Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

ખૂબ યાદ આવે

ખૂબ યાદ આવે

3 mins
7.3K


ઝરીનાને ખબર હતી જીગર સાથેના લગ્ન અબ્બુજાન અને અમ્મી બંને

મંજૂર નહી કરે. અમેરિકામાં જન્મેલી , ભણેલી, ઉછરેલી આવા બધા ઝનૂની

વિચારોથી અપરિચિત. પ્યાર પૂછીને થાય નહી. એ તો બસ થઈ જાય,

ઝરીના અને જીગર બંને કમપ્યુટર એંજીનયરિંગમાં સાથે હતાં. કૉર્નેલ યુનિવર્સિટિમાં

મોટે ભાગે બધા ક્લાસીસમાં સાથે હોય. બન્નેને સ્વિંમિંગનો શો્ખ પણ સરખો. બસ

ક્યારે પ્રેમ થયો ખ્યાલ ન રહ્યો. જીગરના માતા પિતાને વાંધો ન હતો. ઝરીના ખૂબ

મીઠી અને પ્રેમાળ બધાનું દિલ જીતી લીધું. જીગરને પોતાને ત્યાં લઈ જવાની ઝરીનામાં

હિમત ન હતી. તે જાણતી હતી તેના અબ્બુનો મિજાજ . હંમેશા ઉશ્કેરાયેલાં. સમાજમાં

ચાલી રહેલાં તોફાનો તેમને અકળાવતા. તેને લઈને તેઓ હમેશા ગુસ્સામાં જોવા

મળતાં. ઝરીના તેમનાથી ખૂબ ડરતી. હવે કેમપસ પર રહેતી હતી. સુંદર પ્રેમાળ

વાતાવરણ ચારે તરફ હોવાથી ખીલી ઉઠી હતી.

જીગરે તેને પ્યાર અને મહોબ્બતથી જીતી લીધી. પ્યારનો ચમત્કાર તેણે જાતે અનુભવ્યો.

પ્યારમાં પાગલ પરવાના દુનિયાની પરવા કરતાં સાંભળ્યા યા જોયા છે?

હમણાંતો ભણવામાં મશગુલ હતાં. જવાની દીવાની કોઈનું ક્યાં સાંભળવાની,

‘ઝરીના, તં બેફિકર રહેજે , મારાપપ્પા અને મમ્મી તને પ્યારથી અપનાવશે.

અરે,યાર આ ૨૧મી સદીમાં મિયા બીબી રાજી તો ક્યા કરેગા કાજી. ‘ અમારામાં

તો અમેરિકન, ઇટાલિયન કે જર્મન છોકરી હોય તો પણ કોઈ વાંધો હોતો નથી !

જીગર, તું ભારતનો છે, ભગવાનનો ઉપકાર માન કે છોકરો છે. બસ વધારે શું જોઈએ?

કૉલેજના ચાર વર્ષ ક્યાં પસાર થઈ ગયા ખબર પણ ન પડી. જે ભય હતો તે સાચો

પડ્યો.

ઝરીના એકની એક દીકરી હતી. ભાઈઓ ચાર હતાં. રૂઢી ચુસ્ત માતા પિતાના

સંતાન ભણી ગણીને પોતાની જાતની છોકીરઓ સાથે પરણી ઘર સંસાર શરૂ કર્યો.

અમેરિકામાં હતાં એટલે નિકાહ પછી માતા પિતાની કોઈ રૂઢીને વળગીને ન રહ્યા.

ઝરીના અને જીગરના પ્યારને ખુલ્લા દિલે આવકારવાને બદલે ઝરીનાના અબ્બુએ

જીગરને ધાક ધમકી આપવી શરૂ કરી.

ભણેલો ગણેલો જીગર આવી કોઈ પણ ચેતવણીને ગણકાર્યા વગર ઝરીના સાથે

કૉર્ટ મેરેજ કરી આવ્યો. ઝરીનાએ અબ્બુ અને અમ્મી સામે બળવો પોકાર્યો. ઝરીનાને

જીગરના મમ્મીએ ખૂબ લાગણી અને પ્રેમે અપનાવી. તેના મમ્મીના દિલની ઉદારતા

અને પાવનતા ઝરીનાને સ્પર્શી ગયા.

મનોમન તે પોતાના અબ્બુ અને અમ્મી સાથે જીગરના માતા પિતાને મૂલવી રહી.

