Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailee Parikh

Others

2  

Shailee Parikh

Others

ગગન

ગગન

2 mins
7.5K


એક સુંદર મજાનું શહેર હતુ. તેમાં ગગન નામનો છોકરો તેના પરિવાર સાથે રહેતો હતો. ગગનને ભણવું સહેજ પણ ગમતુ નહિં. શાળામાં શિક્ષક ભણાવતા હોય, અને ગગનભાઈનું ધ્યાન ક્લાસની બારીની બાર ઝુલતી ડાળીઓ પર હોય. ગગનના માતા-પિતા એને ઘણીવાર સમજાવતા પણ ગગન કોઈનું કંઈ જ સાંભળતો નહિ.
 
એક દિવસ તેમની શાળામાં નવા શિક્ષક આવ્યાં તે ખૂબ જ પ્રેમાળ હતા. વિદ્યાર્થીઓને વ્હાલથી સમજાવતા અને ભણાવતા. વળી તેઓ ક્લાસમાં ભણાવી ઘરકામ તો ક્યારેય ન્હોતા આપતા. નવા શિક્ષક પૂર્વીબહેન ગગનને પહેલા દિવસથી જોતા હતા. બીજા વિદ્યાર્થીઓ જોડે ગગન વાતો નથી કરતો, વર્ગમાં ભણવામાં તેનું ધ્યાન નથી હોતું આ બધુ નોંધ્યા પછી એકવાર રિસેસના સમયે, પૂર્વીબહેનએ ગગનને બોલાવ્યો. ગગન પહેલા તો ગભરાઈ ગયો. પૂર્વીબેનએ શાંતિથી પુછ્યું બેટા તારું ધ્યાન ભણવામાં કેમ નથી હોતુ આખો દિવસ બારી પાસે બેસી રહે છે. વાત શું છે? ગગન કહે, મને બહેન ભણવું નથી ગમતુ કેમ કે મને યાદ નથી રહેતું અને મને ઘરકામ કરવું પણ નથી ગમતું. પૂર્વીબહેનએ કહ્યુ હું તો ક્યારેય હોમવર્ક આપતી નથી. તુ મારા ભણાવવાના વિષયોમાં એકવાર ધ્યાન તો આપી જો વળી ગગન કહે બહેન, મને ચિત્રો દોરવાનો બહુ શોખ છે, પણ મારા પપ્પા કહે છે, ચિત્રો દોરીને શું કરીશ? ભણીશ ગણીશ તો નોકરી મળશે. આપણી શાળામાં પણ ચિત્ર વિષય કોઈ ભણાવતુ નથી. મને રોજ કોઈ એક ચિત્ર બનાવતા શીખવાડશે તો જ હું બધા વિષયો ભણીશ અને સારા માર્ક લાવીશ. પૂર્વીબહેન કહે, બેટા આટલી જ વાત? સારું કાલથી તને ચિત્ર હું શાળા શરૂ થતાં પહેલા શીખવીશ પછી તું વર્ગોમાં જઈને ભણજે. અને સારા ગુણ લાવીશ તો હું તને ઈનામમાં ચિત્રના જુદા-જુદા સાધનો લાવી આપીશ.
 
મંજૂરે ગગનના ચહેરા પર ખુશીના હાવભાવ આવ્યા તેણે તેના શિક્ષક ને વચન આપ્યું, બેન જો તમે મને ચિત્રો શીખવશો. તો હું ભણવાના દરેક વિષય ધ્યાનથી ભણીશ અને આમ ગગન ભાઈના વિચારોને વિહરવાનું ગગન મળી ગયું.
 
બોધ:- ભણવાના વિષય સાથે કોઈ કળાનો અભ્યાસ કરવામાં આવે, તેનાથી ભણવામાં પણ સારી રીતે ધ્યાન આપવામાં સફળતા મળે છે. બાળકના રસને ધ્યાનમાં રાખી, ભણાવવાથી અભ્યાસ સરળ અ રસપ્રદ બને છે.


Rate this content
Log in