Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational

2  

Pravina Avinash

Inspirational

હવે સમજાયું !

હવે સમજાયું !

4 mins
7.5K


'અરે, વનિતા તું ક્યાંથી? જેટલું સરળ લાગે છે તેટલી સહેલાઈથી હું તેને ઓળખી શકી ન હતી. કોણ જાણે કેટલાં પ્રસંગો યાદ કરી, મેં મારી જાતને ઢંઢોળી, ત્યારે જઈને ઓળખાણ પડી. ‘બાપરે, તારા તો દિદાર ફરી ગયા છે.' ક્યાં શાળાની સાધારણ દેખાતી વનિતા અને ક્યાં આજની ૨૧મી સદીની ઝુલ્ફા ઉડાડતી, ચંચલ નયનો વાળી !

‘કેમ બહુ બુઢ્ઢી લાગું છું?’

‘ના રે ના તારી ઉંમર દેખાતી નથી. તારા આ રૂપનું રહસ્ય શું છે?’

‘મારા પતિ નો પ્રેમ.'

મારું મુખ લેવાઈ ગયું. મેં તો ૨૦ વર્ષ થયા તેમનો સાથ ગુમાવ્યો હતો. સિલકમાં બચી હતી વિતી ગયેલા ભૂતકાળની મીઠી મધુરી યાદો અને પ્રગતિથી ભરપૂર વર્તમાન કાળ. સાદાઈમાં પણ હમેશા અલગ તરી આવતી ! મારાથી, પૂછ્યા વગર ન રહેવાયું,’ છતાં પણ બીજું રહસ્ય હોય તો બતાવ.'

ચાલ બેસીજા ગાડીમાં અને મારી સાથે રહેજે થોડા દિવસ તું સમજી જઈશ. આમ પણ હું એકલી રહેતી હતી. બાળકો અમેરિકામાં સાથે ન હોય ! મારે એને કહેવું પડ્યું ,’એક કામ કર મારું ઘર અંહિયાથી બહુ દૂર નથી. ગાડી ત્યાં લઈ લે. એક નાની બેગ ભરીને તારી સાથે આવીશ. ’યુ ફોલો મી. મારી ગાડી ગરાજમાં મૂકી દઈશ. ચારેક દિવસ પછી મને ઘરે ડ્રોપ કરી દેજે.’ તેને મારી વાત ગમી. અમે બન્ને ઘરે આવ્યા. બાળકોને ત્યાં વારંવાર જતી હોવાથી બેગ તૈયાર કરતાં મને સમય ન લાગ્યો. વનિતા મારા ઘરેથી ખાસ્સું દૂર રહેતી હતી. તેથી તો અમે બહુ મળી શકતા નહી. મને થોડું જુદું વાતાવરણ મળશે તેથી તેને ત્યાં જવા તૈયાર થઈ હતી.

લગભગ બે કલાકે તેને ત્યાં પહોંચ્યા. બાળપણની સખી પાછા આવી રીતે અચાનક મળ્યા અને ઘણા વર્ષો પછી હું તેને ત્યાં ગઈ જરાક અજાણ્યું લાગ્યું. તેના વાચાળ સ્વભાવે મારો ક્ષોભ દૂર કર્યો. ક્યાં પહેલાંની મુંગી વનિતા અને ક્યાં આજની ‘અલ્ટ્રા મૉ્ર્ડન’ ! ‘જો, આ તારો રૂમ.' ઘણો મોટો ગેસ્ટ રૂમ હતો. તેનો પતિ કાર્ડિયાક સર્જન હતો. તેના પ્રતાપે ઘર પણ ઘણું મોટું મેન્શન જેવું હતું.

વિનય હજુ આવ્યા ન હતા. ‘તને જોઈને ખુશ થશે!'

‘કેમ?’

‘તારી અને મારી બધી વાત તેને ખબર છે.' આજે રાતના ડીનર બહાર જવાના હતા. તું આવી છે એટલે રમાબા, સરસ ઘરે બનાવશે. રમાબા તેને ત્યાં વર્ષોથી રસોઈ બનાવતા. વિનયને તેમના હાથની રસોઈ જ ભાવે. વનિતાને કહેશે,’તું રસોઈ બગાડવા કિચનમાં જતી નહી.' કહીને તે હસી પડી.’ સાથે ડીનર લીધું. વિનય ખરેખર ખુશ થયા. ’જેમ હરિયાળી માટે સૂર્યનો તાપ, ખાતર અને પાણી જરૂરના છે તેમ સ્વસ્થ જીવન કાજે પતિનો પ્રેમ, હુંફ ભર્યું ઘરનું વાતાવરણ, સંતોષ અને પૈસો પણ મહત્વ ધરાવે તમે બન્ને જેટલા દિવસ સાથે છો લહેર કરો!' બાર વાગ્યા સુધી ગપ્પા માર્યા. તેની દિનચર્યા સાંભળી , મને આખો માહોલ જુદો લાગ્યો.છે. આ દરેક વસ્તુનું સપ્રમાણ મિશ્રણ હોય તો તેના પ્રતિબિંબની ઝલક ચહેરા પર સ્પષ્ટ તરવરી ઉઠે છે. પતિને પ્રેમ આપવો અને પામવો એ ખૂબ સુંદર કળા છે. જે દરેક સ્ત્રીમાં હોવાની ! તેથી જ તો સ્ત્રીને નારાયણી કહેવામાં આવે છે. વનિતા બાળપણથી સારા સંસ્કાર પામી હતી. મધ્યમ વર્ગની હોવા છતાં તે દરિયાવ દિલ ધરાવતી. એમાં પતિ ખૂબ શ્રીમંત હતો જાણે સોનામાં સુગંધ ભળી.

વિનયના પપ્પા બીજી વાર પરણ્યા ત્યારે તેની નવી મમ્મી બે બાળકોને લઈને આવી હતી. ૨૨ વર્ષની ઉમરે તેના પતિ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. વિનયે પણ પપ્પાની માફક ખુ્લ્લા દિલથી નવી મમ્મીને આવકારી તેનો પ્રેમ પામ્યો. આજે જ્યારે પપ્પા નથી ત્યારે પોતાના ભાઈ અને બહેનનું પણ માતા સાથે ધ્યાન રાખે છે. વિનયના પપ્પાને પોતાના દીકરા પર વિશ્વાસ હતો. તેની નવીમા એ પણ તેને ખૂબ પ્યાર આપી સિંચન કર્યું હતું. વનિતાએ એ પરંપરાનું પાલન કરી ઘરમાં સહુનો પ્રેમ હાંસલ કર્યો.

ઈશ્વરને ત્યાં દેર છે અંધેર નથી. એ વિનય અને વનિતાને જ્યારે બાળકોનું સુખ પ્રાપ્ત ન થયું ત્યારે બે બા્ળકોને દત્તક લઈ સંતાન સુખનો આનંદ માણ્યો. નાના ભાઈ અને બહેનને ભણાવી સ્થાયી કર્યા. ઈશ્વરની કૃપા ઉતરી અને વનિતા એક દીકરાની મા બની. ઘર ભર્યું ભર્યું થઈ ગયું. વિનય ઘરે આવે ત્યારે બાળકો અને વનિતાની સાથે સમય પસાર કરે. હૉસ્પિટલોમાં સર્જરી કરતો ડૉક્ટર વિનય પતિ અને પિતા બની ઘરનું વાતાવરણ મહેકાવતો. વનિતાએ પોતાની જાત સંપૂર્ણ રીતે વિનય અને બાળકો પર  ન્યોછાવર કરી હતી.

એનો અર્થ એમ નહી કરવાનો કે તેની પોતાની કોઈ જીંદગી ન હતી. અમેરિકા આવીને એમ્બ્રોયડરીના ક્લાસ ચલાવતી. તેને હેન્ડ એ્મ્બ્રોયડરીનું શિક્ષણ કેટી બહેન પાસે લીધું હતું. અઠવાડિયામાં એકવાર નર્સિંગહોમમાં જઈ પોતાની સેવા આપતી. આમ જીવન ભર્યું ભર્યું હોવાથી તેની ઝલક સ્પષ્ટ રીતે મુખ પર અંકિત થતી. બાળકોની પ્રવૃત્તિથી માહિતગાર અને હમેશા તેમને જ્યાં પણ જવું હોય ત્યારે તૈયાર. દત્તક લીધેલાં બાળકો ભારતના અનાથ આશ્રમમાંથી હતા. તેમને કદાપી ખ્યાલ આવવા ન દીધો કે માતા પિતા પોતાના નથી તેમના શુભ પગલે તો વનિતા ‘મા’ બની હતી.

વનિતાનું વ્યક્તિત્વ ખૂબ ખીલ્યું હતું. પોતાના માતા અને પિતાને અમેરિકા આવવું ન હતું. તેમની સુવિધાનો ખ્યાલ રાખતી. નાની બહેન અને ભાઈને પણ અમેરિકા બોલાવી સ્થાયી કર્યા. ભાઈ હવે એક વર્ષમાં એમ.ડી. પુરું કરવાનો હતો. બહેન સાથે ભણતા ડૉક્ટરને પરણી ગઈ. ખૂબ સુંદર હતી. અમેરિકન હતો, ઘરમાં કોઈને વાંધો ન હતો. જીવનનું એક પણ પાસું કાચું રાખ્યું ન હતું.

વિનય, વનિતાથી સર્વ રીતે સુખી હતો. ‘સુખી સંસાર’નો યશ હમેશા વનિતાને આપતો. મમ્મી (વિનયના અપરમા) માટે બાજુમાં નાનું ‘ગેસ્ટ હાઉસ’ બનાવ્યું હતું. વનિતા સાસુમાને ખૂબ આદર આપતી. તેમની માંદે સાજે દેખભાળ થઈ શકે તેની તકેદારી લેતી. ભાઈ બહેન પણ લગ્ન પછી તેમની જિંદગીમાં પરોવાયા હતા. શિક્ષણ સારું મેળવ્યું હતું તેથી પરિવાર સર્વ રીતે સુખી હતો. જ્યારે કુટુંબમાં તકલીફ કે જરૂરિયાત જણાય ત્યારે વનિતા હાજર !

મારા સઘળા પ્રશ્નોનો જવાબ મળી ગયો. આ દુનિયામાં સુખી થવું કે દુઃખી એ સહુના પોતાના હાથમાં છે. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational