Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અશ્ક રેશમિયા

Romance

2  

અશ્ક રેશમિયા

Romance

લઘુકથા: અમર અંજુ

લઘુકથા: અમર અંજુ

3 mins
7.3K


અમર અને અરૂણા મીઠી વાતોમાં મશગુલ હતાં. નાનો બાળક આઈસ્ક્રીમની મજા માણી રહ્યો હતો.એ જ પળે 'હાય ડિયર અમર !આઈ લવ યુ !' કહેતાંકને એક યુવતી ત્યાં આવીને ઊભી રહી ગઈ! 

દુનિયાના ઇતિહાસની,વર્તમાનની અને ભાવિની શ્રેષ્ઠ સુંદરતા, મોહકતા, માદકતા,રોનકતા અને અપ્રતિમ દિવ્યતા એનામાં ભરેલી હતી. કદાચ કુદરતે એને સર્જવામાં ભૂલ કરી હશે !

આવી અજાણી યુવતીને જોઈને અરૂણા એકટસ તેને તાકી જ રહી.એવામાં 'હાય ડિયર,સ્વીટી અંજુ!' કહીને અમર તેને પોતાની ભુજાઓમાં લઈને ભેટી પડ્યો ! અંજુથી છૂટા થયા બાદ એણે અરૂણાને મીઠું ચુંબન આપ્યું

વિયોગમાં સુકાઈને સાવ કોકડું વળીને સૂતેલ ભવ્ય ભૂતકાળ લીલીછમ્મ જહોજલાલી બનીને એમની આંખ સામે નાચી રહ્યો હતો.

જીવનસંગી બનીને જીવનભર સાથે રહેવાનું શક્ય નહોતું ત્યારે સુંદર સમાધાન કરતી વેળાએ અંજુએ અમરને કહ્યું હતું: 'અમર ! મને ખબર છે કે પ્રેમ અને પ્રેમીને છોડવા મુશ્કેલ હોય છે.પણ પ્રણયની મંઝીલ એ નથી કે બે જણાએ જીવનભર સાથે જ રહેવું ! સમર્પણ જ પ્રેમની તાકાત અને મીઠી મંઝીલ છે. આપણાથી આપણે ખુદ અને માવતર સાથે સંબંધીઓ ખુશ રહે એ જ પ્રણયની આખરી અને સલામત મંઝીલ છે.તું માને તો સારુ રહેશે.'

ને અમર અંજુની વાતોને ગજવે કરીને અરૂણાને હેમખેમ પરણી ગયો હતો.

એક સમયના દિલફાડ પ્રેમીઓ કે જેઓ એકમેકને મુશળધાર પ્રેમ કરતા હતાં. એ મળેલા બે જીવ જ્યારે સાવ વિખુટા પડ્યા બાદ મળ્યા ત્યારે એમની અપાર ખુશી સાતમું આસમાન અને પાંચમું પાતાળ ભેદીને ક્યાંયની ક્યાંય પહોચી ગઈ હતી !

મહોબ્બતની મિલનમાં જબરી તાકાત છે.એટલે જ તો પ્રેમીઓ મુલાકાત માટે આટલા બેબાકળા હોય છે!

'માય ડિયર એન્ડ લવલી વાઈફ અરૂણા,ધીસ ઈઝ માય પાસ્ટ લવર અંજુ !' અંજુ તરફ ઈશારો કરતા અમર બોલ્યો.એટલે અરૂણા પણ અંજુને ભેટી ! પોતાના એક વર્ષના ખિલખિલાટ કરતા બાળકને ઊંચકીને અમરે ઊમેર્યું: 'અંજુ,ધીસ ઈઝ માય લવલી સન !' અને એણે એ પુત્રને અંજુને ખોળે કર્યો.

એક સાથે ચાર જીવ એકમેકમાં એમ ભળી ગયા છતાંય કોઈના મનમાં કોઈના પ્રત્યે દ્વેશ નહી કે નહી ઈર્ષ્યા !

પુત્રને અંજુના હાથમાંથી લેતાં એ બોલ્યો: 'અરૂણા,જ્યારે આપણે એકબીજાને કલ્પ્યા સુધ્ધા નહોતાં ત્યારે અમે એટલે કે 'હું અને અંજુ' એકબીજાને નખશિશ જાણી ચૂક્યા હતાં.અમે એકમેકના ગળાની ગાંઠ અને જીગરના ટૂકડા હતાં.આંખોના અમી અને શમણાઓના સૌદાગર હતાં.માત્ર અમારા ખોળિયા ભિન્ન હતાં પણ પ્રાણ એક હતાં.અમારી મહોબ્બત અને મુલાકાત જોનારને ભયંકર ઈર્ષ્યા કરાવી જતી હતી.'

'અરૂણા,કોલેજકાળ દરમિયાન અમારી મિત્રતામાં મહોબ્બતની મોસમ ખીલી અને અમે ખુશખુશાલ બનીને પ્રણયના વાદે ચડ્યા.આ મારા પ્રિય શહેર અમદાવાદનું જાહરે અને ખાનગી એકેય એવું સ્થળ નહી હોય જ્યાં અમે હેતથી આનંદના ઉમળકા લઈને મળ્યા ન હોઈએ!' અંજુની આનંદથી છલકાઈ ઉઠેલી આંખોમાં આંખ ભેરવીને અમર બોલ્યો જતો હતો.

'અરૂણા,આજ લગી અમને બેયને એકબીજાને છોડ્યાનો કોઈ જ વસવસો નથી.અમારા બેયના સુંદર શમણાઓને અમે ફળીભૂત કરી જ લીધા છે. બસ,એક જ આખરી ખ્વાહીશ હતી: જીંદગીભર એકમેકના સામિપ્યમાં રહેવાની ! કિન્તું વિધિને શાયદ આ મંજુર નહોતું.અને અમે સુંદર સમાધાન કરી લીધું હતું. આખરે મે હસતા વદને એ સમયના મારા આ અમરને અમર આશિષ આપીને તારા તરફની વાટે વળાવી દીધો હતો.' અરૂણાની પડખે જ બેઠેલી અંજુ આમ બોલી રહી હતી ત્યારે એની સોનેરી આંખોમાં ઊભરાયેલ આંસુમાં સહસ્ત્ર દીવડાઓ ઝળહળાં-ઝળહળાં થતાં હતાં.

અતીતના બે પ્યારા પારેવાઓેએ ફરીથી પ્યાર બનીને પોતાના ભવ્ય ભૂતકાળને ખૂબ સંભાર્યો-વાગોળ્યો.અરૂણા હરખાતાં અને મલકાતાં ચહેરે એ બધું સાંભળી રહી હતી .જેમ-જેમ અંધારું વધતું જતું હતું એમ એમ એમના અતીતની રોશની પ્રકાશી રહી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Romance