Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahebub Sonaliya

Others Romance

3  

Mahebub Sonaliya

Others Romance

એક્સિડન્ટ : પ્રેમના પગલા - ૧૩

એક્સિડન્ટ : પ્રેમના પગલા - ૧૩

5 mins
14.3K


કોલેજનો સમય આઠ વાગ્યાનો હોવાથી હું ૧૫ મીનીટ પહેલા કોલેજના કમ્પાઉન્ડમાં ઘૂસી ગયો હતો. કોલેજમાં પ્રવેશતાની સાથે જ મને મારા કોલેજના દિવસો યાદ આવી ગયા. મસ્તી કરવાની દોસ્તોથી ઘેરાઇને રહેવાનું ઈમાનદારીથી એક પણ ક્લાસ બંક નહીં કરવાનો અને ભણવાનું પણ નહીં. જી હા અમે એક ઇનોવેટીવ બ્લેમમાં મુંજવી દેવાના અને ઇકોનોમિક્સના પ્રોફેસરને ૧૯૨૯ની મહામંદીમાં ગુમરાહ કરી દેવાના.

આપણે બસ એક મુદ્દો મૂકી દેવાનો બાકી પ્રોફેસર પોતાનું જ્ઞાન પ્રગટ કર્યા કરે. આપણે કશું સાંભળવાનું નહીં. આપણો ટોપિક પૂરો થાય તે પહેલા લેક્ચર પૂરો થઈ જતો. બેલ વાગતાની સાથે જ આપણે ચાલતા થવાનું. પ્રિલીમીનરીમાં પ્રશ્નપત્ર લઈને આખા ક્લાસે કોલેજના ગાર્ડનમાં ચાલ્યા જવાનું અને આન્સરબુક પર માત્ર પોતાનો રોલ નંબર અને મેન્ડેટરી રીક્વાયરમેન્ટ સિવાય કશું જ લખવાનું નહીં. અને આ બધું શા માટે? એક નિર્દોષ પ્રોફેસરને નોકરીમાંથી હાંકી કાઢવા સામે મેનેજમેન્ટને જવાબ આપવા ખાતર. ત્રણ વર્ષ પૂર્ણ થશે પછી શું કરશું? પપ્પા પૈસા આપવાનું બંધ કરશે તો શું થશે?'' આવી કોઈ ચિંતા નહોતી અને હવે ખુદ કમાઈએ છીએ છતા રોજ નવા ઉધામા અને રોજ નવી માથાકૂટ. પપ્પાએ જે નોટ આપતા હતા તે નાની લાગતી હતી અને હવે એ જ નોટ મોટી લાગે છે. કાશ પીટર પેનની માફક ક્યારે મોટું ન થવું જોઈએ.

થોડીવારમાં વિદ્યાર્થીઓ આવવા લાગ્યા. મેં પહેલેથી જ એસ.વાય.બી.કોમનો રૂમ ક્યાં છે તે જાણી લીધું હતું. તેથી હું તે રૂમની પાસે અને બરાબર પ્રવેશદ્વારની સામે ગોઠવાઈ ગયો હતો. હવે મારે સૌથી અઘરું અને મારી પ્રકૃતિ વિરુદ્ધનું કામ કરવાનું હતું. છોકરીઓ પર ધ્યાન રાખવાનું હતું. મેં ક્યારેય આવું કામ કરેલું નહીં એટલે મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. માથા પર પરસેવો બાઝી ગયો હતો અને કંઠ સૂકવવા લાગ્યો હતો.

આમ પણ મેં સિમ્પલને ક્યારેય જોઈ ન હતી. ફક્ત તેનો ફોટો મેટ્રીમોનીઅલ પ્રોફાઈલ પર અને સોશિયલ મીડિયા પર જોયો હતો. એટલે જો હું સાવચેત ન રહું તો એ કદાચ તેના રૂમમાં ચાલી પણ જશે અને મને ખબર પણ નહીં રહે.

પરંતુ મારા નસીબ સારા હતાં. ગુજરાતી છોકરીઓના ટોળા વચ્ચે પંજાબી છોકરીને શોધવી એટલી પણ કઠિન નહોતી. તે જેવી મારી પાસેથી પસાર થઇ હું તેના તરફ મુસ્કુરાતા બોલ્યો.

