Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Children Others

2  

Mariyam Dhupli

Children Others

પ્રોક્ષી

પ્રોક્ષી

1 min
8.0K


આજે સર ફરીથી પ્રોક્ષીમાં આવ્યા હતા. દર વખતની જેમજ એમના પૂર્વનિશ્ચિત આદેશ અનુસાર દરેક નાનકડું માથું પાટલીને ચોંટી ગયું હતું.

નાનકડી આંખો બળજબરીથી મીંચાઈ હતી. મોઢા પર ગોઠવાયેલી આંગળીઓ સરના ગુસ્સાથી એટલી ડરતી હતી કે એને ઓળંગીને એક શબ્દ પણ બહાર આવવાની હિમ્મત કેળવી શકતો ન હતો. શરીરને કોઈ પણ પ્રકારના હલનચલનની પરવાનગી ન હતી. ખીંટીએ ટંગાયેલા પતંગિયાઓ ગૂંગા મન જોડે પાટલીઓ પર જાણે અર્ધબેભાન બની પડ્યા હતા.

"આજે એક સુંદર મજાનું ગીત કોણ સંભળાવશે ?"

સરનો બદલાયેલો સ્વર, બદલાયેલો મીજાજ, બદલાયેલા હાવભાવોથી આખો વર્ગ એક જ ક્ષણમાં જીવંત થઇ ઉઠ્યો. અર્ધબેભાન પતંગિયાઓ ખુશીથી જીવંત થઇ ઉઠ્યા.

" સર હું ... સર હું ... સર હું ..."

માસુમ આંગળીઓ હોઠનું તાળું ખોલી હવામાં સ્વતંત્ર ઉત્સાહમય ઝૂમી રહી. સ્ફૂર્તિલા, આવેગમય, જોમવાળા બાળશરીરોમાંથી એકની પસંદગી થઇ ગઈ. સુંદર બાળગીતથી આખો વર્ગ કલાત્મક રીતે ગુંજી રહ્યો.

અચાનક એક ફુટપટ્ટી સરના ટેબલ ઉપર અફળાઈ.

"માથું નીચે...."

સરનો નિયમિત ક્રોધ ફરીથી વર્ગમાં ઊંચે ઉઠ્યો. અને બીજીજ ક્ષણે વર્ગમાં સન્નાટો છવાઈ ગયો. દરેક માથું તરતજ પાટલીને ચોંટી ગયું.

આંખો બળજબરીથી મીંચાઈ ગઈ. નાનકડી આંગળીઓ ફરીથી હોઠ પર તાળું બની જડાઈ ગઈ. નિર્દોષ પતંગિયાઓ નિયમિત ટેવ અનુસરતા ફરીએકવાર ખીંટીએ મૌન ટંગાઈ ગયા.

બધોજ જોમ ,ઉત્સાહ અને આવેગ વર્ગખંડથી દૂર પહોંચી ગયેલા 'નિરીક્ષક'ના શિસ્તબદ્ધ ડગલાંઓ જોડે ઓગળી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Children