Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Tragedy

0.0  

Vijay Shah

Tragedy

જીવીકાકી

જીવીકાકી

3 mins
7.3K


સસરા ભુધર બાપા એકલા હતા અને તેઓ ખેતરે જતા રોડ ઉપર અડબડીયું ખાઇ જતા પગમાં સોજો આવ્યો હતો. નવીનને તરત રજા ના મળી પણ તાબડતોબ ઉર્મિલાને મોકલી.

ઉર્મિલા અને નાનો હાર્દિક જેને વેકેશન હતું તેઓ સાથે ગામ પહોંચ્યા.

તરખડી ગામ નાનું પણ પટેલ વગામાં ભુધર બાપાનું માન બહુ... વિકસતા બધા જ પર્યાયોમાં તેઓ આગળ પડતા.. ગામમાં પોષ્ટ ઓફીસ આવી.. કબુતરને ચણ માટે પરબડી બંધાવી નાનક્ડુ સિવ મંદીર વિકસાવ્યુ અને એસ.ટી. બસ પણ ચાર વખત જુદા જુદા રૂટથી આવે તેમ કરવા ખાસી દોટો કાઢી.. પંચાયતમાં ભુધર બાપા જે કહે તેનું વજન પડે. ૬૫ વર્ષે જીવી કાકી ગયા ત્યારે આખુ ગામ તેમના બેસણામાં આવ્યું હતુ.. સીત્તેર થયા એટલે તેઓ ભુલકણા થતા થયા અને બધે જ હવે નવું લોહી.. નવી કોમ્પ્યુટરની વાતો અને ધીમે ધીમે તે ભક્તિ ભાવે ચઢ્યા હતા.

"હવે કેટલા વર્ષો જીવવાનું?"

ઉર્મિલા અને હાર્દિક આવ્યા એટલે એમને ઘણી બધી રાહતો થઇ. પગે તેલ ચોળવાનું અને ગરમ પાણીમાં તેમના પગે હલેસા મરાવવાનું કામ તો ૧૨ વર્ષનો હાર્દિક કરતો હતો.

દિવસો જતાં હતાં અને એક દિવસ ભુધર બાપા સુતા હતા ત્યારે તેમના પગ પાસે એક લીલા રંગની સાત ફૂટ લાંબી નાગણ જોઇ..

પહેલા તો હાર્દિક એકદમ સ્તબ્ધ થઈ ગયો અને ધીમે રહીને તેના સેલ ફોન ઉપર તેણે પીક્ચર લીધું. અને આવ્યો હતો તેમ બીલ્લી પગે ચાલ્યો ગયો.

નવીન અને ઉર્મિલાને તે ફોટો બતાવી તેણે પોતાનો ડર જાહેર કર્યો કે "જે ઘરમાં સાપનો વાસ તે ઘરમાં જીવનો ભય..."

ઉર્મિલા બોલી.. હા બે એક દિવસ પર પાણીયારામાં મેં સળવળાટ અનુભવ્યો હતો..

આ ગુસપુસ સાંભળીને ભુધરબાપા બોલ્યા એ રૂડી છે અને મારા એકાંતોમાં મને કંપની આપે છે...

નવીનના મોંમાંથી રાડ નીકળી ગઇ..

ઉર્મિલા પણ ધ્રુજતી હતી.

"બાપા! એ ગમે તે હોય પણ સાપને ઘરમાં ના રખાય. ક્યાંક પગ નીચે તે દબાય તો ડંખે અને માણસ મરી જાય."

ભુધર બાપા બોલ્યા "અરે મને તો પેલું ગલુડીયું હોય તેમ મારી સાથે રમે છે અને મેં પરિક્ષણ કરાવ્યું છે તે બીન ઝેરી છે .. તેના સી સી સીસ્કારા સાંભળીને મને તો ખુબ જ આનંદ થાય છે."

"બાપા... મને તો બીક લાગે છે." નવીને બાપાના વિધાન ઉપર પ્રતિવાદ કર્યો..

"આ તમે બહુ ભણેલા બહુ બીકણ હો છો" ડોક્ટર વ્યાસે - સુજી ગયેલા પગને તપાસતા કહ્યું- નવીન! બાપા માને યા ના માને તેમને રૂડી અહીં કરડી છે આ મચકોડના ભાગમાં લીલું ચકામું થયું છે."

બાપાને એમ્બ્યુલન્સમાં બેસાડી હાર્દિક ઉર્મિલા અને નવીને તરખડા છોડી દીધું.

ભુધર બાપાને પગનો મચકોડ પહેલી વખત ત્રાસદાયક લાગ્યો.. તેમના સીસકારા પેલી રુડીના સીસકારા જેવા લાગતા હતા.

મલાડ પહોંચતા સુધીમાં તો આખો પગ લીલો થઇ ગયો હતો. તાબડતોબ હોસ્પીટલમાં દાખલ કર્યા ત્યારે ડોક્ટર કહે સર્પદંશનું ઝેર આખા પગમાં ચઢી ગયું છે.. હવે તો ચમત્કાર થાય તો જ બાપા બચે.

ભુધર બાપા રડતા રડતા બોલ્યા..રૂડી..રૂડી..

નવીને તરખડા ફોન કર્યો અને ઘરના ચોકીદારને કહ્યું કે રૂડીને અહી લઇને આવો..

ચોકીદારે કહ્યું કે રૂડી તો મથા પછાડી પછાડીને તમારા ગયા પછી કલાકમાં  મરી ગઈ..

ઊર્મિલા કહે માનો યા ના માનો રૂડી જ જીવીકાકી  હતા. અને કાકાને સાથે લઇ જવા જ ડંખ માર્યો હશે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy