Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

તફાવત નથી !

તફાવત નથી !

3 mins
13.8K


આ જીવન પ્રભુની ખૂબ સુંદર સોગાદ છે. વણમાગ્યે તેણે આપણને કેટલું બધું આપ્યું છે. જ્યારે મહેનત વડે અને તેની કૃપાથી આપણે સુખી અને સમૃધ્ધ હોઈએ તો શું આપણે માત્ર ભેગું જ કરવાનું? કે પછી સમય સ્થળ અને વ્યક્તિ જોઈને આપવાનું? જ્ન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે. સાથે કાંઇ જ લઈ જવાનાં નથી. લાવ્યાં પણ શું હતાં?

નલિન જ્યારે નાનો હતો ત્યારે તેના મામા આવતા અચૂક તેના માટે રમકડું કે બિસ્કિટ લાવતાં જ્યારે પણ મામા આવવાના છે તે ખબર પડે એટલે તેની ખુશીનો પાર ન રહેતો. એ નલિન આજે ડોક્ટર થઈ અમેરિકામાં ખૂબ કમાય છે. તેને પોતાને બે

બાળકો છે. મિત અને જીત બન્ને ખૂબ સમજુ અને વ્યવસ્થિત છે. નીલા સંસ્કારી તેમજ કુશળ નારી, નલિનની અર્ધાંગના સુંદર રીતે બાળકોને મોટા કરવામાં અને નલિનને ઓફિસમાં મદદરૂપ થાય છે.

મોટેભાગે અમેરિકામાં ડૉક્ટરની પત્નીઓના શોખ હોય છે ૧. ખરીદી કરવી, ૨. બહાર ખાવા જવું. નીલા ખાધેપીધે સુખી માબાપની દીકરી ગળથૂંથીમાં સારા સંસ્કાર પામેલી. ખોટા ખર્ચા કરવામાં માનતી નહીં. બાળકોને પણ પૈસાની કિંમત સમજાવતી.

નલિનના માતાપિતાને અમેરિકા બહુ ગમતું નહી તેથી દર વર્ષે સહકુટુંબ તેઓ ભારત જતાં. નલિનની બહેન મુંબઈમાંજ રહેતી. તેને માટે વહાલી ભાભી બનીને રહેતી.

નીલાએ મનોમન નક્કી કર્યું કે જો નલિન આજે આટલું ભણ્યો અને ડોક્ટર થયો તો કેટલું સુખી જીવન છે. તણે ભારતમાં બે બાળકોને ડોકટર બનાવવાનું નક્કી કર્યું. અનાથ આશ્રમનાં બે બાળકોની જવાબદારી લીધી. તેઓના અભ્યાસની પ્રગતિનો અહેવાલ રાખતી.

આજે મિત સ્કૂલેથી આવ્યો અને વિચારમાં હતો. જીતે પૂછ્યું પણ સરખો જવાબ ન પોતાના રૂમમાં જતો રહ્યો. હાઈસ્કૂલમાં તેને મેઘન સાથે ફાવતું. મેઘને તેને જણાવ્યું કે કાલથી સ્કૂલે નહીં આવે તેની મમ્મીને કેન્સર છે. તેણે પાર્ટ ટાઈમ નોકરી કરી,ઘરની

જવાબદારી લેવી પડશે. મેઘન ભણવામાં ખૂબ હોંશિયાર હતી. મિત વિચારી રહ્યો કેવી રીતે તેને મદદ રૂપ થાંઉ તો તેણે ભણવાનું છોડવું ન પડે.

રાતે જમતી વખતે તેણે પપ્પાને વાત કરી. નલિન અને નીલા મિતની મૂંઝવણ પારખી ગયા. બન્ને જણાંએ આંખોથી વાત કરી. શાંતિથી બધા જમ્યા. મિત અને જીત હોમવર્ક કરવા ગયા. નલિન કહે, "મેઘનને પાર્ટટાઈમ જોબ હું ઓફિસમાં આપવાની સગવડ કરીશ. તેના પપ્પા આપણે ત્યાં લોન કાપવા અને મેઈન્ટેનન્સ માટે આવે તો થોડા પૈસા કમાઈ શકે." નલિનનો હાથ કાયમ કોઈને મદદ માટે તૈયાર રહેતો. મિત અને મેઘનની મૈત્રીથી તે વાકેફ હતો. 

મિતે રાત્રે મેઘનને ફોન કરી કહ્યું, "તું સ્કૂલે જરૂરથી આવજે મારે તારું કામ છે." મેઘન આવી અને મિતે કહ્યું, "જો તને પૈસાની સગવડ થાય તો તું ભણવાનું ચાલુ રાખીશ?" મેઘનતો માની ન શકી. બધું સરસ રીતે વર્ક આઉટ થઈ ગયું. નલિન ડૉક્ટર હોવાને કારણે મેઘનની મમ્મીને ઘણી રાહત થઈ. કેન્સર શરૂઆતનાં તબક્કે હતું. સારી ટ્રીટમેન્ટ મળવાથી મેઘનની મમ્મી બે વર્ષમાં નોર્મલ થઈ ગઈ.

સમયને તો પાંખો છે. એ વાતને વર્ષોના વહાણાં વાઈ ગયાં. નલિન કાર અક્સિડન્ટમાં માર્યો ગયો. નીલાને ગેબી માર વાગ્યો હતો. પૈસે ટકે કોઈ અગવડ ન હતી. અકસ્માતને કારણે મિતની માનસિક હાલત બહુ ખરાબ હતી. કોલેજ કાળ દરમ્યાન મિત અને મેઘન છૂટાં પડી ગયાં હતાં. મેઘન જ્યારે ડોક્ટર થઈને આવી ત્યારે તેને ખબર પડી. ઘડીનો પણ વિલંબ કર્યા વગર તે મિત પાસે પહોંચી ગઈ. મિતતો મેઘનને ઓળખી પણ ન શક્યો. જીત કમ્પુટરમાં માસ્ટર્સ કરી લોસ એન્જલિસ મુવ થઈ ગયો હતો. મમ્મી, ઘરની જવાબદારી મિતે પ્રેમથી સ્વીકારી હતી. મેઘનને જોઇ મિતને ખૂબ આનંદ થયો. મેઘન વિચારી રહી આ મિતે મને કપરા સમયમાં સાથ આપ્યો હતો. આજે જો તેની મમ્મીને વાંધો ન હોય તો, મારે મિત સાથે પરણી તેને સાથ આપવો છે. નિલા રાતના સૂઈ ગઈ હતી. મિત પુસ્તક વાંચતો હતો.

મેઘન ધીરેથી આવી મિતની બાજુમાં બેસી, પ્રેમથી તેનો હાથ હાથમાં લઈ પંપાળવા લાગી. જ્યારે હ્રદયની ભાષા એકબીજાને સંભળાય છે ત્યારે વાણીની જરૂર હોતી નથી. પછી તે હાથ અને હ્રદય ભલેને અમેરિકનના હોય.

સમગ્ર સૃષ્ટિમાં માનવનાં રંગ સર્જનહારે અલગ અલગ સર્જ્યા છે. પણ હ્રદયની ભાષા અને લોહીના રંગમાં કોઈ તફાવત નથી!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational