Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Shah

Abstract

2.0  

Neha Shah

Abstract

અડધી રાતનું અજવાળું

અડધી રાતનું અજવાળું

5 mins
14.8K


દિલ ચીઝ ક્યાં હૈ ? આપ મેરી જાન લીજીયે !! 

સવારથી માસ્ટરજી નસીમને તબલાના તાલ સાથે ઘૂંઘરુની રમઝટનો સૂર એક કરવા મહેનત કરતા હતા. શબનમબાનુંના કોઠા પર ઘણી નર્તકી હતી પણ નસીમની નઝાકત જ કઈ ઓર હતી. શબનમબાનુ તેના બુઢાપાની લાઠી સમજતા હતા.

નસીમને તેના તીખા નાક નકશા અને કોઈ અપ્સરાને શરમાવે તેવા ભરાવદાર ઉરોજ અને પાતળી દેહલતા દરેક કોઠા પર આવનારા પુરુષને લાળ ટપકવા મજબૂર કરતા હતા. હવે આવનારા નજીકના જ ભવિષ્યમાં તો નસીમની નથ ઉતારવાની રસમ રાખવાની છે તેથી જ તેમના જૂના ફકીરને આ કામ નો પવિત્ર દિવસ નક્કી કરવા બોલાવ્યા હતા.

ફક્ત સાત વર્ષની બાળકી હતી ત્યારે રૂકય્યાનો શોહર તેને લખનવથી અહીં લાવ્યો હતો. તેના માબાપ કોઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારથી આ રૂપાળા ચહેરાને તેજાબી બનાવાની જવાબદારી રૂકય્યાને સોંપી હતી. રૂકય્યાબાનું એ જ નસીમને નાનપણથી મોટી કરી હતી. શબનમબાનોના કોઠામાં વર્ષો પેહલા તેની અમ્મી જાન પણ કામ કરતી હતી. રૂકય્યાનો શોહર પણ લાહોરથી અહીં વસી ગયો હતો. કોઠામાં નાના મોટા કામ કરીને બે પૈસા કમાઈ લેતો. 

શબનમબાનુના કોઠાની બધી જ છોકરીના મુજરાના શરારા મેસૂરનો જાણીતા દરજી બબનમીયા જ સીવતા. એટલે મહિનામાં એક બે વાર રૂકય્યા બધી છોકરીને અલગ અલગ ભાતના કપડાં સીવડાવા ત્યાં લઈ જતા. બબનમીયાનો દીકરો ઉમેર નાનપણથી મનોમન નસીમને પ્રેમ કરતો હતો.

સમય જતા તેનો પ્રેમ નસીમને પણ સમજાવા લાગ્યો. બંને એકબીજાની આંખોમાં પ્રેમ વાંચી લેતા. સ્પર્શ અને શબ્દોની તેમને જરૂર નહોતી. બસ માત્રને માત્ર અહેસાસ જ બંને માટે પૂરતો હતો. નસીમની સહેલી તબસુમ આ પાક પ્રેમની સાક્ષી હતી. પણ સાથે સાથે તેને નસીમને ખૂબ સમજાવી કે તવાયફોને પ્રેમ કરવાની પરવાનગી જ નથી હોતી તેને ખાલી પોતાના રૂપથી જ લોકોને લલચાવાના જ હોય છે. આ દિલ જ કોઈને આપી દેશું તો આપણે આ કામ નહિ કરી શક્યે.

નસીમ પણ આ વાતને માનતી હતી પણ મન ક્યાં દિલને વાત માને છે. એ તો તન મનથી જ ઉમેરની ક્યારની થઈ ગઈ હતી. ચોરી છુપીથી વિતાવેલી ઉમેર સાથેની શુલ્ક ક્ષણોને આખો દિવસ મમળાવતી અને પંકમાં કમળની જેમ કોઠાની હિલચાલ અને લોકોની લોલુપ નજરોથી પોતાને દૂર રાખતી.

આજે સવારે જ એને શબનમઆપાને કોઈ સાથે વાત કરતા સાંભળ્યા હતા કે નથ ઉતારવાના બાબત ત્યારથી તે ખુબ ચિંતામાં હતી. વિજયનગરનો સુલતાન હૈદરઅલી અવારનવાર શબનમબાનુનો મહેમાન બનતો. નસીમનું નૃત્ય અને તેના દીદારનો તે પણ રસિયો હતો. નસીમના હાવભાવ અને તેના સાગરજેવા અફાટ નયનોમાં હંમેશા ડૂબી જવાની તમન્ના સેવતો. હૈદરઅલીના આ લગાવની શબનમબાનું અને રૂકય્યાને અંદાજો હતો જ એટલે જ નસીમની નથ ઉતરાવાનીની બોલીમાં હૈદરઅલી આગળ જ હશે એવું અનુમાન લગાવી મનમાં પોરસાતા.

હૈદર હંમેશા નસીમની નજીક આવીને તેના દિલની વાત જણાવા ઈચ્છતો પણ નસીમ શરમાઈને તેનાથી દૂર ચાલી જતી. નથ ઉતારીને તે કાયમ માટે તેની બનાવી લેવાના મનસૂબા ઘડતો. વળી આ પ્રેમ રસ્તામાં કોઈ બીજું તો નથી? તેની તપાસ માટે તેના હજૂરિયાને નસીમ પાછળ રાખ્યા હતા.

ઉમેર અને નસીમે એકમેકના થવાના કોલ આપી ચૂક્યા હતા. પરંતુ આ પ્રેમી પંખીડા પોતાના પ્રેમનો આશીયાનો બનાવી શકશે કે કેમ? તેની મથામણમાં હતા. વળી અહીંની દુનિયાથી દૂર જઈને સંસાર માંડવા પણ ખૂબ પૈસાની જરૂર પડવાની હતી.

હવે તેઓની પાસે ફક્ત ત્રણ મહિનાનો સમય જ હતો. હૈદરના ખબરી નસીમ અને ઉમેરને સાથે જોઈ ગયા હોવાથી આ સમાચાર હૈદરને આપ્યા. ઉમેરને ચામાંથી માખીની જેમ તે કાઢી નાખશે.

"યાર ઉમેર હું તારા માટે હું એક જકાસ નુસખો ગોતી આવીયો છું. તારી બધી મુશ્કેલી આ એક જ કામથી દૂર થઈ જશે પછી તું અને તારી નસીમ જીવનભર સુખેથી રહી શકશો.” ઉમે ના ખાસ મિત્ર ગુડ્ડુએ ઉમેરની મુશ્કેલીનો અંત આણવા નુસખો જણાવ્યો.

આ તરફ નસીમને ઉમેર પર પૂરો ભરોસો હતો પણ કોઠાની દુનિયાથી દૂર તે શાંતિથી પોતાની જિંદગી વિતાવી શકશે? બાળપણથી જ સુખ એની જિંદગીથી બે કદમ આગળ જ ચાલતું.

બાલ્યાવસ્થામાં આ કોઠામાં સારું ખાવાપીવા ને પહેરવા મળતું ત્યારે તો તેને ખૂબ ગમતું પણ છેવટે આ ભ્રમ પણ ભાંગી ગયો જયારે તેને સાચી હકીકતની જાણ થઈ. તેને પણ હવે ખુબ પોષ્ટીક ખોરાક આપવામાં આવતો વળી રોજ બદામના તેલથી મર્દન અને કેશને જડીબુટ્ટીનો ધૂપ અપાતો. આવા લાલન પાલનથી નસીમનું સૌંદર્ય ખુબ નીખર્યું હતું. આયનામાં પોતે જ પોતાનું સૌંદર્ય જોઈને લજવાય જતી. પણ એ વિચારતી, "આ રૂપનો મલિક જો ઉમેર સિવાય કોઈ બીજું બનશે તો ખુદા કસમ હું મોતને વ્હાલું કરીશ."

ગુડ્ડુ મિયાં સાથે મળીને ઉમેરે ભાગીને નિકાહ કરવાનો સઘળો બંદોબસ્ત કરી લીધો ફક્ત હવે પૈસા મેળવવાનું એક મહત્વનું કામ પાર પડે એટલે બસ ! પછી હું અને નસીમનો સુખી સંસાર ! એવું ઉમેર માનતો હતો. પણ મનુષ્ય એ ધારેલું ક્યાં હમેશ થાય છે? હૈદરને પણ ઉમેરની બધી હિલચાલના ખબર મળી જતા હતા. નસીમને તે કોઈ પણ રીતે ખોવા માંગતો ન હતો એટલે તેને ઉમેરને કોઈ પણ રીતે તેના રસ્તા પરથી હટાવો જ પડશે. 

ઉમેર બબનમિયાંને એમ કહીને નીકળ્યો કે તે ગુડ્ડુ સાથે તેની અમ્માની ખેરીયાત માટે બિકાનેર ચાદર ચઢાવા જાય છે અને છથી સાત દિવસમાં પાછો આવશે.

હૈદર તેની ફોજ લઈને ઉમેરની પાછળ જ હતો.

એક વરસાદી રાત્રે નક્કી કરેલી યોજના મુજબ નસીમ કોઠાની દીવાલોને લાંઘીને બહાર નિયત કરેલી જગ્યાએ આવી પહોંચી. પૂનમની રાતનો આફતાબ જોઈને તેને ઉમેરના આલિગંનની તડપ લાગી હવે તો બસ મને મારો પ્રિયકાર મળે અને હું તેના આગોશમાં પીગળી જાઉં અને મારુ સ્ત્રીત્વને પામું. આવનારી એક એક પળ તેના માટે વર્ષ સમાન લાગતી. બીજી તરફ રખેને ઉમેર તેના મનસૂબામાં કામયાબ નહિ થાય તો? એવા ડરામણા વિચારો પણ તેને સતાવતા. ત્યાં જ ઝાડની પાછળ કોઈની હિલચાલ સંભળાઈ.

તેની નજર સામે હૈદરઅલીને જોઈને તેનું રક્ત જાણે વહેતું અટકી ગયું હોય તેમ તેને લાગ્યું હૈદર પણ તેને બેઇન્તહા મહોબ્બત કરે તે તેને ક્યાં ખબર નહોતી.

બરફના ચોસલાની જેમ તેને તે આખી પીગળી જશે. ત્યાં જ તેને ઉમેરને આવતા જોઈને દરિયામાં ડૂબતી વ્યક્તિને સહારો મળે તેમ લાગ્યું. ઉમેર લગભગ તેની બાજુમાં આવી ગયો. હૈદરે નસીમનો હાથ ઉમેરના હાથમાં આપતા કહ્યું કે ઉમેર તને દિલ ફાડીને પ્રેમ કરે છે. તારી સાથેના સોનેરી સપના સાચા કરવા તેને તેના શરીરના અંગની પણ પરવાહ ન કરતાં તેનો ગુરદો વેંચીને પૈસા ભેગા કરવાનો હતો. હું તારા પ્રેમમાં પાગલ એને મારી રાહમાંથી હટાવવા માંગતો હતો. સમયસર મને સચ્ચાઈની જાણ થઈ અને મારું ઝમીર મને પોકારી ઉઠયું કે દાયકાઓથી અમે સુલ્તાનોને કારણે જ તવાયફોના કોઠાનો જન્મ થાય છે. આજે પહેલીવાર કોઈ તવાયફ બનતી છોકરીનો સંસાર મંડાતા રોકવાનું હું નિમિત્ત શું કામ બનું? વળી તને સાચા દિલથી પ્રેમ કર્યો છે, તારા સુખને રોળીને મારો આશયાનો કેમ બનાવી શકાય? નસીમ તું ઉમેર સાથે સુખી રહે અને આ સોનમોહરથી ભરેલો બટવો તને કામ લાગશે અને મારા જ હજૂરિયાઓ તમને અહીંની દુનિયાથી દૂર સુધી મૂકી આવશે.

નસીમ હૈદરની ઉદારતા પર વારી ગઈ અને ઉમેરનો હાથ પકડી ચાલવા લાગી ત્યાં જ અડધી રાત્રે પણ પ્રેમ અને સ્વત્રંતાની પ્રભાત નું અજવાળું ફેલાય ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Abstract