Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Inspirational Classics

5.0  

Vijay Shah

Inspirational Classics

તમે કહો તો જીત્યાં વાલમ

તમે કહો તો જીત્યાં વાલમ

6 mins
14.4K


ગરબો હિલોળે ચઢ્યો હતો. ચિત્રની નાયિકા નાયકના ઈજનને ઈન્કારતી ગાતી હતી.. નહીં મેલું તારા ફળિયામાં પગ નહીં મેલું, છોને લાગ્યું છબીલા મને તારું ઘેલું… નહીં મેલું.

નિખિલ ભૂતકાળમાં સરતો જતો હતો. સુમિ…! સુમિત્રાએ પણ આમ જ કહ્યું હતું. જાણું છું ચિતડાને લાગ્યો તારો ચટકો… કંઠ તારો સાકરનો કટકો…

ભૂતકાળનાં વમળો ઘેરાતાં જતાં હતાં. કોલેજના ટેલેન્ટેડ પ્રોગ્રમની સૂર સંધ્યા… વાર્ષિકોત્સવ રાસ ગરબાની રમઝટ… અને એવે સમયે એક નવો સૂર સાંભળવા મળ્યો.

સુમિત્રા બહાડકર. પ્રોગ્રામના પ્રારંભમાં સરસ્વતી પૂજનનો શ્લોકઃ

“યા કુન્દેન્તુષાર હાર ધવલા…” કેવો રસમધુર એ કર્ણપ્રિય અવાજ. જાણે સાંભળ્યા જ કરીએ… અરે નિખિલ ! આવો ને.

અચાનક સૂર સમાધિનો ભંગ થતાં હું ચમક્યો.

મહેતા સાહેબ મને ઓળખાણ કરાવી રહ્યા હતા.

નિખિલ, આ બહેન સુમિત્રા બહાડકર. સરસ્વતી પૂજન કરશે. નવો જ પ્રયાસ છે તેથી સહેજ ગભરાય છે. પરંતુ અવાજ તો ખૂબ જ મધુર છે. ખરેખર આવો કર્ણપ્રિય અને લયબદ્ધ અવાજ મેં ઘણાં બધા સમય બાદ સાંભળ્યો. હું સહેજ મલકીને એમને અભિનંદું છું.

સ્ટેજ ઉપર નૃત્ય સહિત કંઠ ખૂબ જ સફળ રહ્યો અને કોલેજના સંગીતપ્રેમી જુવાનીયાઓના આકર્ષણનું કેન્દ્ર બની રહી. બેચાર આશિકોએ વન્સમોરની બૂમ પાડી દીધી. હું કશું જાણતો નહોતો. પરંતુ મારા હાથ તાળીઓ પાડીને રાતાચોળ થઈ ગયા હતા. ખરેખર સૂરસંધ્યાના પ્રોગ્રામમાં ખોટ પડતાં કંઠની શોધ મારે માટે ખૂબ જ આનંદજનક હતી.

સુમિત્રા ત્યાર પછી ઘણી બધી વખત મળી. મારા વ્યાકુળ લયને સંગીતનો તેનો સૂર ખૂબ જ જચી ગયો. હું કોઈ નવી ધૂન શોધતો અને એના સૂર એ ધૂનને મૂર્ત કરી દેતા… સિતાર, સારંગી, કલેયોનેટ, ગીટાર બધાં જ વાજિંત્રોના જમેલાથી લદાયેલ લોકપ્રિય ધૂનોનો એનો સ્વર એટલો સલુકાઈથી ઉપાડી લેતો કે હું આનંદથી ગાંડો ગાંડો થઈ જતો.

તે દિવસે સુમિત્રા કોલેજના પ્રોગ્રામ પત્યા પછી મને એના ઘરે લઈ ગઈ. માનથી તે મને પંડિતબાબુ કહેતી, “પંડિતબાબુ ! એક વાત પૂછું !”

“કહે!”

“મને ઘણી વાર થઈ જાય છે કે હું જન્મજન્માંતરની તમારી શિષ્યા બની જાઉં.. તમે જે નવી ધૂન વગાડો છો જે બનાવો છો તે ઉપર ખરેખર હું ઝૂમી ઊઠું છું. વારી જાઉં છું.”

“બસ, ગાંડી ! આટલી વાત કરવા માટે આટલો મોડો મને ધક્કો ખવડાવ્યો… મારે પાછું લીટર પેટ્રોલ બાળીને ઘરે જવું પડશે.”

“ના આટલું જ નહીં. કંઈક બીજું પણ કહેવું છે પણ જીભ ઊપડતી નથી.”

“હું ભાઈ છું.”

“ના.”

“તો પછી ?”

“કંઈ નહીં, જાવ નથી કહેવું.”

બીજે દિવસે સુમિત્રાની ચિઠ્ઠી મળી ત્યારે જ મારી આંખ ઊઘડી.

“પંડિતબાબુ, સૂર અને સંગીતનો તો વર્ષો પુરાણો સંબંધ છે. આપણે એ સંબંધ તાજા ન કરી શકીએ.” તમારી સુમી.

હું અર્થઘટન કરતાં કરતાં જ આનંદતી ઝૂમી ઊઠ્યો. મારા સંગીતને સુમીનો ટેકો (જિંદગીભર). સુમીને પત્ની તરીકે હું આજે પહેલી વખત વિચારતો હતો. કેટલો સુમેળ ભર્યો સુઝાવ.

સંગીતની સાધનામાં કદમ વધતાં ગયાં. સુમીનો કંઠ મારા સંગીતના સહારે સ્ટેજ પરથી રેડિયોપર અને રેડિયો પરથી ટી.વી. પર ગૂંજવા માંડ્યો. સાથે સાથે અમારો પ્રણય પર પાંગરવા માંડ્યો. ખીલતું પ્રણયપુષ્ય અને પગનું ઝાંઝર બહુ લાંબો સમય છુપાય નહીં. બસ એમ જ વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ અમારા પ્રણયને જે દિવસે મળે તે દિવસે મારા ઘરમાં હોળી સળગી.

ઘરમાં હું એકનો એક છોકરો. પિતાજીનો ખૂબ લાડકો. તે દિવસે મને તેમણે બોલાવીને પૂછ્યું, “બેટા, છાપામાં આ બધું આવે છે તે શું યોગ્ય છે?”

પણ પિતાજી છાપાવાળા નવરા હોય છે. કંઈક પબ્લિસિટી સ્ટંટ જાઈએ તેથી –

“તો પણ આગ દેખા દેતાં પહેલાં ધુમાડો તો જોવાની તેમનામાં આવડત હોય છે.”

જા એક વાત કહી દઉં... સુમિત્રા ગમે તેટલી ઉચ્ચ કલાકાર હોય, પરંતુ તેનું સ્થાન ત્યાંથી આઘરમાં ન જ આવવું જાઈએ. તે મહારાષ્ટ્રિયન અને આપણું કુટુંબ ઉચ્ચ વડનગરા બ્રાહ્મણનું –

“પિતાજી એ નાતજાતનાં બંધનો તો આપણે સર્જેલાં છે. ભગાવનને ત્યાંથી તો કોઈ લેબલ લગાવીને આવતું નથી.”

“તું દલીલ કરે છે તે જ બતાવે છે કે છાપાની હકીકત સત્ય છે. અને હું તને કહી ચૂક્યો છું કે તારા વિવાહ નક્કી થઈ ગયા છે અને તું એને કદાપિ વહુ તરીકે આ ઘરમાં નહીં લાવી શકે.”

“પણ પિતાજી એના વિના હું સાવ ઊણો અને અધૂરો છું. એ તો મારા સંગીતનો પ્રાણ છે.”

“તારા સંગીતને એની જરૂર હશે, પરંતુ આ ઘરને એની જરૂર નથી. આ ઘરને તો ઘરનો મોભો જાળવે, ધર્મ જાળવે અને કુટુંબ સાચવે તેવી છોકરીની જરૂર છે. બેટા તારા ઉપર તારા એકલાનો નહીં સમગ્ર વડનગરા કોમનો અધિકાર છે. તેથી સાનમાં સમજી જા.. એ જ રૂડું છે”.

કુટુંબ અને સુમી વચ્ચે પેલા લોલકની જેમ મન હિંચોળ્યા કર્યું. અને આ સ્થતિની ગંધ સુમી પારખે નહીં તેવી નાસમજ તો હતી નહીં. તેથી જ તો તે દિવસે મને કહી દીધું… નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું… છોને લાગ્યું છબીલા મને તારું ઘેલું…

ગીત તો પૂરું થઈ ગયું. ચિત્રમાં કોઈક મારામારીનું દૃશ્ય ચાલતું હતું. હું દૃશ્ય જોવાનાં કે માણવામાં મૂડમાં નહોતો તેથી બહાર આવી ગયો. ઘરે આવીને મારા સાધનાખંડમાં જઈને બેઠો. સિતારનાં તાર સજાવીને રાગરાગીણીઓના આલાપમાં ખોવાઈ જઈને સુમીને ભૂલવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

પણ આ શું ? જે રાગ છેડું તે રાગ મને અધૂરો ભાસતો હતો. કદાચ સુમીનો કંઠ તેમાં સાથપુરાવતો નહોતો. કદાચ મારી કલાને સમજતી એની આંખોનો મૂક સથવારો નહોતો.

હું મારી હાર સ્વીકારવા હરગીઝ તૈયાર નહોતો. એક પ્રકારના ઝનૂનથી એક પછી એક રાગછેડવા માંડ્યો. તાર ઝણઝણતા હતાં. પરંતુ તેમાંથી સંગીત નહોતું જનમતું… એકલું રુદન જ મનેસંભળાતું હતું. અચાનક તાર તૂટી ગયો.

જિંદગીનો મોટો જુગાર રચવાનું મેં નક્કી કરી નાખ્યું. પિતાજીએ નક્કી કરેલ છોકરી સાથે વિવાહની સત્તાવાર જાહેરાત કરી દીધી. સુમીના આઘાતને હું સમજી શકતો હતો. પરંતુ મારી કલાપંગુ બને તે પણ મને ગમતું નહોતું. સુમિત્રા વિના પણ નિખિલ પંડિત જીવી શકે છે એનું સંગીત જન્મીશકે છે.

વરસોના વહાણા વીતી ગયા. એ કોઈક ઈજનેરને પરણીને યુરોપ જતી રહી. હું પણ મારી દુનિયામાં સમાઈ ગયો. પિતાજીને તેમનો ધર્મ સાચવે તેવી કુળવધૂ મળી ગઈ. પણ મારા સંગીતને… ભલે એનો પ્રવાહ ચાલુ છે પણ પહેલા જેવી મીઠાશ નથી, પહેલા જેટલી એકસૂત્રતા નહોતી. એ પણઘણા સંગીતપ્રેમી એ સુમિત્રા બહાડકરને યાદ કરે છે. નિખિલ પંડિતના સંગીતને પણ યાદ કરે છે અને સાથે અફસોસ પણ કરે છે. સંગીતમાં એ એકસૂત્રતા સાંભળવા નથી મળતી તેનો…

મહાલક્ષ્મીના ધૂધવતા દરિયાની પછાડતી લહેરોમાં હું શાંત ઊભો ઊભો કોઈક રવ, કોઈક લય શોધું છું. આજે વીસ વીસ વર્ષના વહાણા વાઈ ચૂક્યા હોવા છતાં અનેક નવા કલાકારોને અજમાવી ચૂક્યો હોવા છતાં હું સુમિત્રાની સ્વરની મીઠાશને ભૂલી શક્યો નથી. એ જ મીઠાશ આ દરિયાનાં એક પછી એક દોડી આવતાં મોજામાં છે. આ ધૂધવતા પવનમાં છે. આ ફરકતી ધજામાં છે. કિનારાને ભેટતા મોજામાં છે. શીળી ચાંદનીના પ્રકાશમાં છે.

“પંડિત બાબુ !” મને કશોક ભ્રમ થાય છે. ફરીથી અવાજ આવે છે. “પંડિત બાબુ,” હું ઝબકીને પાછળ જાઉં છું અને નજર મને દગો દેતી હોય તેમ લાગે છે ‘સુમિત્રા.’

એક ખડક પાછળથી બીજી સુમિત્રા ઊભી થાય છે. સાચે જ પંડિત બાબુ ! હું તો તમારી શિષ્યાન બની શકી પણ મિતા જરૂતર એ ખોટ પૂરી પાડશે.

હું સ્તબ્ધતાથી એની સામે તાકી રહું છું.

એની આંખમાં ઝળહળિયાં છે. નાતજાતના નિષ્ઠુર વાડાએ પહેલાં તો એક કલાકારનો ભોગ લીધો. પંડિત બાબુ ! માનો છો ને કલા વિના કલાકાર અધૂરો અને કલાકાર વિના કલા.

મારું તૂટી ગયેલું સ્વપ્ન તમારા વડે સાકાર કરવું છે. પંડિત બાબુ ! મારી મિતાને તમારી કલાની જરૂર છે. એની પાસે મારો અવાજ છે. પંડિત બાબુ ના ન કહેશો… તમારી કલાને પડતી ખોટ પૂરી પાડવા હું આવી છું. હું ભલે અધૂરેથી મંઝિલ છોડી ગઈ પણ મિતાને મંઝિલ પર પહોંચાડ જો.

પરંતુ સુમી અને મારી શક્તિઓમાં વિશ્વાસ નથી. હું ભાંગી ચૂક્યો છું. તારા વિના સાવ ભાંગી ચૂક્યો છું.

પરંતુ ફરીથી એક વખત સૂર સમાધિમાં બેસી જાવ. હવે એવું કોઈ વિધ્ન નથી જે તમારી કલાને રૂંધી શકે છે.

મારા આશ્ચર્યની વચ્ચે બીજી દિવસે સાંજની સુરસમાધી અદ્‌ભૂત નીવડી. મિતા એની મા કરતાં સવાઈ નીવડી અને સુમી દૂર એની આંખની કોરે બાજેલા અશ્રુબિંદુને છુપાવવા વ્યર્થ પ્રયત્ન કરતી હતી. કદાચ ખુશીનાં આંસુ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational