Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vijay Shah

Abstract Others

0.0  

Vijay Shah

Abstract Others

ટર્નીગ પોઇંટ ઇન - ૪

ટર્નીગ પોઇંટ ઇન - ૪

5 mins
14.8K


પ્રકરણ ૪ મિલનની અજીબ દાસ્તાન

એલ એ ટાઇમ્સમાં નાનક્ડા સમાચાર ચમક્યા હતા. ”મિલનની અજીબ દાસ્તાન.”

બહુ ચર્ચિત સમાચારમાં - કિસને બદલે પ્રેમિકા એ કરડી ખાધો હોઠ. રૂપા અને અક્ષરનું પ્રેમ પ્રકરણ રંગ બદલે છે. આ સમાચાર હવે સમાચાર પત્ર ચગાવતા હતા બે પ્રેમી પંખીડાની ઉજળી વાતો રજુ કરી અમેરિકા મેલ્ટીંગ પોટ છે ભારતનાં બે રાજ્ય મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશનાં પ્રતિનિધિનું મિલન હતું.

લોકલ રેડીઓ સ્ટેશનની હોસ્ટ ભદ્રાને આ કિસ્સો ખુબ ગમ્યો તેથી તેણે રેડીઓ ઉપર બન્ને પ્રેમી પંખીડા નો ઇંટર્વ્યુ લેવાની ઓફર મોકલાવી. કોન્સ્ટેબલ રામ અવતાર ને તે ના ગમ્યુ પણ જાનકી એ હા કહી એટલે અક્ષરને પણ ફોન થયો. કોન્ફરંસ કોલ ઉપર અક્ષરને લેવાયો.બીજા ફોન પર રૂપા હતી અને ભદ્રા રેડીઓ સ્ટેશન પરથી આ મીટીંગ કંડક્ટ કરતી હતી.

“શ્રોતા મિત્રો આપણી કોમ્યુનિટિ માં ચર્ચાયેલો એક કેસ જે અમેરિકામાં સહજ છે પણ ભારતમાં તે ચર્ચાસ્પદ થઈ શકે. તેના બે પાત્રોની સાથે આજે જીવંત ચર્ચા કરીશું.” આપણૈ સાથે ફોન ઉપર તેમના વડીલો અને વકિલો પણ હાજર છે અને પ્રસંગ ચર્ચાયા પછી શ્રોતા મિત્રો તેમના અભિપ્રાય આપી શકશે. તો ચાલો તમારી ઓળખાણ કરાવું.. રૂપા અને અક્ષર આપણા નાયક અને નાયિકા.

થોડા મ્યુઝિક પછી રૂપા કહે છે. "હું રૂપા. મારો સાહ્યબો છે અક્ષર. મારી મિત્ર પરીનો તે ભાઇ. હું બહું નાની હતી ત્યારથી મને તે ગમતો પણ ભાઈ તરીકે નહીં મને એના માટે માન હતું. તે કંઇ પણ કરે તો મને ગમતી હોવાનો તેનો હક્ક સમજતી. તેની નાની નાની વાતોમાં પણ હું પ્રસન્ન થઈ જતી. ટુંકમાં તેની અસરમાં હું હતી મને થતું કે આની સાથે આખી જિંદગી રહેવા મળે તો કેવું સારું? મારી આ વાતો ને પરી હસી નાખતી.”

થોડા મ્યુઝીક પછી ફરી ભદ્રા કહે ચાલો હવે સાન એંટોનિઓથી અક્ષરને મળીએ.

અક્ષર કહે, "હું રૂપા કરતા ચાર વર્ષ મોટો. તે પરીની બહેનપણી એટલે મારે માટે પણ નાની બેન જેવીજ. પણ ક્યારેક તે મને જોતી તો મને લાગતું કે તે મને બીજી જ નજરે જુએ છે, તમે સમજી ગયાને? પુખ્ત છોકરો કોઇ પુખ્ત છોકરીને જે નજરે જુએ તેવી નજરે.."

મને તે નજર ગમી અને મેં પૂછ્યું “રૂપા હું તને ગમું છું?”

તે શરમાઈ અને બોલી “હા.” અને તે નાસી ગઈ.

મેં બીજે દિવસે ફરી થી એજ નજરે જોતી પકડી પાડી અને કહ્યું “ મને પણ તું ગમે છે.” થોડુંક મ્યુઝીક વાગ્યું અને ફરીથી ભદ્રા બોલી આ તો કાચી ઉંમરનો પ્રેમ. કહે છે કે ઝાંઝર અને ઘાયલ હૈયું છુપ્યું ના છુપાય. બસ તેમજ મમ્મીને ખબર પડી ગઈ.

માઇક ઉપર જાનકી બોલી, “અરે રે તેં આ શું કર્યુ? કાચી ઉંમર અને આ પ્રેમનું આલંબન... પરીણામ વિચાર્યુ છે? ત્યારે રૂપા કહે મા અક્ષર મને શું કામ દગો દે? હું તો કોઇ તેનું કહ્યું ટાળતી નથી અને તે પણ મને સતત કહે છે મને તે ચાહે છે...

ભદ્રા આ ચર્ચા દરમ્યાન માની વ્યથાને શબ્દ દેહ આપે છે”.દિકરીનાં ભોળપણ ને કેમ ખાળવું? આ વ્યથા ૯૦ ટકા મા ની હોય છે.ફોનની ઘંટડી વાગે છે શ્રોતાઓને બોલવા દેવાય છે.

એક મંતવ્ય એવું હતુ કે મા બાપનો વાંક છે તાલિમ અપાઇ નથી. આવા પ્રસંગો ન ઘટે તેની તકેદારી લેવામાં મા કાચી પડી છે.

બીજુ મંતવ્ય એવું હતુ કે છોકરો ભારતિય હતો તેનું આવું તક્વાદી વલણ નિંદનીય છે. ત્રીજુ મંતવ્ય એવું હતું કે ભારત કરતા અમેરિકા ઘણી બાબતે પ્રેક્ટીકલ અને વહેવારું છે. તેમના મા બાપ સાથે વાત કરો અને ૧૮ વર્ષ સુધી તેમનો ખયાલ રાખો.

ચોથુ મંતવ્ય તો એ હતું કે હજી સુધી તેમના સંબંધો નાના બાળકનાં જન્મ સુધી પહોંચ્યા હોય તો તે એવી સંસ્થામાં કામ કરે છે કે તેઓ તે બાળક્નાં જન્મ પછી પણ પગ ભર ન થાય તે બાળકને સાચવવા પણ તૈયાર છે.

ભદ્રા કહે, “આનું નિરાકરણ શું? તેનો જવાબ આપને કથા જેમ આગળ ચાલશે તેમ આપને મળતું જશે. રૂપાની માતા આના નિરાકરણ માટે અક્ષરની માતાને વાત કરે છે."

જાનકી બોલે છે – જુઓ તમારા દિકરાએ મારી દિકરી સાથે કુકર્મ કર્યુ છે. મારી દીકરી નાની અને નાસમજ છે તે સમયે તેને વહુ તરીકે સ્વિકારો નહીતર અમેરિકન રાહે તેના ઉપર કેસ કરીશ. પાછળ બેક ગ્રાઊંડ માં જાણે વીજળી પડી હોય તેવો ગડગડાટ થાય છે.

મેઘા બોલે છે “મારા દીકરાને ફસાવવા તમે આ કામ કરો છો… તમે સ્યુ કરશો તો શું અમે બેસી રહીશુ?”

ભદ્રા માઇક ઉપર ભારે અવાજે કહે છે.. એક ખુલતી કળી જેવી પ્રેમ કથા કૉર્ટમાં ચઢી ગઈ. આક્ષેપ અને પ્રતિ આક્ષેપો ચાલુ હતાં ત્યાં વાતો એવી આવી કે રૂપા ચરિત્ર હીન છે અને અક્ષર તેને ભોળવી રહ્યો છે…કેસ સબ જુડીશ હોવા છતા બંને એક મેક ને મળે છે. રૂપાની માતા એ આવા કેસ ૬ જણ ઉપર કર્યા છે..જેવી જેવી અફવાઓ ઉભરતી રહી પણ આ અફવાઓની માઠી અસરો બંને કુટુંબો પર પડતી ગઈ અને એકદિવસ ચમત્કાર થયો.

મેઘા ફોન ઉપર બોલી, “કેસ થયા પછી એક દિવસ રૂપાને મેં જોઇ મને તે ગમી. અક્ષરને મેં શાંતિ થી સાંભળ્યો. મારા પ્રશ્નોને તે સાંખી ન શક્યોંએં એને એમજ પુછ્યુ પરી સાથે આવુ થાય તો? અને એના ગલ્લતલ્લા એ મને મારી ભુલ સુધારવાની તક આપી.”

જાનકી ફોન ઉપર આવી “મેઘા બેને એક જ શરત મુકી કેસ પાછો ખેંચો તો અક્ષર અને રૂપા નાં લગ્ન શક્ય બને.”

ભદ્રા કહે આ કેટલો જટીલ નિર્ણય હતો આ બંને માતાઓ માટે. ખાસ તો અવિશ્વાસનું વાતાવરણ તોડીને વિશ્વાસ નું વાતાવરણ સ્થાપિત કરવા માટે…

ભદ્રા એ વકિલ રેડ્ડિને માઇક આપ્યુ રેડ્ડી બોલ્યો, "આ અમારે માટે પણ કસોટીની ક્ષણ હતી. અને એવું કહેવાય છે આ પ્રકારનાં લખાણો મોટે ભાગે નિષ્ફળ જતાં હોય છે.પણ જે જોખમો જેના ઉપર લેવાતા હતા તે રૂપા તે જોખમો લેવા તૈયાર હતી અને મેઘા પણ સામે પક્ષે છોકરાનું હિત જોતી હતી તેથી તે કોન્ટ્રાક્ટ થઈ શક્યો.વકિલ રાજેન શૌરી બોલ્યા “આ એક હકારાત્મક સારું કામ કરી શક્યા તે માટે સૌને અભિનંદન."

રૂપા ફરી બોલી ભદ્રા બેન આ લગ્નજીવન સફળ જ જવાનું છે તેની ખાત્રી મારી મોમને થતી નહોંતી પણ હું અને અક્ષર તેને સફળ બનાવશું કારણ કે તે અમારા હિતમાં છે. તેના હોઠને કરડવું એ મારી ચિમકી હતી અને તેણે તે સ્વિકારી. મારો તો તે પહેલો અને આખરી પ્રેમ છે.

અક્ષર પણ તરતજ બોલ્યો. "મોમ પાસે હું કદી ખોટુ નથી બોલી શક્યો. અને તેમની વાત હંમેશા સાચી એટલા માટે છે કે તેઓ એ હંમેશા સત્યને સાથ આપ્યોછે. રહી રૂપાને પ્રેમની વાત તો તે જેમ પુખ્તતા વધે તેમ વધતો પ્રેમ છે.અને સ્ફટિક જેવો શુધ્ધ અને નિર્મળ પ્રેમ હું ખોઉં તેવો મુરખ હું નથી."

ભદ્રાએ આ ઘટ્નાને ભારતિય રીતે તો વખોડી અને અમેરિકન રીતે સત્ય જાણ્યા પછી ભારતિય રીતે દીકરાને ના છાવર્યો.

હવે આગળ શું તે પ્રશ્નનો જવાબ શ્રોતા પોત પોતાની રીતે આપ્યો. એક વાત વારંવાર કહેવાઈ છોકરો એટલે લોટો અને ઉટકો એટલે ચોખ્ખો એ ભારતની બદી. પણ અહીં તો તે ગુનો..અજ્ઞાન થીકે જાણી જોઇને થયેલું આ કામ ચાઈલ્ડ મોલેસ્ટેશન ગણાય. ગમે તેટલી સાવધાની કેમ ન હોય આ વર્તન અસ્વિકાર્ય છે.

આપણા આ કેસમાં જો તે બંને લગ્ન સંબંધે બંધાય તો સજા હળવી થતી હોય છે.છોકરી ૧૮ વર્ષની ન થાય ત્યાં સુધી અને સંમતિ થી થયેલ છેડછાની સ્વિકૃત છે.

ભદ્રાને રેડીઓ પર ઘણી વાહ વાહ મળી.સાથે સાથે સૌનો આભાર માનતા અને રૂપા અને અક્ષરને સુખી લગ્ન જીવન નાં આશિશ સાથે એક વાત દોહરાવી કે છોકરો એટલે લૉટો વાળી વાત ખોટી છે. બંને પક્ષની સહમતિ જરુરી છે જે મેઘાબેને સહજ રીતે રૂપાને સ્વિકારીને કર્યુ છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract