Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailee Parikh

Others

3  

Shailee Parikh

Others

છીપલાભાઈ ઊડ્યા આકાશમાં

છીપલાભાઈ ઊડ્યા આકાશમાં

2 mins
7.1K


એક સુંદર મઝાનો દરિયા કિનારો હતો. નારિયેળીના વૃક્ષો રંગબેરંગી છીપલાઓ અને રૂપેરી રેતીથી દરિયાકિનારો પ્રવાસીઓનું મન જીતી લેતો. દરિયામાંથી રોજ હજારો છીપલા તણાતા-તણાતા કિનારે આવતા.

એક દિવસ જાંબલી રંગનું છીપલું ભરતીનાં પાણીથી ખેંચાઈ કિનારે આવી પહોંચ્યું. અત્યાર સુધી એ છીપલાએ દરિયાની અંદર રહેતા માછલાં, દેડકાં, દરિયાઈ વનસ્પતિ, નાના-નાના રંગીન પથ્થરો, રૂપેરી રેતી વચ્ચે પોતાનું જીવન વિતાવ્યું હતું. કિનારે રેતી, કોમળ તડકો, ઉપર સુંદર મઝાનાં વાદળાં, આકાશમાં ઉડતા પંખીઓ અને સૂરજ જોઈ તેને દિવસે મઝા પડી ગઈ. વળી, રાત્રે રંગબેરગી તારાથી ટમટમતી કાળી રાતડી વચ્ચે સફેદ ચંદ્ર અને ઠંડા પવનથી છીપલાભાઈનું મન આનંદિત થઈ ગયું.

થોડા દિવસ છીપલું કિનારે આ બધું જોયા કરતું. પછી એકવાર સાંજના સમયે તેણે સૂરજદાદાને કહ્યું, "સૂરજદાદા સૂરજદાદા તમે આટલા વિશાળ આકાશમાં રહો છો. અને ઊડતાં પંખીઓ સાથે વાતો કરો છો તમને ખૂબ મઝા આવતી હશે. નહિ?" સૂરજદાદા કહે, "હા છીપલા મને તો ઊંચે આકાશમાંથી તમને બધાંને જોવાની અને તમારી સાથે વાતો કરવાની ખૂબ મઝા આવે છે." છીપલાભાઈ કહે, "સૂરજદાદા, મારે પણ તમને મળવા આવવું છે!" સૂરજદાદાએ છીપલાભાઈની વાત સાંભળી હસતાં-હસતાં કહ્યું, "જો બેટા તારી પાસે તો પાંખો નથી. તેથી તું ઊડી ન શકે અને તું તો ખૂબ સુંદર દેખાવડુ છે તું ઉપર આકાશમાં આવીશ તો તને ગરમી લાગશે. પણ છીપલાભાઈ તો જીદે ચડ્યા. તે કહે, "સૂરજદાદા મને એકવાર આકાશમાં ફરવા લઈ જાવ." છીપલાભાઈની જીદ સાંભળીને સૂરજદાદા કહે, "કાલે સવારે હું કોઈ પક્ષીને કહીશ તને ઊડવા લઈ જાય."

બસ છીપલાભાઈ તો ખુશીના માર્યા નાચી ઊઠ્યા. બીજા દિવસના ઊડવાના સુંદર સપના જોતાં-જોતાં તેઓ સૂઈ ગયા. સવારે, સૂરજદાદાએ નારિયેળીનાં વૃક્ષોની આજુબાજુ ઊડતાં કબૂતરને કહ્યું, "કબૂતરજી તમે મારું નાનકડુ કામ કરશો?" કબૂતર કહે, "સૂરજદાદા આતો કંઈ પૂછવાની વાત છે. તમે જે કહેશો એ હું ચોક્કસ કરીશ." સૂરજદાદા એ કબૂતરને છીપલાની ઈચ્છા જણાવી. કબૂતર કહે, "બસ આટલી જ વાત? હું ચોક્કસ છીપલા ને આકાશમાં ફરવા લઈ જાઉં છું." સૂરજદાદાએ કબૂતરનો આભાર માન્યો અને છીપલાભાઈ જ્યાં બેઠા હતા એ જગ્યા બતાવી.

કબૂતરે છીપલાને પ્રેમથી બોલાવ્યું, ચાંચમાં પકડી કલાકો સુધી લીલા લીલા વૃક્ષો, નળિયાંવાળા મકાનો, બજાર બધું બતાવ્યું. છીપલાભાઈને તો આ બધું જોવાની ખૂબ મઝા પડી ગઈ. પછી છીપલાભાઈએ કબૂતરનો આભાર માન્યો અને કબૂતરે છીપલાભાઈને દરિયા કિનારે પાછું મુકી દીધું.

એવામાં મોટી ભરતી આવી અને છીપલું દરિયાના પાણીમાં પાછું જતું રહ્યું અને નાના-નાના તેના હાથથી કબૂતર ભાઈને કહ્યું, "ટાટા, કબૂતરભાઈ મને મળવા ફરીથી ચોક્કસ આવજો."


Rate this content
Log in