Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

પરિવર્તન

પરિવર્તન

4 mins
7.3K


"શું કહે છે તું? તને કાંઈ ભાન છે ખરું?" ગુસ્સામાં થર થર કાંપતી મોના દીકરીને ધમકાવી રહી હતી. તેની લાડલી આવા સમાચાર આપશે તે એના માનવામાં આવતું ન હતું. બાળપણથી સુંદર સંસ્કાર પામેલી અનુશ્કા અત્યારે મેડિકલ સ્કૂલના છેલ્લા વર્ષમાં હતી. બસ હવે એમ.ડી.ની ડીગ્રી હાથમાં આવે પછી પહેલું કામ અનવર સાથે લગ્ન કરવાનું હતું.

મમ્મી, પપ્પા અને નાના ભાઈ સાથે હોલ તરફ જઈ રહ્યા હતાં. આજે અનુશ્કા શુભ સમાચાર આપવા ઉત્સુક હતી. તેને એમ કે આજે મારી ખુશી બેવડાય. "મમ્મી મારે તને અને પપ્પાને શુભ સમાચાર આપવા છે." મમ્મીને હતું કે બહેનબાને સાથે ભણતો કોઈ છોકરો પસંદ આવી ગયો લાગે છે. વાત તો સાચી હતી.

અનુશ્કા ખુશ થતાં બોલી, "મમ્મા, હું અનવર સાથે લગ્ન કરવા માંગું છું."

પપ્પા ગાડી ચલાવતા હતા. જોરથી બ્રેક પર પગ દબાઈ ગયો.

મમ્મી, "શું કહે છે તું? તને કાંઈ ભાન છે?" ચિલ્લાઈ ઉઠી.

અનુશ્કા તો ડઘાઈ ગઈ. આટલા વર્ષોમાં મમ્મી તેમજ પપ્પાનું આવું રૂપ તેણે કદી જોયું ન હતું. પોતાના દિલના ભાવ છુપાવી પ્યારથી બોલી, "મમ્મી કેમ આમ બોલે છે. હું અનવરને ખૂબ પ્રેમ કરું છું. અનવર પણ મને દિલોજાનથી ચાહે છે."

મમ્મી અને પપ્પા બંને સાથે બોલી પડ્યાં, "અનવર મુસલમાન નથી?"

અનુશ્કા, "હા છે."

મમ્મી, "અને તું હિંદુ. એનો વિચાર કર્યો?"

અનુશ્કા, "કેમ એમાં શું વાંધો છે?"

પપ્પા, "બેટા આ વાતની ચર્ચા મને નહીં જોઈએ. જો તું અમારી પરવાનગી માગતી હોય તો ના છે. બાકી તું ઉંમરલાયક છે. તારી મરજી."

અનુશ્કા માની ન શકી કે આટલા આધુનિક ગણાતા તેના પપા અને મમ્મી તરફથી આવો રોકડો જવાબ મળશે.

ખેર, બોલી કાંઇ નહી. એમ.ડી.ની ડિગ્રી લઈને ઘરે આવ્યા. દરેકના મુખ પર તંગદિલી જણાંતી હતી. અનુશ્કા બે દિવસ પછી અનવર સાથે ફરવા જવાની હતી.

અનુશ્કા, "અનવર મારા માતા પિતાની સંમતિ નથી."

અનવર, "તારું દિલ શું કહે છે?"

અનુશ્કા, "શું તું મારી પાસેથી આ સવાલના જવાબની અપેક્ષા રાખે છે. તને ખબર નથી."

અનવર, "બસ તો ચાલ આપણે શાદી કરી લઈએ."

અનુશ્કા, "માતા અને પિતાના આશીર્વાદ વગર."

અનવર, "તે તો મળવાના સંભવ નથી."

ભગ્ન હ્રદયે અનુશ્કાએ હા પાડી. મિત્ર મંડળની હાજરીમાં બંને જણ લગ્નના પવિત્ર બંધનથી જોડાયા. અનુશ્કાએ મમ્મી અને પપ્પાની નારજગી વહોરી લીધી. આશિર્વાદ તો મળવાના ન હતા તેની સંપૂર્ણ ખાત્રી હતી.

અનવર અને અનુશ્કા પોતાની જિંદગીમાં મગ્ન હતાં. સુંદર અને સંસ્કારી વાતાવરણમાં ઉછરેલી અનુશ્કા ઘરમાં બધા આચાર અને વિચાર માતાએ શીખવ્યા હતા એ મુજબ પાળતી. અનવર તેની સુંદર વર્તણુકથી ખૂબ પ્રભાવિત થયો હતો. તેના અબ્બુ અને અમ્મી પાકિસ્તાન હતા.

હિંદુસ્તાનના ભાગલા થયા ત્યારે તેમણે પણ તે જમાનામાં પ્રેમ લગ્ન કર્યાં હતાં. અનવરના અબ્બુએ આગ્રહ પૂર્વક સુષ્માને સલમા બનાવી હતી. સુષ્મા ભલે સલમા બની પણ જન્મજાત હિંદુ સંસ્કારને બૂલી ન હતી. અનવર હિંદુ ધર્મને હંમેશા આદર પૂર્વક નિહાળતો. અબ્બુ મુસલમાન હતાં છતાં મસ્જીદ જવું અને હરકતો કરવી તેને પસંદ ન હ્તી. માનું લોહી તેનામાં વહી રહ્યું હતું.

મુખ્ય કારણ એ હતું તેથી મેડિકલ સ્કૂલમાં અનુશ્કા સાથે આંખ લડી અને સંસાર માંડ્યો.

અબ્બુ ખૂબ ખુશ હતા કે મારો અનવર પણ હિંદુ બીબી લાવ્યો. બાપ દીકરાની વિચારસરણીમાં આસમાન જમીનનો તફાવત હતો. અનવર હિંદુ ધર્મને અને અનુશ્કાને ખૂબ ઈજ્જત આપતો. રેસીડન્સી પૂરી થઈ. અનવર કાર્ડિયોલોજીનું આગળ ભણતો હતો. અનુશ્કા ઈન્ટર્નલ મેડિસિન કરીને અટકી ગઈ. તેના મા બનવાના દિવસો નજીક આવી રહ્યા હતાં.

એક વખત રાતના નવરાશની પળોમાં બંને જણા આવનાર બાળકની ચર્ચામાં ઉતરી પડ્યા. દીકરો હશે કે દીકરી? કોના જેવો દેખાશે ? વિગેરે વિગેરે.

ઘણા વખતથી દિલમાં છુપાવીને રાખેલી વાત અનવર આજે કહેવા ખૂબ ઉત્સુક હતો.

"અનુ..." અનવર કદી તેને અનુશ્કા ન કહેતો. લાડમાં અનુ અને ખૂબ પ્યાર ઉભરાઈ જાય તો હની. અનુશ્કાને લાગ્યું આજે અનવરના સંબોધનમાં ગહરાઈ છે.

અનુશ્કા, "બોલ તારે કાંઈક કહેવું છે પણ તારા મોઢા પર મને મૂંઝવણ સાફ જણાય છે."

અનવર, "તું મને પાગલ તો નહી ગણે ને?"

અનુશ્કા, "કહે તો ખરો પછી વિચારીશ."

અનવર, "વચન આપ કે તું મારી વાતનો યકીન કરીશ."

અનુશ્કા, "કેમ આમ બોલે છે? તને મારા પરથી વિશ્વાસ ક્યારે ઊઠી ગયો?"

અનવર, "ના રે ના એવું નથી. વાત જરા અલગ છે."

અનુશ્કા, "બસ હવે મારી ધિરજ ખૂટે તે પહેલાં કહી દે."

અનવર, "બનતું આવ્યું છે કે હિંદુ છોકરી..." અનુશ્કા વાત કાપતાં બોલી, "આજે આ હિંદુ અને ———–"

અનવર, "તું મને વાત પૂરી કરવા દે. મારા દિલ પરનો બોજ હળવો થશે."

અનુશ્કા ગંભિર બની ગઈ.

અનવર, "કાયમ હિંદુ છોકરી મુસલમાનને પરણે તો તેણે મુસ્લિમ ધર્મ અંગિકાર કરવો પડે છે. તને ખબર છે મારી માતા પણ હિંદુ હતી. તેનું નામ હતું સુષ્મા. કેટલું સુંદર. તું પણ મારી વહાલી હિંદુ છે. આપણું બાળક આવે તે પહેલાં જો હું હિંદુ ધર્મ સ્વીકારું તો તે હિંદુ ગણાશે." કહીને અનવર અનુશ્કાને તાકી રહ્યો.

અનુશ્કા સ્તબ્ધ બની ગઈ. તેમનો નિર્મલ પ્યાર કદી ધર્મને કારણે મલિન થયો ન હતો. તેણે સંમતિ માત્ર આંખો દ્વારા આપી. મુંઝાયેલી છતાં પુલકિત હ્રદયવાળીના મોઢામાંથી એક પણ શબ્દ ન સર્યો. મંદિરના પુજારીને મળ્યા. હિંદુ વિધિ પ્રમાણે કરવી પડતી બધી વિધી કરી. અનવરનું નવું નામ “અમર” રાખ્યું.

મંદિરેથી સીધી પોતાના માતાપિતા પાસે પહોંચ્યાં. બારણામાં અનુશ્કાને જોઈ પિતા ભેટી પડ્યા. અનુશ્કાએ કહ્યું, "પિતાજી આ તમારા જમાઈ બાબુ ‘અમર’."

પિતાજીને કાન પર વિશ્વાસ ન બેઠો. મમ્મી આવી અને અમરને ભેટી આશીર્વાદ આપ્યાં. તેમને આ બાબતમાં કાંઈ ખબર નહતી. જ્યારે સત્ય લાધ્યું ત્યારે તેમનું મસ્તક જમાઈની સામે નમી ગયું.

માણસનો ધર્મ અગત્યનો નથી. ઘણી વખત ધર્મનો અર્થ, તેનું હાર્દ અને વ્યક્તિ બધું અલગ અલગ જણાતા પણ એક હોય છે. પોતે નાના અને નાની બનવાના હતાં એ સમાચારે આનંદ બેવડાયો.

અનુશ્કાના માતાપિતાએ જમાઈબાબુને પ્રેમથી વધાવ્યા. અમરના અબ્બુ થોડા નારાજ થયા. થોડા નહીં ઘણાં બધા પણ સલમાએ તેમને સંભાળ્યા. તેને પોતાના પુત્ર ઉપર ગર્વ થયો. આવનાર અવિ તો બસ બે બાજુના સંબંધોને જોડતી કડી બન્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational