Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Others

3  

Vishwadeep Barad

Others

મિલકતની ડાકણ !

મિલકતની ડાકણ !

3 mins
7.7K


કુટુંબના કપરા સંજોગોને લીધે હું ભણી ના શકી. માંડ માંડ એસ.એસ.સી. મિડિયમ ઈગ્લીશ સાથે પહેલા નંબરે પાસ થઈ. પિતાનું વાત્સલ્ય મેં પાચ વર્ષની ઉંમરે અને મમ્મી પણ પિતાના મૃત્ય બાદ છ મહિના બાદ આઘાતમાંજ દેહ છોડી પિતા પાસે જતી રહી. મા-બાપની છત્રછાયા વગર મામા-મામીના સહારે જીવવાનું હતું. તેમની પણ આર્થિક પરિસ્થિતી જરી પણ સારી નહી. મેં બાળ-મંદીરમાં એક શિક્ષિકા તરીકે નોકરી સ્વિકારી. મારાથી બને તેટલી મદદ મામા-મામીને કરતી. તેમને પણ કોઈ સંતાન નહોતું. મનેજ પોતાનું સંતાન માની મોટી કરી.

મુંબઈ જેવા શહેરની મોંઘવારીમાં જીવવું એટલી રેલ્વેની પાટા વચ્ચે ચાલવા સમાન હતું. મારા નસીબ જોગે મિતેશ અમેરિકાથી લગ્ન કરવા આવ્યો હતો અને તેની પસંદગી મારા ઉપર હતી. મેં મામા-મામીની લાગણી-પ્રેમ અને એક એનોખા ત્યાગને લક્ષમાં રાખી મામાને મેં લગ્ન કરવાની ના કહી. હું જતી રહું તો તેમનું કોણ ? હું જ તેમને માટે દિકરો કે દીકરી હતી.

‘બેટી,પહાડ સમા પિતાના હ્ર્દયમાંથી નીકળતી દીકરી જેવી સરિતાને સાગર તરફ જતી હું કેમ રોકી કેમ શકું ? અમારા સ્વાર્થ માટે તારું જીવન અમો સ્થગીત કેમ કરી શકીએ ? મારી દીકરી, અમારી નમ્ર વિનંતી છે કે હાથમાં આવેલી આ તક તું જતી ના કર. મિતેશ જેઓ મૂરતિયો મળવો મુશ્કેલ છે. અમેરિકામાં જન્મેલો. એમ.બી.એ. ભણેલો છે ઉપરાંત જોબ પણ સારી છે અમને ખાત્રી છે કે તને એ જરૂર સુખી કરશે. બસ તું હા પાડી દે.’

મામા-મામીને મેં ઘણી આના-કાની કરી પણ તેમની લાગણીને અંતે મારે માન આપવુંજ રહ્યુ. આજ કાલ કરતાં લગ્નને ૨૫ વર્ષ થઈ ગયાં. નીશા અને સંદીપ બે સુંદર સંતાનો છે. હું પણ અહીં આવ્યા બાદ કોલેજ કરી બી.એ ડીગ્રી મેળવી. બબ્બે વર્ષે મામા-મામીની મુલાકત લઉં છું. મિતેશ ખુદ અવાર-નવાર મામાને આર્થિક મદદ કરે છે તેનું મને ગૌરવ છે. મામા-મામી આ ભવના મારા માતા-પિતા છે, જેમણે મને કદી પપ્પા-મમ્મીનું મોત ક્યાં સંજોગોમાં થયું તેની સાચી વાત કદી કરેલ નહી. બે વર્ષ પહેલાં જ્યારે હું ભારત ગઈ ત્યારે મામાએ કહ્યું.

‘બેટી. અમો હવે વૃદ્ધ થયાં છીએ અને અમો કેટલું જીવીશું તેની અમને ખબર નથી. તારા પપ્પાને બહુંજ સારો બિઝનેસ હતો અને એ સમયમાં તેઓ બહું જ શ્રીમંત વ્યક્તિ તરીકે ગણાતા. વિશ્વાસની સહારે ચાલતી હોડને વિશ્વાસ કરતાં હોડને હલેસા મારતા આ માનવી ક્યારે એને ડુબાડી દેશે તેની કોઈને પણ ખબર પડતી નથી. લાખોનો ધંધો એક દમ પડી ભાંગ્યો. ભાગીદારોનો દગો અને સંપતી હડપ થઈ ગઈ. આવા કપરા આઘાતમાં તારા પિતાને એટેક આવ્યો. અને તેનાજ આઘાતમાં તારી મમ્મી પણ ઈશ્વરને પ્યારી થઈ ગઈ !. તું નાની હતી મેં તારા વતી કોર્ટમાં કેસ કર્યો. પણ મુદત ઉપર મુદત. કદી પણ ફેંસલો આવ્યો નહી. વકીલો પૈસા ચાવતા ગયાં. કેસ લંબાવતા ગયાં. આજ કાલ કરતાં ૨૦ વર્ષ થવા આવ્યાં. પણ હજું એક કોડી આપણાં હાથમાં આવી નથી. મેં જ્યારે આ વાત સાંભળી ત્યારે એકદમ આભી બની ગઈ. આંખમાં આંસુ આવી ગયા…

૨૬ વર્ષબાદ મુંબઈથી અમારા વકીલ સુમિત શાહનો ફોન આવ્યોઃ ‘પરેશાબેન, તમને અભિનંદન. આપણાં કેસનો ચુકાદો આપણી તરફેણમાં આવ્યો છે અને આપણે કેસ જીતી ગયાં છીએ.તમો કરોડોનો મિલકતના માલિક બની ગયાં.’

કરોડો મિલકતના માલિક ? કરોડોની મિલકતે જ મારા પિતાને મોતને ઘાટ ઉતાર્યા ! મારું પિતાનું વાત્સલ્ય છીનવી લીધું. માની મમતા છીનવી લીધી હવે હું એ કરોડોની મિલકતની ડાકણને ઘરમાં સંઘરીને મારા આત્માને મારા માતા-પિતાના આત્માને ઠેસ પહોંચાડવા માંગતી નથી.


Rate this content
Log in