Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Comedy

1.0  

Pravina Avinash

Comedy

૧લી એપ્રિલ, ૨૦૧૮

૧લી એપ્રિલ, ૨૦૧૮

2 mins
13.5K


‘અરે, આજે તમારે સુંવું હોય તેટલું સૂજો” !

આમ તો હું ઉંઘમાંથી જાગી ગયો હતો, પણ આંખો બંધ હતી. ‘શ્રીમતીજીનું આવું સુંદર વાક્ય સાંભળીને થયું, “મારા કાન તો બરાબર સાંભળે છે ને “?

હજુ ગયા અઠવાડ્યે લગ્નને ૫૦ વર્ષ થયા હતા. જીવનમાં પહેલીવાર આ વાક્ય સાંભળવા મળ્યું હતું. એક ખાનગી વાત કહી દંઉ, કદાચ તમે અનુભવી પણ હોય, ‘જે વાત આપણે પત્નીને કહેવી જોઈએ તે કોઈ દિવસ કહેતાં નથી. હા લગ્ન પહેલાં તો એવું ઘણું બધું કહ્યું હતું જે લગ્ન બાદ પત્ની સાંભળવા હમેશા ઉત્સુક હોય‘!

આ વાત ૧૧૦ ૦/૦ પત્નીને પણ લાગુ પડે છે !

સવારના પહોરમાં ‘પલી દેવી પ્રસન્ન, ‘ચા’ તૈયાર કપ ‘સામે!

સાથે હીરાલાલ ભજીયાવાળાના ‘ફાફડા અને ચટણી’.

મોડો ઉઠ્યો, એટલે નળમાં પાણી મુંબઈમાં ન આવે ! ગિઝર હોય પણ શોભાનું ! ગરમા ગરમ પાણીની બાલટીઓ તૈયાર હતી. પીપડામાંથી ઠંડુ પાણી લઈને ઉમેરવાનું !

ઇસ્ત્રીવાળા કપડા પલંગ ઉપર શ્રીમતીજીએ ગોઠવેલા હતાં. અરે હાથ રૂમાલ પણ ઈસ્ત્રીવાળો !

જમવામાં ભાવતી ખાંડવી અને કાકડીનું રાઈતું.

‘સાલુ આજે છે શું ? મારી બૈરીને કાંઈક મોંઘામાં મોંઘી વસ્તુ જોઈતી લાગે છે ? ‘

અવળચંડુ મન જાત જાતના વિચારોમાં ગુંથાઈ ગયું.

એક સારો વિચાર પણ આવ્યો.

આજે સાંજે પાછા વળતી વખતે મોંઘામાં મોંઘો ફુલોનો ગુલદસ્તો અને બ્યુટિફુલ પર્ફ્યુમ જરૂરથી લાવીશ. નામ એનું કામ મારું બનશે !

હજુ તો દાસ્તાન પૂરી નથી થઈ. ટિફિનમાંનો નાસ્તો જોઈ મારા મોંમા પાણી આવ્યું. સાથે રાતના શોની બે ટિકિટ પણ પડી હતી.

‘ચલ મન આજે જંગ જીતી ગયા’.

જિંદગીનો યાદગાર દિવસ લાગ્યો.

‘મન માનતું ન હતું, આંખોને લાગ્યું ધોખો છે. હકિકત કાંઇ જુદું દર્શાવી રહી હતી. મૂકને લમણાઝીંક જે મળ્યું છે તુ માણ !’

અરે, માણી લે. આજનો લહાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે’.


“અરે, ગાંડા કાં કાઢો ! કોની સાથે રાસ રમો છો ? કાલ કોણે દીઠી છે ? આજ તો જુઓ ? ‘હમણાં બતાવું છું આજે શું બનવાનું છે !

૧લી એપ્રિલ છે. પગાર સિધો ઘરે લાવજો! મિત્રો સાથે દારૂ પીવા નહી જતા!” તમે નિકળો એટલે હું લાઈટનું બિલ ભરવા જાંઉ. પાછા આવતાં ધોબીના કપડા લેતી આવીશ .


Rate this content
Log in

Similar gujarati story from Comedy