હતી...આજે મારે વહેલા ઉઠીને ફટાફટ નાહી-ધોઈને બહાર જવાનું હતું. એની વૅ, હું નાહવા જઉં છું તમે ફટાફટ મારી ગ્રીન ટી અને નાસ્તો તૈયાર રાખો.' પિયોની મનમૌજી જીવન જીવતી હોવાથી તેના ઉપર કોઈનો કન્ટ્રોલ નહોતો અને ન તો તેને કોઈ કંઈ કહી શકતા હતા. બીજી બાજુ માન્યાના ઘરમાં માહોલ કંઈક અલગ જ હતો. તેના પરિવારમાં બધા કામ ઘરના લોકો જાતે જ કરતા. વેકેશન પડ્યા પછી પણ માન્યા તેના નિયમિત ક્રમે ઉઠી જતી અને મમ્મીને હાથોહાથ બધું જ કામ કરાવી દેતી. આટલું જ નહીં, તે રસોઈ બનાવવામાં પણ તેની મમ્મી જેટલી જ એક્સપર્ટ હતી. 11 વાગવા આવ્યા હતા ત્યાં તો માન્યાએ ઘરની ઝાપટ ઝૂપટ, કચરા-પોતાથી માંડીને ઘરનું બધું જ કામ પતાવી દીધું હતું. તે શાંતિથી છાપું લઈને વાંચવા બેસી કે અચાનક ઘરનો ડોરબેલ વાગ્યો.

તેણે બારણું ખોલ્યું તો સામે પિયોની ઊભી હતી. ‘અરે આજે સુરજ ક્યાં ઉગ્યો?' માન્યા મજાક કરતા બોલી. ‘એ બધું છોડ તું, ચાલ ફટાફટ તૈયાર થઈ જા આપણે સાયબર કાફે જઈએ છીએ. હું તને લેવા આવી છું.' ‘ગાંડી છે?? મારી મમ્મી જોઈ છે? આપણે સવારમાં રખડપટ્ટી ચાલુ કરી દીઈશું તો એ મને બોલશે. સવાર-સવારમાં તને આ શું ભૂત ઉપડ્યું છે?' માન્યાને પિયોનીની વાત ગાંડપણ જેવી લાગી. ‘મને તો કાલે અડધી રાત સુધી ઊંઘ જ ના આવી યાર. હું તો ફેસબુકના સપનામાં એટલી ખોવાઇ ગઈ હતી કે મેં તો નક્કી કરી લીધું કે કાલે સવારે સાઇબર કાફેવાળાને આપણે જ બોણી કરાવીશું. એટલે જ તો ફટાફટ તૈયાર થઈને હું આવી ગઈ.' પિયોનીના ચહેરા પર અજીબ ઉત્સાહ દેખાતો હતો. ‘પિયોની તું ખરેખર ફેસબુક પાછળ ગાંડી થઈ ગઈ છે. આટલું વળગણ પણ નહીં સારું.' ‘ઓકે માતાશ્રી, હવે જલ્દી બોલ તું આવે છે કે હું જઉં?' પિયોની બારણે ઊભી-ઊભી જ માન્યા સાથે વાત કરતી હતી. ‘ના, તું જા અત્યારે મને નહીં ફાવે.' ‘ઓકે, ટાટા...' ફટાફટ પગથિયાં ઉતરતા પિયોની બોલી અને માન્યા બાય કહે તે પહેલા તો પિયોની એક્ટિવા પર સોસાયટીના ગેટ સુધી પહોંચી ગઈ હતી.

સવારે બહુ ભીડ ન હોવાના કારણે સાઇબર કાફેમાં પહોંચતાની સાથે જ તેને ટેબલ મળી ગયું. તેણે પોતાનું ફેસબુક પેજ ખોલ્યું તો એવી કોઈ અપડેટ જોવા ન મળી જેની રાહમાં તે આખી રાત ઊંઘી નહોતી. એક-બે સ્કૂલમેટ્સની ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી હતી બસ, એ એક્સેપ્ટ કરીને તેણે થોડું સર્ફિંગ કર્યું. પિયોની જેટલા ઉત્સાહ સાથે આવી હતી તેટલી જ નિરાશા સાથે તેણે પોતાનું ફેસબુક અકાઉન્ટ બંધ કર્યું.

હજી તેની પાસે પૂરી 20 મિનિટ હતી. તેને વિચાર આવ્યો કે તે માન્યાનું અકાઉન્ટ ખોલીને પણ જોઈ લે તો? જો કે, એક મિનિટ માટે તો તે રોકાઈ કે ના આ યોગ્ય નથી પણ આખરે તેણે મનને એ કહીને મનાવ્યું કે, ‘વી આર બેસ્ટ ફ્રેન્ડ્સ. અમારા વચ્ચે ક્યાં કંઈ છૂપું છે!!' પાસવર્ડ તો તેણે જ રાખ્યો હોવાથી ફટાફટ તેણે માન્યાનું અકાઉન્ટ ખોલી નાંખ્યું. જોકે, તેના અકાઉન્ટમાં પણ ખાસ એવી કોઈ અપડેટ નહોતી પણ કોઈ અંશુમન નામના અજાણ્યા છોકરાની ફ્રેન્ડ રીક્વેસ્ટ હતી. એ જોઈને પિયોનીએ તેની પ્રોફાઇલ ખોલી અને જોયું તો તેની ટાઇમલાઇન પર તેના ઢગલાબંધ ફોટોઝ જોવા મળ્યા. મનમાં તો એ વિચારી રહી, ‘હાય...હી ઈઝ લુકિંગ સો હેન્ડસમ.' અંશુમનનો એક શર્ટલેસ ફોટો જોઈને તો પિયોની તેને જોતી જ રહી ગઈ. તેના મોઢામાંથી વોટ અ ચાર્મિંગ મેન..હાઉ સ્વીટ હી ઈઝ...જેવા ઉદગારો સરી પડ્યા. એકવાર માટે તો તેને મીઠી ઇર્ષ્યા પણ આવી ગઈ કે આટલા હેન્ડસમ છોકરાએ તેને ફ્રેન્ડ રીક્વેસ્ટ કેમ ના મોકલી? વેલ, પિયોની એટલી તો સમજદાર હતી કે માન્યાની પરમિશન વગર આ ફ્રેન્ડ રીક્વેસ્ટ એક્સેપ્ટ ના કરાય. તેથી તેણે માન્યાનું અકાઉન્ટ બંધ કર્યું અને પૈસા ચૂકવીને એક્ટિવા ચાલુ કર્યું. જોકે, તે એક વાત માટે શ્યોર હતી કે માન્યા આવા અજાણ્યા છોકરાની ફ્રેન્ડ રીક્વેસ્ટ ક્યારેય એક્સેપ્ટ નહીં કરે પણ પિયોની માટે તો અંશુમન પળવારમાં જ તેનો ક્રશ બની ગયો હતો અને એટલે જ ગમે તે થાય પણ માન્યા પાસેથી તેને આ ફ્રેન્ડ રીક્વેસ્ટ એક્સેપ્ટ કરવાની મંજૂરી મેળવવી હતી.

(તો શું પિયોનીની આ જીદ પણ માન્યા પૂરી કરશે? અંશુમન નામના છોકરાની આ ફ્રેન્ડ રીક્વેસ્ટ પિયોની અને માન્યાના જીવનમાં કયો નવો ટ્વિસ્ટ લાવશે તે જાણવા માટે જોતા રહો માન્યાની મંઝિલ.)


Rate this content
Log in

Similar gujarati story from Drama