Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rena piyush

Others

4  

Rena piyush

Others

વાઇન્ડ અપ

વાઇન્ડ અપ

2 mins
14.8K


"હેલો અનુ ?"

"હા બોલ તનુ."

"એક ગુડ ન્યૂઝ આપવા કૉલ કર્યો."

"વાહ... શું... જલ્દી કહે."

"અમે યુ.એસ. શિફ્ટ થઈ રહ્યા છીએ."

"અરે આમ અચાનક... અને તારી જોબ... તનીશનો બિઝનેસ...?"

"અમે અહીં બધુંજ વાઇન્ડ અપ કરીને જઇ રહ્યા છીએ... યાર હવે ઇન્ડિયામાં છે શું ?"

"હમ્મ... ("જે અહીં છે એ ત્યાં નથી ડિયર" અનુ મનોમન બોલી)

"સાંભળે છે કે નહીં... મને...?"

"હા... હા... બોલ તનું, બરાબર સાંભળું છું."

"યાર, આ અમારા કિડ્સ માટે જ. એમનું ભવિષ્ય બનાવવા માટે જ તો ત્યાં જઈએ છીએ."

"અને તમારો ભૂતકાળ...?"

"શું... ભૂતકાળ ?"

"આઈ મીન, તનીશ ના મોમ ડેડ ?"

"તનીશે એમના માટે બહુ જ સરસ સગવડ કરી છે. શહેરની બહાર રમણીય વિસ્તારમાં એક બહુજ સરસ ફાઈવ સ્ટાર ઓલ્ડ એજ હોમ બન્યું છે. મહિનાનો ફક્ત ૨૦,૦૦૦ ચાર્જ છે એ અમે ત્યાંથી નિયમિત મોકલતા રહીશું. એમને ત્યાં બધીજ સગવડ મળશે. હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ. વર્ષમાં બે વાર અધ્યાત્મિમ ટૂર, દર રવિવારે આઉટિંગ, દરરોજ સવારે યોગા કલાસ, અને રમ પણ એ.સી. યુ નો... બધું જ ત્યાં છે (સિવાય એમના સંતાન પૌત્ર પૌત્રીનો પ્રેમ, હૂંફ, લાગણી... ફરી અનુ મનોમન જ બોલી) એમને બીજું શું જોઈ એ ?"

"ચાલો તમે લોકો એ આટલું સરસ એમના માટે વિચાર્યું... સારું કહેવાય અને તારો ડોગ... આઈ મીન તારો લ્યુસી ?

"એને મારી મોમના ત્યાં સાચવવા આપીશ. મોમના ત્યાં એમનો મેક્ષુ છે ને એટલે લ્યુસીને કંપની પણ રહશે. બટ યાર તું અંદાજો પણ નહીં લગાવી શકે. લ્યુસીને છોડીને જવાનું મને કેટલું દુઃખ છે. કાશ એને હું મારી સાથે લઈ જઈ શકતી... હું બહુ જ મિસ કરીશ મારા લ્યુસી ને... (તનું ફોન પર રડવા લગે છે.)"

"ઓહ... તનું એમાં શું... લ્યુસીને મળવા વરસે એક વાર આવી જજે."

"હા... આવીશ જ એક ડોગનું આયુષ્ય કેટલું. એક વાર તો આવીશ જ ખબર નહિ પછી એ મને જોવા મળે કે નહીં..."

"હા, ઘરડા લોકોનું પણ એવું જ ને... કોને ખબર ક્યારે..."

"ઓ.કે. બાય અનુ, પછી વાત કરું મને બહુ બધું પેકીંગ પણ કરવાનું બાકી છે."

ફોન કટ...


Rate this content
Log in