Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

0.4  

Pravina Avinash

Others

ખાંડણિયું

ખાંડણિયું

3 mins
14.4K


અરે, આ પ્રેમ ભર્યો આલાપ કોનો સંભળાય છે? કેવું મધુરું કર્ણપ્રિય સંગીત  છે. સવારનો પહોર હતો. એક તરફ કૂકડાની કૂ ક અને બીજી તરફ તાલબદ્ધ સંગીત. જોકે આ નવિન ન હતું પણ પરિચિત ન લાગ્યું. મોના, જન્મી હતી ભારતની ધરતી પર અને નસિબ તાણી ગયું છેક અમેરિકા. બાળકો નાના હતા ત્યારે બહુ આવીને વસવાટ કરવાનો સમય ન મળતો. પણ હવે તેઓ તેમની સંસારિક જિંદગીમાં પરોવાયા હતા.

૬૧ વર્ષની મોના અને ૬૩ વર્ષનો મોહિત હવે આરામથી ભારતની સહેલગાહ પર નિકળી પડતાં. મોનાની ‘બા’ ગામડામાં એકલા રહેતાં. પ્રભુ ભજન અને લોકોને મદદ આ બે તેમના જીવનનો ઉદેશ રહ્યો હતો. ઘર ગામડાનું પણ ખૂબ વ્યવસ્થિત. તેમને પશ્ચિમી ઢબથી સજાવી રોનક બગાડવી ગમતી નહી. એ બારણું ખોલાવાનો ‘ઉલાળીયો’, આંગણ, ઓસરી, પરસાળ સઘળું એનું એ જ. મોનાને બાળપણ યાદ આવી ગયું. મોહિત શહેરનો નબીરો હતો. તેને પણ આ બધું વાતાવરણ મનભાવન લાગ્યું.

ચાલો વાત કરવી હતી ‘ખાંડણિયાની’. ગાડી પાટા પરથી ઉતરી ગઈ. મોના ઊભી થઈ અને બારીની બહાર જોવા લાગી. અરે આતો મંગી અને મંછી મસાલા ખાંડે છે. મોના આવી હતી તેથી મણીમાને થયું લાવ તેને તાજા મસાલા કરાવીને આપું.

મંગી અને મંછી જે તાલ બદ્ધ ખાંડણિયામાં ખાંડતી હતી તે દૃશ્ય અદભૂત હતું. તેમના શરીરની લચક, હાથની કરામત જોવામાં મોના તલ્લીન થઈ ગઈ. કેટલા વર્ષો પસાર થઈ ગયા હતા. ખાંડણિયું પણ મોનાને જોઈ મુસ્કરાયું. દસ્તાને કહે, અરે ઓળખે છે કે ભૂલી ગયો?

 

‘આ, એ જ મોના છે જે આડેધડ તને મારા પર પછાડતી હતી?’ હવે તો ભાઈ ખૂબ બદલાઈ ગઈ મઢમડી લાગે છે. જોને કેવા વેષ કાઢ્યા છે. ભાઈ એ તો હવે અમેરિકા રહે છે. આપણને બંનેને દૂરથી ઘૂરે છે. નજીક આવતા તેને શરમ આવે છે કે શું? આપણે સંયમ રાખવો પડશે, દસ્તાભાઈ તને અડકેતો આનંદના અતિરેકમાં તેના પગમાં ના પડીશ. બહેનબાને વગાડીશ નહી.’

‘દસ્તો બસ મોના બહેનને તાકી રહ્યો. ક્યાં ઘાઘરી પહેરીને ફરતી મોના અને અને ક્યાં આજની, ઓળખવી પણ મુશ્કેલ થઈ ગઈ છે.’

મોના, મંછી અને મંગી પાસે આવી ને બોલી મને ઓળખી? હું જ્યારે અમેરિકા ગઈ ત્યારે તમે બંને નાની છોકરીઓ હતી. હવે તો બે બાળકોની મા બની ગઈ. મંગી અને મંછી બંને શરમાયા.

બંને જણા સાથે બોલી પડ્યા, ‘હા બોનબા તમને ઓળખ્યા. મણીમાસીએ તમારા આવવાની વાત કરી હતી.’

ધીરે રહીને મંગી મને આપ દસ્તો, જોઊં તો ખરી મને ખાંડતા ફાવે છે. મંગી અને મંછી અવાચક થઈ ગયા. ગભરાતાં ગભરાતાં દસ્તો આપ્યો. દસ્તો તો ધ્રુજવા લાગ્યો.

મોના હાથના સ્પર્શથી તેના રુંવાટા ઉભા થઈ ગયા. ડરી પણ ગયો. નાઈલાજ હતો. તેનામાં ક્યાં જીવ હતો. એ તો ચિઠ્ઠીનો ચાકર. મોના એ તો હતું એટલું જોર કરી ઝિંક્યો.

ખાંડણિયું ઉલળી પડ્યું. ભલું થજો કે ધાણા હતા જો મરચું હોત તો જોવાજેવી થાત. મોના ગભરાઈ ગઈ. પેલી બેઊ જણીએ તેને શાંત પાડી.

દસ્તો અને ખાંડણિયું એકબીજાને ભાંડવા મંડ્યા. અંતે શાંત થઈ આશ્વાસન લીધો કે આપણી બો’નબાને ન વાગ્યું. પછી કહે હજુ એવીને એવી છે આડેધડ ઝીંકે છે.


Rate this content
Log in