Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Romance Others

3  

Vijay Shah

Romance Others

તો ય આ જિંદગી સરસ રહી-૧

તો ય આ જિંદગી સરસ રહી-૧

3 mins
7.4K


ઈલેશ અને ઇવ સાંજનાં ઉનાળુ વાતાવરણમાં રોજની આદત પ્રમાણે ખાઇ પી અને ઝુલે ઝુલતા હતા અને ફેસબુક ઉપર કવિયત્રી અર્ચિતા પંડ્યાનું કાવ્ય સાંભળવા મળ્યું,

"ચાલ ને ઈચ્છા

ચાલ ને ઈચ્છા, આપણે પકડદોડ રમીએ

મોટી મોટી ફર્લાંગો લઈ એકમેકને હંફાવીએ 

ચાલને ઈચ્છા... 

ભ્રમને બસ હવે કોઈ ભ્રમથી જ શોધીએ

ને મર્મને બસ કોઈ મર્મથી જ છૂપાવીએ

ચાલ ને ઈચ્છા... 

મેઘધનુષી રંગો પણ મને ઓછાં પડે છે

આભને હવે કોઈ નવા રંગથી ચીતરીએ

ચાલને ઈચ્છા... 

ફૂલ અને શૂળ કેમ સદાય સાથે જ મળે?

બંનેના છોડને હવે બસ જૂદા ઊગાડીએ

ચાલને ઈચ્છા... 

નદી રુપી મીઠાશ ને ઠાલવી દીધી છે દરિયે

અગરમાં સાકર મળે એ આશા ઊગાડીએ

ચાલ ને ઈચ્છા

શેરડીના સાંઠે ઊગતી મીઠાશ સડો થયો છે

હર્યા ભર્યા જીવનમાં ય ડખો શરૂ થયો છે

ચાલને ઈચ્છા... 

મને તું ન ગમે તને હું ન ગમું છોડ બધું

નવી ઈચ્છા લઈ ચાલ નવું કંઈક રમીએ

ચાલને ઈચ્છા... 

જમા ઉધાર બધા ભૂલી નવું ખાતું ખોલીએ

એકમેકને હવે નવા રૂપથી જ જોઈએ

ચાલ ને ઈચ્છા... 

©અર્ચિતા દીપક પંડ્યા

ઇલેશ બોલી ઉઠ્યો, “આ આપણા જીવનની વાત કવિયત્રી કેવી રીતે કહેતી હશે ?”

ઇવ કહે, "આ આપણી વાત નથી પણ કવિયત્રીનું કથન સાવ સહજ અને અને આપણને લાગે કે આપણી કથા છે તે કવિયત્રીનું સફળ સંવેદન છે ઇલેશને તે કાવ્ય ગમ્યું અને ભૂતકાળમાં સરકતા તે બોલ્યો, "હું આર્કીટેક્ટ એંજીનીયરીંગનાં બીજા વર્ષમાં અને તું પ્રી-સાયન્સ ત્યારે હળતા અને મળતા અને મોટા સપનાઓ અને નાની નાની નક્કર વાસ્તવિકતાને ખાળતા. તું કહેતી, "હું તો ચાર વર્ષમા લેબ ટેક થઈ જઈશ પણ તેને તો છ વર્ષ લાગશેને ? એ ખાલી સમયમાં આપણે ક્યાં મળશું?"

ઈલેશ બોલતો, "આખી જિંદગી સાથે રહેવાનાં તારા કૉલમાં આટલેથી જ પંક્ચર પડી ગયું ? મળશું ને ઉદ્યાનો અને સાબરમતીનાં કિનારાઓની ક્યાં ખોટ છે ? જો આપણો પ્રેમ સલામત તો છોને ઉગતા ગુલાબ અને કાંટા સાથે આપણે તેમને છુટા પાડીને જુદા ઉગાડીશુંને "?

ઇવ બોલી, “હા આપણે ધાર્યુ હતું તેમ કશું ન બન્યુ. આર્કીટેક્ટ થઈને તેં મુંબઈ પ્રયાણ કર્યું અને હું અમદાવાદમાં એકલી પડી. આપણી કલ્પેલી દુનિયા આપણી વાસ્તવીકતાથી જુદી પડી. અને હર્યાભર્યા જીવનમાં ડખો પડ્યો"

"મને તું ન ગમે તારા વિચાર ન ગમે, અને તને હું જિદ્દી લાગું.

મને ભાવે ચંદ્રવિલાસનાં ગાંઠિયા અને તું ખાવા ઇચ્છે ભેળ ચોપાટીની. બહું વિરહનાં ગીતો ગાયા પછી એક દિન જ્ઞાન આવ્યું જો જોઇતો હોય આપણે પાછો આપણો પ્રેમ થઈએ એક અને મારા ને અમારા કરીયે

સપના સૌ સાથે મળીને જોઇએ આ સપનું તો આપણું નહોંતું આ વિચાર્યું નહોતું આપણે.

"આપણે તો...

કાંટાને તો છુટા પાડીને ગુલાબને સાથે રાખવાને

જમા ઉધાર બધા ભૂલી નવું ખાતું ખોલીએ

એકમેકને હવે નવા રૂપથી જ જોઈએ

ચાલ ને ઈચ્છા, આપણે પકડદોડ રમીએ.

ચાલ ને ઈચ્છા, આપણે પકડદોડ રમીએ."

ઈવ બોલી, "મને પણ ગમવા માંડ્યો દરિયો ચોપાટીનો અને તું પણ ના ભુલ્યો પ્રેમ મારો. ડખો સવળો કર્યો અને તેં મઝાનો ફ્લેટ લીધો. ઝરુખે હિંચતો હિંચકો આપણો અને વા ઘંટડીઓની મીઠી ઝણકાર જેવી બે સંતાનોની ચહલ પહલ. સ્કુલનાં લેસનો અને નાસ્તાનાં ડબ્બાની પકડ

ઇલેશ કહે,

'ચાલ ને ઈચ્છા, આપણે પકડદોડ રમીએ

ભલે તે આપણી ન હો આપણા સંતાનો સાથે રમીયે

જિંદગીને તેનાં અસલ રૂપથી જોઇએ'

ઈવ કહે,

“ભલે એક અજાણી તરસ રહી

તો ય આ જિંદગી સરસ રહી.”


Rate this content
Log in

Similar gujarati story from Romance