"સિમ્પલ કૌર?"

"યસ આઈ એમ." તેણે સાવ નોર્મલ ટોનમાં કહ્યું. અને મને હાશકારો થયો. મારા મનમાં ઘણા સવાલો ચાલતા હતા. કદાચ તે ભડકી જશે તો? કદાચ તે મને ઇગ્નોર કરીને ચાલી જશે તો? કદાચ તે મને 'સોરી આઈ ડોન્ટ નો યુ.' કહીને ચાલી જશે તો? વગેરે વગેરે. પરંતુ મને લાગે છે કે મારૂ નસીબ પણ મારો સાથ આપી રહ્યું હતું.

આ છોકરી ખરેખર સુંદર હતી. પરફેક્ટ નોસ, કરલી હેર, નાજુક હોઠ તે પરફેક્ટ વાઇફની કોમ્બો ઓફર હતી પરંતુ મારે તો આ માત્ર માધવીની ખુશી ખાતર કરવાનું હતું. મારું પર્સનલ સ્ટેટસ કંઈ જ ન હતું.

"હા બોલીએ "તેને પૂછ્યું.

"મે આપસે દો મીનીટ બાત કર સકતા હું? દેખીયે બહુત જરૂરી હૈ. અગર જરૂરી ન હોતાં તો મેં આપકો યું પરેશાન નહીં કરતા!" મેં કહ્યું.

"ઓકે" કહી તેણે પોતાની સહેલીઓને ક્લાસ રૂમમાં જવાનું કહ્યું અને તે મારી પાસે ઉભી રહી.

"પ્લીઝ ડોન્ટ ટેક મી રોંગ. આઈ એમ વેરી ડીસેન્ટ ગાય.. મેને આપકી પ્રોફાઈલ સુગમ શાદી કી વેબસાઈટ પે દેખી થી."

"ઓકે, લેકિન મેં સોચ રહી હું વો એકાઉન્ટ મેં અબ બંધ કર દૂ" તેણે વાત જલદી પતાવવા પ્રયાસ કર્યો.

"આઈ ડોન્ટ નો હાઉ ટૂ ટેલ યુ."

" વોટ" કદાચ હું તેને અજીબ લાગતો હોઈશ. એક તો મેં તેને અધવચ્ચે આંતરી છે અને ઉપરથી વાત પણ નથી કરી શકતો.

"દેખીયે સિમ્પલજી મેરી એક ફ્રેન્ડ હૈ. જીસે મેં બહુત ચાહતા હું. ઉસે કિસી બાત કે લિયે મના નહીં કર સકતા. આપ મેરે પીછે ઇનડાયરેક્ટલી દેખો વૉ વહાં ખડી હૈ. ઉસને હી મેરી પ્રોફાઇલ બનાઈ હૈ. ઉસીને હી તુમ કો મેરે નામ સે રીક્વેસ્ટ ભેજી થી.

"તો?" તે અધવચ્ચે બોલી

''ઉસને દર અસલ કાફી સારી પ્રોફાઇલ્સ મે સે આપકી પ્રોફાઈલ સિલેક્ટ કી હૈ."હું અધૂરું જ વાક્ય બોલ્યો.જો હું બ્લાઈન્ડ ફ્લો હો કે સિલેક્ટ કી હૈ. એવું બોલ્યો હોત તો તે મને ગાંડો ગણી હાંકી કાઢત. વેલ મેં વાત આગળ વધારી.

"ઔર અબ ઉસને મુજે એ ડેર દી હૈ કી મેં તુમ કો ડેટ કરું. " મેં કહ્યું.

"ક્યા?" તે હવે ભડકી ઉઠી.

"પ્લીઝ ડોન્ટ ગેટ પેનીક" મેં તેને શાંત પાડતા કહ્યું. મેં તેને સમજાવ્યું કે હું આ બધું તેને હેરાન કરવા નથી કરી રહ્યો પરંતુ માધવી સાથેની મારી અતૂટ મિત્રતાને બચાવવા પ્રયાસ કરી રહ્યો છું. માધવી મને ધમકી આપી છે કે જો હું તારી સાથે ડેટ કરવામાં અસફળ જઈશ તો તે સફળતાપૂર્વક મારી ફ્રેન્ડશીપનું બ્રેકઅપ કરશે. મેં થોડું જૂઠું કહ્યું પણ લગ્નની બાબતમાં લોટમાં મીઠા જેટલું ખોટું તો ચાલે જ ને.

તે વિચારમગ્ન થઇ ગઈ. તેને થતું હશે કે સવાર-સવારમાં મારો દિવસ બગાડવા આવી ગયો.

"દેખો મે કોઈ બદમાશ યા આવારા કિસમકા લડકા નહીં હું " મેં મારું વીઝીટીંગ કાર્ડ આપતા તેને કહ્યું. વીઝીટીંગ કાર્ડ જોતા તેને થયું હશે કે આદમી જેન્યુન છે. મારે ડરવાની કોઈ જરૂર નથી.

"પ્લીઝ મેરી ફ્રેન્ડશીપ કો બચા લો. અગર આપકો મેરી કંપની પસંદ ન આએ તો યું સમજ લેના કી આપ અકેલે હી લંચ કરને કે લિયે બહાર આયે હૈ ઓર હા આઈ ગીવ યુ માય વર્ડ ધેટ યુ વિલ બી ફાઈન વિથ મી."

તેણે ઘણો બધો વિચાર કર્યો અને ભારે શ્વાસ સાથે તેણે કહ્યું "નો લંચ ઓર ડીનર"

"પ્લીઝ "મેં કહ્યું.

"ડોન્ટ પુશ મી. આઈ એમ વેરી સ્ટ્રીક" તેણે કહ્યું.

આ સાંભળતા જ મારું મો બગડી ગયેલા ટમેટા જેવું થઈ ગયું. ગાલીબ સાહેબે ક્યાં ખોટું કહ્યું છે?

"ઇક આગ કા દરિયા હૈ ઔર ડૂબકે જાના હૈ!" જાણે દુષ્કાળ ગ્રસ્ત વિસ્તારમાં કોઈ ખેડૂત વરસાદની આસ રાખીને વાદળ સામે જુએ એમ હું સિમ્પલ સામે જોઈ રહ્યો હતો. હું મનમાં ને સો વખત બોલી ચુક્યો હતો.

"ઇટ ઇઝ નોટ જસ્ટ સિમ્પલ!" તેના માટે આ કોઈ ક્વીઝ શો હોય અને તે તેની હોસ્ટ હોય તેમ સસ્પેન્સ વધારતી મૌન ઉભી હતી. અને મારી જોકર જેવી સુરત જોઈને આનંદ માણી રહી હતી.

મેં કશું બોલ્યા વગર નિરાશા સાથે ગાડી શરૂ કરી. જીવનમાં પ્રથમ ફેઇલ્યોર અને તે પણ ભૂંડીપટ

હું હજી માંડ લીવર આપું ત્યાં જ તે બોલી.

"મેય બી પીઝા, ઔર મૂંહ મત બનાઓ યાર, અચ્છે નહિ લગતે" માધવી તો રોજ કરતી હતી અને હવે આ પણ મારી ખીંચાઈ કરવા લાગી. આમ પણ જ્યોતિષીએ મને કહેલું કે તમારે 'સ્ત્રી જાત પર લેણું નથી.'

" ડોમીનોઝ?" મેં રાહતનો શ્વાસ લેતા કહ્યું.

"સંડે ૫:૩૦?"

"એની ટાઈમ"

"ડન"

અમે ફાઈનલી અમારી મોક ડેટ ફિક્સ કરીને હળવા હૃદયે એકબીજાને અલવીદા કહ્યું.

***

"શુ થયું હીરો?"માધવી એ પૂછ્યું.

"કાઈ નહીં હું રિજેક્ટ થયો." મેં મોં વકાસીને કહ્યું

" ઓહ, પુઅર ફેલો."

"પણ રિજેક્ટ થવા મારે આ રવિવારે ડોમિનોઝમાં ડેટ પર જવું પડશે." મેં વિન્ક કર્યુ.

"હાઉ ડીડ યુ ડૂ ધેટ?'' માધવી એ એક્સાઇટમેન્ટમાં પૂછ્યું.

"તું ફ્રૂટી અથવા માઝા પી ગોટલાની ફિકર ન કર." મેં બાઈક સ્ટાર્ટ કરતા કહ્યું.


Rate this content
Log in