જીગરનો ઉપકાર માની રહી કે આટલો બધો પ્યાર જતાવ્યો. ઝરીના આખા કુટુંબ

સાથે ખૂબ હળી ગઈ. જીગરના મમ્મીએ તેને દીકરીની જેમ જાળવી. બંને જણા શરૂમાં

પોતાનું નાનું અપાર્ટમેન્ટ લઈ સેટલ થયા. નસિબ જોગે જોબ સારો મળી ગયો હતો.

વીકેન્ડ, આવે ત્યારે બંને જણા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતાં. ઝરીનાને જીગરના

ઘરની રહેવાની સ્ટાઈલ પસંદ આવી. સવારના મમ્મી થોડો સમય સેવામાં ગાળતા.

સાંજે નધા સાથે બેસી ડિનર લેતાં પહેલાં ભગવાનનું સ્મરણ કરતાં. વાતાવરણ શાંતિ

પ્રિય અને શુભ દીસતું.

ઝરીનાએ જીગરના મમ્મીને વાત કરી . મારે ધર્મ બદલવો છે. આપણા ધર્મ વિશે

જાણવું છે. વાતવાતમાં તેનાથી કહેવાઈ ગયું કે તેના દાદાના પિતા હિંદુ હતાં.

ભારતના ભાગલા પછી જ્યારે પાકિસ્તાનમાં હતાં ત્યારે જબરદસ્તીથી મુસલમાન

થયા હતાં.

 ઝરીનાએ પહેલું કામ નામ બદલવા વીશે સુચવ્યું. જીગરના મમ્માને ઝરણાં નામ ખૂબ

ગમતું હતું. જીગર પછી બીજું બાળક થયું ન હોવાથી મનની મનમાં રહી ગઈ. ઝરીનાએ

ઝરણા નામ કબૂલ રાખ્યું.

લગ્ન ઉતાવળમાં કર્યા હોવાથી આજે મોટી પાર્ટી રાખી હતી. જીગરને ખબર પણ ન હતી

કે મમ્મીએ અને તેની પ્યારી ઝરીનાએ શું કાવતરું કર્યું છે. ઝરીનાના સઘળાં કુટુંબીઓને

પ્યાર ભર્યું આમંત્રણ મોકલ્યું હતું. તેના ચારેય ભાઈ પરિવાર સાથે આનંદના ભાગીદાર

થવા આવ્યા હતાં. સહુ પ્રથમ આમંત્રિતોને આવકારી દોર જીગરના મમ્મીએ સંભાળ્યો.

પોતાના પુત્રની પસંદગી પર ગર્વ અનુભવી સહુને અચંબામાં ગરકાવ કરી દીધાં.

ઝરીનાને, ઝરણા કહી સંબોધી. મંદિરના મહારાજ પાસે તેને ગળામાં કંઠી પહેરાવી. સહુ

મહેમાનો ખુશખુશાલ થઈ ગયા. ઝરીનાના ભાઈઓના પરિવારે ખુશીમાં શામિલ થઈ

બહેનને પ્યારથી ગળે વળગાડી. જીગર ઝરણા પર વારી ગયો. જીગરના પપ્પા તો

કાંઈ બોલી ન શક્યા. ઘરની બંને સ્ત્રીઓને ગૌરવભેર નિહાળી ્રહ્યા.

અબ્બુ અને અમ્મી આવ્યા નહતાં. અબ્બુનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. અમ્મી

કાંઈ પણ બોલે તો મારવા ઉઠે, મુંગા થઈ ગયા. બધા ભાઈઓ પણ અબ્બુજાનથી દૂર રહેતાં.

જીગર અને ઝરણાએ પોતાનો સંસાર શરૂ કર્યો. ઝરણા, અમ્મી સાથે ફોન ઉપર વાત કરતી.

આજે શુભ સમાચાર સાંપડ્યા હતાં. ભગવાનને વિનવી રહી. હે, કૃષ્ણ તું મારા કયા ગુન્હાની

સજા આપી રહ્યો છે. તારા રાજ્યમાં ન્યાય છે, અબ્બુને સદબુદ્ધિ આપી ન્યાયના પંથે વાળજે.

આજે હું અને જીગર માતા પિતા બનશું ત્યારે સ્વાભાવિક છે મને મારા અબ્બુ અને અમ્મી ખૂબ યાદ આવે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational