Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Tragedy

2  

Pramod Mevada

Tragedy

અપૂર્ણતાનો અહેસાસ (ભાગ – ૯)

અપૂર્ણતાનો અહેસાસ (ભાગ – ૯)

3 mins
7.2K


તૃપ્તિએ ધડકતા હૃદયે દરવાજાને હળવેથી ધક્કો માર્યો. દરવાજો ખુલતા જ સામે એક બેડ દેખાયો. બેડ પર કોઈ સુતું હતું ચાદર ઓઢીને. દરવાજો ખુલવાના અવાજથી આંખ ખુલતા જ ચાદર સરકાવી મોં ખુલ્લું કર્યું. તૃપ્તિ જોઈ જ રહી બે પળ. એક નિસ્તેજ પણ સુંદર ચહેરો તેની સામે હતો. અનિશા નામ હતું એનું. કાઈ જ બોલ્યા વગર તૃપ્તિ એકાદ મિનિટ ત્યાં ઉભી રહી બહાર આવી ગઈ.

                            રુખસારે લાંબી વાત ટૂંકમાં કરી. "તમે અનિશાને જોઈ તે થોડાક દિવસની મહેમાન છે આ દુનિયામાં. એક એકસિડેન્ટમાં એનું માથાથી નીચેનું આખું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું છે અને તેને ગંભીર બીમારી હોવાથી બચવાની કોઈ આશા પણ નથી. બસ થોડાક દિવસની જ વાત છે અને નિશાંત ભાઈના અવાજની સામ્યતા તેના પ્રેમી આકાશ સાથે મળતી આવે છે એટલે તેને મન થાય ત્યારે તે આમ નિશાંત ભાઈ સાથે આકાશ સમજી ને વાત કરી લે છે. આ વાત ફક્ત હું અને નિશાંત ભાઈ જ જાણતાં હતા. આજે તમને ખબર પડી ગઈ. નિશાંત ભાઈના અવાજથી જ એને થોડીક રાહત મળે છે. બાકી આકાશ તો ક્યારનોય એને છોડી જતો રહ્યો છે. હવે તમને સમજાઈ ગયું હશે કે કેમ ફોન પર આવું કહ્યું." તૃપ્તિ એમ જ શૂન્યમનસ્ક થઈ બેસી રહી. રુખસારજી એ ફરી પાણી મંગાવ્યું. તૃપ્તિ એકી શ્વાસે પી ગઈ આખો ગ્લાસ.

                            તૃપ્તિએ માફી માંગતા કહ્યું "ખરેખર નિશાંતનું સ્થાન મારા હૃદયમાં ફરી આજે એક વ્હેત ઊંચું આવી ગયું. મને ખબર પણ ન પડવા દીધી અને તે આટલું બધું કરતો રહ્યો. આજે ફરી એક નવું જ સ્વરૂપ દેખાયું મને નિશાંતનું." તૃપ્તિ કૈંક હળવાશ અનુભવી રહી કે જે તેણે ધાર્યું હતું એવું કૈં જ ન નીકળ્યું. તે રૂખસારજી સાથે થોડી ઘણી વાતો કર્યા પછી ઘરે જવા નીકળી.

                            સાંજે નિશાંત ઘરે આવ્યો અને જમવા બેઠો તેને ભાવતા ગુલાબજાંબુ બનાવ્યા હતા તૃપ્તિએ. નિશાંતએ વખાણ કર્યા વગર એક જ શબ્દ કહ્યો તૃપ્તિને "તું સાચે જ મારી બેટરહાફ છે. મારા મનની ઈચ્છા તને કેવી રીતે સમજાઈ જાય છે. આજ સુધી મને ખબર નથી પડી. સાચે જ તું ન હોય તો મારું શું થાય." તૃપ્તિએ કઈ જવાબ ન આપ્યો. રાત્રે સૂતી વખતે નિશાંતએ પુછ્યું તૃપ્તિને "જઇ આવી? અનિશાને મળી ખરા?" તૃપ્તિએ સજળ આંખે નિશાંતને કહ્યું "હા મળી આવી અને રુખસારજી એ મને બધી વાત પણ કરી. આજે તમારું સ્થાન મારા મનમાં હતું તે કરતાંય વધી ગયું. તમારા જેવો પુરુષ જીવનસાથી તરીકે પામી હું ધન્ય થઈ ગઈ." નિશાંતએ કહ્યું ચલ હવે સુઈ જા બહુ મોડું થઈ ગયું છે સવારે તારે વહેલા પણ જાગવાનું છે. આજે વરસો પછી તૃપ્તિ નિશાંતની બાહોંમાં સુઈ ગઈ. કદાચ આજ તેને વધુ હૂંફ મળી રહી અને ઊંઘ પણ શાંતિથી આવી.

                           સવારે બન્નેએ સાથે જ ચાની ચૂસકી માણી. આજે વરસોથી ચાલ્યો આવતો નિયમ તોડ્યો તૃપ્તિએ. આજે નિશાંત સાથે બેસી ચા પીધી અને કોઈ જ ચર્ચા વગર પણ બન્ને એકમેકને સાંભળતા ને સમજતા રહ્યા. નિશાંત તૈયાર થઈ ઓફીસ જવા નીકળ્યો અને બાળકો સ્કૂલે જવા નીકળ્યા. તૃપ્તિ બધું કામ આટોપી ઘડીક શાંતિથી બેસવાનું વિચારતી હતી ત્યાં જ ડોરબેલ રણકી ઉઠી............(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Tragedy